Share
કરજણથી ગુમ સ્વીટી પટેલ કેસમાં આજે સતત ત્રીજા દિવસે પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગરમાં પોલિગ્રાફ ટેસ્ટ થયો હતો. પત્ની ગુમ થઈ તેમા પીઆઇ પતિની ભૂમિકાનું રહસ્ય 40 દિવસ બાદ પણ અકબંધ છે. આજે પીઆઇ અજય દેસાઇનો ત્રીજા દિવસે પોલિગ્રાફ ટેસ્ટ થયો હતો. SDS, પોલિગ્રાફ અને DNA રિપોર્ટ પેન્ડિંગ હોવાથી પોલીસ પણ મુઝવણમાં મુકાઈ છે.
કરજણથી ગુમ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલના કોઇ સગડ નથી. રાજ્યમાં વિવિધ સ્થળે તપાસ દરમિયાન સ્વીટી પટેલનો કોઈ પત્તો ન લાગતા પોેલીસ પણ થાકી છે. ટેકનિકલ તપાસ, એર તથા રેલવે મુસાફરીની હિસ્ટ્રી, સંબંધીઓ અને પૂર્વ સહ કર્મચારીઓની પુછપરછમાં કરાઈ છતાં પોલીસ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. અજય દેસાઇનો ગત તા.6થી તા.9વચ્ચે સતત ચાર વખત સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ થયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર શંકાના દાયરામાં હોય તેવા કેસમાં FSLએ SDSના 06 દિવસ બાદ પણ પોલીસને રિપોર્ટ સુપરત કર્યો નથી. આજે ગાંધીનગરમાં અજય દેસાઇનો ત્રીજા દિવસે પોલિગ્રાફ ટેસ્ટ થયો હતો. દહેજના અટાલી ગામના અવવારૂ સ્થળેથી હાડકાં મળ્યા બાદ પોલીસની વૈજ્ઞાનીક ઢબની તપાસ પર મીટ મંડાયેલી છે. હાડકાંના ટુકડા પુરુષ કે સ્ત્રીના છે? જેવી વિગતો ગુપ્ત રખાઈ છે.
વૈજ્ઞાનિક ઢબની તપાસના તમામ રિપોર્ટ પેન્ડિંગ હોવાથી પત્ની ગુમ થઈ તેમા પીઆઇ પતિની ભૂમિકાનું રહસ્ય 40 દિવસ બાદ પણ અકબંધ છે. આ કેસમાં ગૃહ વિભાગની ચાંપતી નજર હોવા છતાં FSL દ્વારા પીઆઇ અજય દેસાઇના નારકો ટેસ્ટ માટે તારીખ પણ પોલીસને આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.
લાય ડિટેક્ટરમાં કેટલા સવાલના સાચા કે ખોટા જવાબ આપ્યાં?
લાય ડિરેક્ટર (પોલિગ્રાફ) ટેસ્ટમાં નિષ્ણાંતો અને પીઆઇ અજય દેસાઇને કેસ સંદર્ભે સવાલ-જવાબનો સિલસિલો ચાલ્યો હતો. પીઆઇ દેસાઇએ કેટલા અને ક્યાં સવાલોના ખોટા કે સાચા જવાબ આપ્યાં ? તે વિગતો પણ ગુપ્ત રાખવામાં આવી છે. સાચા અને ખોટા જવાબના સરવૈયાના આધારે પણ પોલીસ આ કેસમાં આગળની કાર્યવાહીની દિશા નક્કી કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 16, 2021