comparemela.com


Surya Ka Kark Rashi Parivartan (Planetary Positions) 2021 | Sun Transit In Cancer Impact On Zodiac Signs Sagittarius, Aquarius Taurus, Virgo, Scorpio And Pisces
આજે સૂર્યનું રાશિ પરિવર્તન:દેશના પૂર્વ રાજ્યોમાં વધારે વરસાદ અને પૂર આવવાની શક્યતા, વિમાન દુર્ઘટનાની પણ સંભાવના છે
18 કલાક પહેલા
કૉપી લિંક
સૂર્યની ચાલમાં ફેરફાર થવાથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થઈ શકે છે
16 જુલાઈ, શુક્રવારે સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થઈ રહ્યો છે. આ રાશિમાં સૂર્ય 17 ઓગસ્ટ સુધી રહેશે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દેશ-દુનિયા અને બધી રાશિઓ ઉપર પડશે. સાથે જ વાતાવરણમાં ફેરફાર પણ થશે. સૂર્ય દર મહિને રાશિ બદલે છે અને દર વર્ષે આ સમયગાળા દરમિયાન કર્ક રાશિમાં રહે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય કર્ક રાશિમાં તો છે પરંતુ મકર રાશિમાં રહેલ શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો છે. જેના પ્રભાવથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સિવાય કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ મેષ, મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છે.
સૂર્ય-શનિના અશુભ યોગથી વિમાન દુર્ઘટનાની શક્યતાઃ-
સૂર્ય અને શનિનો દૃષ્ટિ સંબંધ બનવાથી વિમાન દુર્ઘટના થવાની શક્યતા છે. પૂર્વ દેશો અને પૂર્વ રાજ્યોમાં વરસાદ વધારે થઈ શકે છે. પૂર આવવાની શક્યતા પણ બની રહી છે. દેશના અન્ય ભાગમાં અચાનક વાતાવરણ બદલાશે. શૈક્ષણિક અને ધાર્મિક ગતિવિધિઓ વધશે. દેશના દક્ષિણી રાજ્યો માટે સમય સારો રહી શકે છે. રાજનૈતિક દૃષ્ટિએ સમય સારો રહેશે. મોંઘવારીમા પણ ઘટાડો આવવાના યોગ બનશે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સુધાર આવી શકે છે. વિરોધી શક્તિઓ નબળી થશે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્ય કર્ક રાશિમાં તો છે પરંતુ મકર રાશિમાં રહેલ શનિ સાથે દૃષ્ટિ સંબંધ બનાવી રહ્યો છે. જેના પ્રભાવથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે
સૂર્યનું રાશિ બદલવું 4 રાશિના જાતકો માટે શુભઃ-
વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો મળી શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. કિસ્મતનો સાથ મળી શકે છે. પારિવારિક મામલે સમય શુભ કહી શકાય છે.
4 રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએઃ-
સૂર્યના કર્ક રાશિમાં આવી જવાથી કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. કામકાજમાં મુશ્કેલી આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવું કામ શરૂ કરવાથી બચવું પડશે. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.
કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યાં જ મેષ, મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છે.
અન્ય 4 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહી શકે છેઃ-
સૂર્યના કર્ક રાશિમાં આવી જવાથી મેષ, મિથુન, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ 4 રાશિના લોકોને ધનલાભ તો થશે, પરંતુ ખર્ચ પણ થશે. થોડા મામલે નક્ષત્રોનો સાથ મળશે ત્યાં જ કામકાજમાં વિઘ્ન, તણાવ અને વિવાદ થવાની શક્યતાઓ છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Sun August , ,East States ,Sun Zodiac ,Friday Sun Cancer ,Southern States ,Sun Cancer ,Falls Cancer ,சூரியன் ஆகஸ்ட் ,கிழக்கு மாநிலங்களில் ,தெற்கு மாநிலங்களில் ,விழும் புற்றுநோய் ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.