Sunil Shetty's Building Sealed In Mumbai, Covid's Case Rises In Prithvi Apartment
કોરોનાને કારણે BMC એક્શનમાં:મુંબઈમાં સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ, પૃથ્વી અપાર્ટમેન્ટમાં કોવિડના કેસમાં ઉછાળો
મુંબઈ17 કલાક પહેલા
કૉપી લિંક
અહાન શેટ્ટી તથા અથિયા શેટ્ટી હાલમાં લંડનમાં
મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત પૃથ્વી અપાર્ટમેન્ટ્સને સીલ કરી દેવામાં આવ્યું છે. બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટીનું ઘર આ જ બિલ્ડિંગમાં છે. બિલ્ડિંગને સીલ કરવાનું કારણ કોરોનાના વધતા જતા કેસ છે. નિયમ પ્રમાણે, કોઈ પણ બિલ્ડિંગમાં કોરોનાના પાંચ કેસ આવે તો બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવે છે. જોકે, સુનીલ શેટ્ટી તથા તેનો પરિવાર હાલ મુંબઈની બહાર છે
આ બિલ્ડિંગ 30 માળની તથા 120 ફ્લેટ્સ છે. મુંબઈના ડી વોર્ડના આસિસ્ટન્ટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે આ વાતની પુષ્ટિ કરી હતી. મુંબઈના ડી વોર્ડમાં આ સમયે કોરાનાને કારણે 10 જગ્યા સીલ કરવામાં આવી છે, જેમાં માલાબાર હિલ્સ તથા પેડર રોડ પણ સામેલ છે.
સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ કહ્યું હતું કે એક્ટર તથા તેનો પરિવાર હાલ મુંબઈ બહાર છે. આ બિલ્ડિંગમાં 25થી વધુ પરિવાર રહે છે. જેને પણ કોરોના થયો હતો, તેમને સીધા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.
અથિયા-અહાન લંડનમાં
નોંધનીય છે કે હાલમાં જ ક્રિકેટર કે એલ રાહુલે સો.મીડિયામાં અહાન શેટ્ટી સાથેની એક તસવીર શૅર કરી હતી. બંને લંડનની ગલીઓમાં ફરતા હતા. અથિયા શેટ્ટી પણ છેલ્લાં ઘણાં સમયથી લંડનમાં છે. ટીમ ઇન્ડિયા પહેલાં ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ ગઈ હતી. હવે ટીમ ઇન્ડિયા 4 ઓગસ્ટે ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચ રમશે.
કે એલ રાહુલની પોસ્ટ
અથિયા શેટ્ટીની પોસ્ટ
BMCએ બિલ્ડિંગના કેટલાંક ફ્લોર્સ સીલ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી મુંબઈમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. દેશમાં મહારાષ્ટ્ર તથા કેરળમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા છે.
અન્ય સમાચારો પણ છે...