comparemela.com


The One Who Carries The Injection For The Sister Is Pushed To The Side, While The One Who Distributes A Thousand Injections To The Political Leader?
સરકારને ગુજરાત હાઇકોર્ટનો વેધક સવાલ...:બહેન માટે ઇન્જેક્શન લઈ જનાર પાસામાં ધકેલાય છે, જ્યારે એક હજાર ઇન્જેક્શન વહેંચી દેનાર રાજકીય નેતાને હારતોરા?
અમદાવાદ7 કલાક પહેલા
કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
રેમડેસિવિરનાં કાળાબજાર મુદ્દે ગુજરાત હાઇકોર્ટની કામગીરી
પરિવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન લઈ જનાર અને 5 હજાર ઇન્જેક્શન વહેંચી દેનાર સામે સરખો ગુનો નોંધાય?: હાઇકોર્ટ
કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારના કેસમાં પાસા હેઠળ અટકાયતને પડકારવાના કેસમાં ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે રાજ્ય સરકારને સણસણતા સવાલો કર્યા હતા.
બોક્સ પર જ ‘ઝાયડસ હેલ્થ કેર’ લખેલું છે, ઇન્જેક્શનનું મેન્યુફેક્ચરિંગ માર્ચમાં જ થયું હતું.
હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે સરકારને ટકોર કરી હતી કે, પરિવાર માટે બે રેમડેસિવિર ઇન્જેકશન લઇ જતા સામાન્ય માણસને પકડીને તેની સામે પાસા લગાવી દેવામાં આવે છે તો પાંચ હજાર ઇન્જેક્શન લઇને બીજા શહેરમાં વહેંચી દેનાર રાજકીય પાર્ટીના સિનિયર નેતા વિશે સરકાર પાસે શું ખુલાસો છે? તેનો જવાબ નાગરિક પુરવઠા વિભાગ આપશે કે સરકાર? શું આ બાબતને પણ જાહેરહિતની અરજી સાથે જોડી દેશો? બહેન માટે ઇન્જેક્શન લઇ જનાર સામે પાસા કેવી રીતે કરો? તેને જેલમાં નાખવાનો? અને 1 હજાર ઇન્જેકશન વેચનારને હાર-તોરા? ભરૂચની ચાર વ્યકિતની રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારના કેસમાં પાસા હેઠળ ધરપકડ કરી હતી.
ભાજપ કાર્યાલયથી ઈન્જેક્શનની વહેચણી કરવામાં આવી હતી.(ફાઈલ તસવીર)
હાઇકોર્ટમાં ભરૂચના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે ચાર વ્યક્તિ સામે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઇન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેસન્સિયલ કોમોડિટી એક્ટ હેઠળ પાસા લગાવીને ધરપકડ કરતાં, ચારેયે પાસાનો ગુનો રદ કરવા અરજી કરી છે. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે આખરી નિકાલ આવે નહીં ત્યાં સુધી ભરૂચના ચારે જણ સામે પાસાનો હુકમ સસ્પેન્ડ કર્યો હતો.
ભાજપ કાર્યાલય બહાર લોકોની ઈન્જેક્શન માટે લાંબી લાઈન
ત્રીજી લહેર રોકવા હાઇકોર્ટના સરકારને નિર્દેશો વૃદ્ધો, અસહાય લોકોને ઘરે-ઘરે જઈને રસી આપો
કોરોના મહામારી દરમ્યાન સરકારની બેદરકારી અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની ખંડપીઠે સરકારને 14 મુદ્દે પગલાં લેવા આદેશ કર્યો છે. હવે જયારે સરકાર ત્રીજી લહેરની આશંકા રાખી રહી છે. હાઇકોર્ટે વૃદ્ધો, દિવ્યાંગો અને અસહાય લોકોને ઘરે-ઘરે જઇને વેક્સિન આપવા સરકારને આદેશ કર્યો છે.
હાઇકોર્ટના નિર્દેશો:
- બાળકો માટે પૂરતી મેડિકલ સુવિધા તૈયાર રાખો.
- 18 વર્ષથી નાના બાળકો માટે રસીકરણ કરો.
- ઓક્સિજનનો જથ્થો, પ્લાન્ટ વધારો.
- સરકારી હૉસ્પિટલોમાં ખાલી જગ્યા ભરો. મેડિકલ સ્ટાફને વેક્સિનેટેડ કરો.
- ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વધારો.
- વેક્સિન જાગૃતિ માટે કેમ્પ યોજો.
- ત્રીજી લહેર આવે તો તમામ સરકારી, ખાનગી હૉસ્પિટલોમાં કોરોના સારવાર માટે ડેઝિગ્નેટ કરો.
- હૉસ્પિટલોમાં દવાઓ, બેડ, ઇન્જેક્શનનો જથ્થો તૈયાર રાખો. ચુકાદાના અંતે જજ જે કૃષ્ણમૂર્તિને ટાંકતા કહ્યું હતું કે, ‘જીવન પહેલા હતું તેવું ફરી થઇ શકશે? વર્તમાનમાં આનંદનો ખાલીપો હોય ત્યારે માણસ ભુતકાળ અને ભવિષ્યમાંથી આનંદ શોધે છે. પરતું આનંદ ભૂતકાળ કે ભવિષ્યમાં નહીં માત્ર વર્તમાનમાં જ છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Bharuch ,Gujarat ,India ,Justice Paresh ,Gujarat High Court File Image ,Health Care ,High Court ,Companions Political ,Issue Gujarat ,File Image ,Justice Bella Trivedi ,Justice Bhargava ,Plant Increase ,Private Corona ,பருச் ,குஜராத் ,இந்தியா ,ஆரோக்கியம் பராமரிப்பு ,உயர் நீதிமன்றம் ,கோப்பு படம் ,நீதி பார்கவா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.