Share
પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથે સેટેલાઈટ વિસ્તારની આનંદ નિકેતન સ્કુલને ઈ-મેઈલ મારફતે ધમકી આપનાર વિદ્યાર્થીના મામલે ૧૦ મહિના સુધી મૂંઝવણનો સામનો કરનાર- ફીફાં ખાંડનાર પોલીસને છેવટે હવે ગૂનેગારની કડીઓ મેળવવામાં સફળતા સાંપડી છે.
ગત માર્ચ મહિનામાં એક વિદ્યાર્થી- ગૂનેગારે ઓનલાઈન બે વિર્દ્યાર્થિનીઓના ફોટા મોર્ફ કરીને પરીક્ષા મોકુફ રાખવા અંગે ધમકી આપી હતી પરંતુ તેના આ કૃત્યને પગલે પોલીસને અત્યંત મહત્વની કડીઓ મળી છે અને ગૂનેગારનું પગેરૃં શોધવામાં સેન્ટ્રલ અને અમેરિકી તપાસ એજન્સીઓની પણ મદદ મેળવવામાં આવી છે.
આ પ્રકારે પરીક્ષા મોકુફ રખાવવા માટે ધમકી આપનાર ગૂનેગાર ૧૨મા ધોરણમાં અભ્યાસ કરતો૧૭ વર્ષનો વિદ્યાર્થી હોવાનો પોલીસને શક છે. પોલીસનું માનવું છે કે, ધમકી આપનાર વિદ્યાર્થી સેટેલાઈટમાં રહે છે અને બિઝનેસમેનનો પુત્ર છે. સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, ગૂનેગારનું પગેરૃં દબાવવા અમે વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ.
સેટેલાઈટમાં આવેલ આનંદ નિકેતન સ્કુલને પરીક્ષા મોકુફ રાખવાની માંગણી સાતે ગત સપ્ટેમ્બરમાં પહેલીવાર ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો અને તેના પગલે આનંદ નિકેતન સ્કુલના સંચાલકોએ સાઈબરક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો. ઓક્ટોબરમાં તે અંગે FIR દાખલ કરાઈ હતી. સંખ્યાબંધ ધમકીભર્યા ઈ-મેઈલ મોકલ્યા પછી આરોપી ધોરણ -૧૦ અને ધોરણ-૧૨ના ક્લાસના ઓનલાઈન સેશનમાં જોડાયો હતો એ બે વિર્દ્યાર્થિનીના મોર્ફ કરેલા ફોટા લિન્ક પર પોસ્ટ કર્યા હતા.
દરમિયાન પોલીસ અંધારામાં ફીફાં ખાંડી રહી હતી. આનંદ નિકેતનનને ધમકીભર્યા ઈ-મેઈલ મોકલનાર વિદ્યાર્થી ‘ડાર્ક વેબ’નો ઉપયોગ કરતો હોવાને કારણે આ તપાસ કામગીરીમાં લગભગ ૨૦૦ જેટલા નિષ્ણાંતોની મદદ લેવા છતાં પોલીસને કોઈ સફળતા સાંપડી નહોતી અને કોઈ રસ્તો સૂઝતો નહોતો. આ ગૂનેગારના IP એડ્રેસ પકડી પાડવા- પગેરૃં મેળવવા સાઈબર સિક્યુરિટી માટે દેશની નોડલ એજન્સી ‘ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ’નો સંપર્ક કર્યો હોવા છતાંપણ પોલીસે અમેરિકાની નેશનલ સિક્યુરિટી એજન્સીની સેન્ટ્રલ સિક્યુરિટી સર્વિસની પણ મદદ લીધી હતી. પરંતુ ગૂનેગારને ઝબ્બે કરવા માટે પોલીસના પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા.
દરમિયાન, ૧૨૦ વિદ્યાર્થીઓના ગેજેટ્સની ઝીણવટભરી તપાસ અને વિશ્લેષણ કરવામાં આવતાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, કેટલાંક વિદ્યાર્થીઓએ ‘ડાર્ક વેબ’ વિશે માહિતી મેળવવા સર્ચ કર્યું હતું. પરીક્ષા મોકુફ રાખવા ધમકી આપનારે શા માટે બે વિર્દ્યાર્થિનીને ટાર્ગેટ બનાવી ? તે પાસાં અંગે પણ પોલીસે તપાસ કરી છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, ડાર્ક વેબનો ઉપયોગકરનાર શકમંદ શખ્સો પૈકીનો એક વ્યક્તિ ઁઇર્ં છે અને તેને એક વિર્દ્યાર્થિની સાથે સંબંધ બાંધવામાં રસ હતો. ગેજેટ્સની તપાસમાં જોવા મળ્યું છે કે, ગૂનેગારે ધમકીભર્યા ઈ-મેઈલ મોકલવા માટે ‘ઈમેઈલ આઈડી’ બનાવવા VPNનો ઉપયોગ કર્યો હતો. ગૂનેગારે, મોર્ફ કરેલા ફોટોગ્રાફ પોસ્ટ કરવા માટે ત્રણ ઈન્સ્ટાગ્રમ એકાઉન્ટ બનાવવા માટે પણ ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો.
તપાસને આડે પાટે ચડાવવા,
ઓળખ છુપાવવા ગુનેગારના ૧૦ ચાલાકીભર્યા પગલાં
ગૂનેગારે પોતાનું ip એડ્રેસ ઈમેઈલ id લિન્ક ન થાય તે માટે VPNનો ઉપયોગ કરીને આઉટલૂક ઈમેઈલ એકાઉન્ટ બનાવ્યું.
ઓનલાઈન રોલ પ્લેઈંગ ગેમમાંથી કોઈ વ્યક્તિના નામે બનાવેલા ઈમેઈલ એકાઉન્ટ વેરિફાઈ કરવા OTP જરૂરી હોવાથી વેબ આધારિત SMS સર્વિસમાં સાઈન કરી.
ગ્ગૂનેગારે ડાર્ક વેબ બ્રાઉઝર મારફતે ઈમેઈલમાં લોગઈનકરીને ધમકીભર્યા ઈમેઈલ મોકલ્યા અને તેનું પગેરૃં પકડી ન શકાય તે માટે તેણે વેબ બેઝડ ફ્રી સર્વિસીસનો સહારો લીધો.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવા અને ઉપયોગ કરવા તેણે અન્ય એનક્રીપ્ટેડ ઈમેઈલ સર્વિસીનો ઉપયોગ કર્યો.
હવે પોતાના વર્ગની મીટિંગ ‘Zoom bomb’ માટે ફોન નંબરની જરૂર હોવાથી તેણે વેબ સર્વિસમાં લોગ ઈન કર્યું અને તે મારફતે તેણે બિઝનેસ એકાઉન્ટ માટે ફ્રી વોટ્સ અપ નંબર મેળવ્યા. તેને ત્રણ નંબર મળતા પોતાના ક્લાસરૂમમાં જોડાતો હતો.
પોતાના ક્લાસની બે વિર્દ્યાર્થિનીના ફોટા મોર્પ કરવા તેણે અન્ય વેબ-બેઝડ ફોટો એડિટિંગ સર્વિસનો ઉપયોગ કર્યો.
ગૂનેગારે, અન્ય ફ્રી વેબ સર્વિસમાં લોગ ઈન કરીને મોર્ફ કરેલ ફોટા સોશિયલ મિડીયા સાઈટ્સ અથવા zoom ચેટ પર પોસ્ટ મૂકી શકે તે માટે તેણે ટેમ્પરરી લિન્ક બનાવી.
આ લિન્કના URLને ટૂંકાવવા તેણે અન્ય વેબ સર્વિસનો ઉપયોગ કરીને ‘ન્યુડ પિક્સ’ અને પોતાના ક્લાસમેટના નામ જેવા આડકતરા શબ્દ પ્રયોગ કર્યા.
ગૂનેગારે વેબ- બેઝડ વોટ્સ અપ નંબરનો ઉપયોગ કર્યો અને વિદેશી નંબરની શ્રેણી સાથે તેના Zoom ક્લાસરૂમમાં જોડાયો અને મોર્ફ કરેલા પિક્ચરની ટેમ્પરી લિન્ક મૂકી હતી.
ડાર્ક વેબ મારફતે ત્રણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેણે છોકરીઓના મોર્ફ કરેલા ફોટા અપલોડ કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery