The Peak Of The Second Wave Is 8 Weeks Behind But The Death Toll Is Not Declining; So Did The States In The Peak Hide The Deaths And Are Now Adjusting?
ભાસ્કર ડેટા સ્ટોરી:બીજી લહેરની પીક 8 સપ્તાહ પાછળ રહી, પણ મોતનો આંકડો ઘટતો નથી; તો શું પીકમાં રાજ્યોએ મોત છુપાવ્યાં અને હવે કરી રહ્યાં છે એડજસ્ટ?
9 કલાક પહેલા
કૉપી લિંક
કોરોનાની બીજી લહેર નબળી પડી ચૂકી છે. દરરોજ આવનારા કેસ આ સપ્તાહે 40 હજારના સ્તરે આવી ગયા પરંતુ મોતનો આંકડો એ રીતે ઘટી રહ્યો નથી, જે રીતે કેસ ઘટી રહ્યા છે. બુધવારે 48 હજારથી વધુ નવા કેસ આવ્યા. જ્યારે, 1002 કોરોના સંક્રમિતોના મોત થયા. એટલે કે, નવા આવેલા કેસોના મુકાબલે 2%થી વધુ મોત. પ્રથમ લહેરમાં રોજ આવનારા નવા કેસની તુલનામાં એ દિવસે થનારા મોતની ટકાવારી 1.3%થી પણ ઓછી હતી. જ્યારે બીજી લહેરમાં તો આ અનેકવાર 5%ની નજીક પહોંચી હતી. 9 જૂને તો આ આંકડો 6.5% પણ થયો હતો.
આખરે આવું શા માટે થઈ રહ્યું છે? શું અત્યાર સુધી રાજ્ય સરકારો મોતનો આંકડો છૂપાવી રહી હતી, જે હવે તેને એડજસ્ટ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે? શું વડાપ્રધાન મોદીની અપીલ પછી વાસ્તવિક આંકડા સામે આવી રહ્યા છે? કે પછી તેનું કંઈક અલગ કારણ છે? આવો સમજીએ...
પ્રથમ લહેરમાં કુલ કેસના 1.5% પણ નહોતા રોજના મોત, બીજી લહેરમાં તે 6.5% સુધી પહોંચ્યો
ભારતમાં પ્રથમ લહેરની પીક 16 સપ્ટેમ્બર 2020ના રોજ આવી. એ દિવસે દેશમાં કુલ 97860 કેસ આવ્યા. એ જ દિવસે 1140 કોરોના સંક્રમિતોના જીવ ગયા. એટલે કે નવા આવેલા કેસના 1.16 % મોત. પ્રથમ લહેરની પીકથી બે સપ્તાહ અગાઉ 2 સપ્ટેમ્બરે દેશમાં 82865 નવા કેસ આવ્યા હતા અને એ દિવસે 1026 લોકોનાં મોત થયા હતા. એટલે કે, નવા કેસના 1.24% મોત.
જ્યારે, બીજી લહેરની પીકથી બે સપ્તાહ અગાઉ એટલે કે 22 એપ્રિલે દેશભરમાં 332531 નવા કેસ આવ્યા અને એ દિવસે 2257 લોકોના કોરોનાથી મોત થયા. એટલે કે નવા આવેલા કેસના 0.68% મોત. 6 મેના રોજ બીજી લહેરની પીક આવી. એ દિવસે દેશભરમાં 414280 નવા કેસ આવ્યા અને 3923ના મોત થયા. એટલે કે, કુલ કેસના 0.95% મોત. આ આંકડાથી સ્પષ્ટ છે કે બીજી લહેર દરમિયાન પ્રથમ લહેરની તુલનામાં કેસના મુકાબલે ઓછા મોત થઈ રહ્યા હતા.
બીજી લહેરની પીક પસાર થયાના 10 દિવસ પછી કેસની તુલનામાં મોત વધવા લાગ્યા
બીજી લહેરની પીક પસાર થયાના દસ દિવસ પછી એટલે કે 16 મેના આવેલા કુલ કેસની તુલનામાં મોતની ટકાવારી 1.45% થઈ ગયા. પ્રથમ અને બીજી લહેર દરમિયાન આ પ્રથમવાર બન્યું કે જ્યારે કોઈ દિવસે આવેલા કુલ કેસની તુલનામાં એ દિવસે થયેલા મોતની ટકાવારી 1.4% કે તેનાથી વધુ થઈ રહ્યા હોય.
તેના પછી તો રોજ આવનારા કેસની તુલનામાં દેશમાં થનારા મોતની ટકાવારી સતત વધતી જ ગઈ. 28 મેના રોજ નવા આવેલા કેસની તુલનામાં 2%થી વધુ મોત થયા. જ્યારે, 9 જૂને જ્યારે બિહારે પ્રથમવાર રાજ્યમાં થયેલા મોતનો ડેટા અપડેટ કર્યો તો નવા આવેલા કેસની તુલનામાં દેશભરમાં થયેલા કુલ મોતની હિસ્સેદારી 6.50% થઈ ગઈ. 31 દિવસ પછી 29 જૂને નવા આવેલા કેસની તુલનામાં થયેલા મોતની ટકાવારી 2%થી ઓછી રહી. જો કે, 30 જૂનના રોજ ફરી એકવાર એ 2%થી વધુ થઈ.
7થી 13 જૂન દરમિયાન રોજ આવેલા કેસના મુકાબલે સૌથી વધુ મોત
દર સપ્તાહે આવનારા કેસ અને મોતની તુલના કરીએ તો ત્યારે પણ ટ્રેન્ડ એવો જ છે. એટલે કે, બીજી લહેરની શરૂઆત અને પીકના સમયે રોજ આવનારા કેસની તુલનામાં મોત પ્રથમ લહેરના મુકાબલે ઓછા હતા પરંતુ તેઓ 20 જૂને ખતમ થયેલા સપ્તાહ સુધી સતત વધતા રહ્યા. હજુ પણ આ 2%થી વધુ છે.
નવા આવેલા કેસની તુલનામાં સૌથી વધુ 18% મોત 16 મે 2020ના રોજ થયા
કોઈ એક દિવસમાં આવેલા નવા કેસોની તુલનામાં સૌથી વધુ મોત 16 મે, 202ના રોજ થયા હતા. એ દિવસે દેશભરમાં 11085 નવા કેસ આવ્યા અને મોત 2004 લોકોના થયા. એટલે કે, નવા આવેલા કેસના 18% મોત.
તો આવું શા માટે? જવાબ છે મહારાષ્ટ્ર અને દિલ્હીના કારણે. બંને રાજ્યોએ એ દિવસે પોતાને ત્યાં થયેલા મોતના આંકડા અપડેટ કર્યા હતા. ગત વર્ષે 16 મેના રોજ મહારાષ્ટ્ર અને દિલ્હીએ મોતના જૂના આંકડા ઉમેર્યા હતા. આવું કરનારા આ પ્રથમ રાજ્ય હતા. મહારાષ્ટ્રે 16 મે 2020ના રોજ 1409 મોત રિપોર્ટ કર્યા હતા. તેમાંથી માત્ર 81 મોત 16 મેના થયા હતા, બાકીના 1328 જૂના મોતને જોડવામાં આવ્યા હતા. જે અગાઉ રિપોર્ટ થયા નહોતા. જ્યારે, દિલ્હીમાં 16 મે, 2020ના રોજ 437 મોત રિપોર્ટ થયા હતા. તેમાંથી 344 મોત લેટ રિપોર્ટ કરાયા હતા.
મહારાષ્ટ્ર મે-2020થી સતત જૂના મોત ઉમેરતું રહ્યું છે. દર 15થી 30 દિવસમાં જૂના મોતને અપડેટ કરવામાં આવે છે. જે રીતે-આ મહિને 9 જૂને રાજ્યમાં થયેલા 661 મોતમાંથી 400 મોત એવા હતા જે છેલ્લા એક સપ્તાહ કરતાં અગાઉ થયા હતા પરંતુ રિપોર્ટ થઈ શક્યા નહોતા. 261 બાકી મોતમાં પણ 170 મોત છેલ્લા 48 કલાક દરમિયાન થયા. જ્યારે, 91 છેલ્લા એક સપ્તાહ દરમિયાન, જે અગાઉ રિપોર્ટ ન થયા.
બીજી લહેરમાં કેસની તુલનામાં મોત કેમ ઘટી રહ્યા નથી?
એવું નથી કે આ માત્ર ભારતમાં થઈ રહ્યું છે. કોરોનામાં આવું અગાઉ પણ થયું છે, જ્યારે કેસ અને મોતના ટ્રેન્ડ અલગ-અલગ રહ્યા છે. પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડોક્ટર ચંદ્રકાંત લહેરિયા કહે છે કે કેસ ભલે વધી રહ્યા હોય કે ઘટી રહ્યા હોય, મોતની સંખ્યા પર તેની અસર જોવામાં લગભગ 14 દિવસનો સમય લાગે છે. આ જ ઈન્ફેક્શનની સાયકલ છે. આવું બીજા દેશોમાં પણ પીક દરમિયાન જોવામાં આવ્યું છે. જો કે એક્સપર્ટ એમ પણ કહે છે કે કેસ ભલે ખૂબ ઓછા થઈ જાય પરંતુ મોતનો આંકડો તેની તુલનામાં એટલો ઓછો નહીં થાય.
ડોક્ટર લહેરિયા મોતની સંખ્યા વધુ હોવાનું કારણ તેનું ઉત્તમ રિપોર્ટિંગને પણ માને છે. તેઓ કહે છે કે મોતની સંખ્યાને લઈને છેલ્લા દિવસોમાં જે રીતે સરકારોનો ફજેતો થયો, તેના પછી તેનું રિપોર્ટિંગ સારૂ થયું છે. આથી અનેક રાજ્યોમાં કેસ ઓછા થવાનો ટ્રેન્ડ 14 દિવસથી વધુ થયા પછી પણ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો નથી.
જ્યારે, કેટલાક એક્સપર્ટ્સ કહે છે કે અનેક રાજ્યો દ્વારા મોતના મામલાઓમાં વિલંબથી રિપોર્ટ કરવામાં આવવાથી કેસ ઘટ્યા પછી પણ મોતની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેવું બિહારમાં થયું. ત્યાંના આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે 18 મેના રોજ એક કમિટી બનાવી. આ કમિટીએ કોરોનાથી થનારા મોતની સમીક્ષા કરી. મેડિકલ કોલેજ અને જિલ્લાઓમાં થયેલી સમીક્ષામાં જોયું કે 72% મોત રેકોર્ડમાં આવ્યા જ નથી.
9 જૂનને આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ પ્રત્યય અમૃતે કોરોનાથી થયેલા 3951 મોત વિશે જણાવ્યું, જે અત્યાર સુધી રિપોર્ટ જ થયા નથી. એવામાં શક્ય હોઈ શકે છે કે તેમાંથી કેટલાક મોત ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન થયા હોય.
તો શું અત્યાર સુધી માત્ર બિહારે કોરોનાથી મોતના આંકડા સુધારવામાં આવ્યા?
બિહારમાં ભલે જ આંકડા સુધારવાની કોશિશ પ્રથમવાર થઈ હોય પરંતુ અનેક રાજ્ય આવું સતત કરતા રહ્યા છે. જે રીતે મહારાષ્ટ્રમાં દર મહિનાના અંતમાં આવી એક્સરસાઈઝ કરવામાં આવે છે. એટલે સુધી કે મહારાષ્ટ્રના રોજના આંકડામાં ગત 48 કલાકમાં થયેલા મોત અને છેલ્લા એક સપ્તાહમાં થયેલા મોતના અલગ-અલગ આંકડા આપવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...