Share
ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત નજીક રહેલાં દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને નહેરૂ પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં આવે છે પરંતુ તાજેતરમાં પ્રકાશિત થયેલાં એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે એક નાનકડી ઘટનાએ બન્ને પરિવારોને અલગ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વરિષ્ઠ પત્રકાર અને ભૂતપૂર્વ સાંસદ સંતોષ ભારતીયે પોતાના નવા પુસ્તક’ વી.પી.સિંહ, ચંદ્રશેખર, સોનિયા ગાંધી અને હું’ મા દાવો કર્યો છે કે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અભ્યાસ માટે સોનિયા ગાંધીએ અમિતાભ બચ્ચનને ફીની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું પરંતુ તેમણે આ માટે આનાકાની કરી હતી. પુસ્તકના લેખક અનુસાર રાજીવ ગાંધીની હત્યા બાદ સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલના અભ્યાસ અંગે ખૂબ ચિંતિત હતાં. ત્યારે રાહુલ લંડનમાં અભ્યાસ કરતાં હતાં. સોનિયાએ પોતાની ચિંતા અમિતાભ સમક્ષ વ્યક્ત કરી હતી. પુસ્તક અનુસાર સોનિયાને સાંભળ્યા બાદ અમિતાભે જણાવ્યું હતું કે, લલિત સૂરી અને સતીષ શર્માએ નાણાંની ગરબડ કરી દીધી છે, હવે કશું છે જ નહીં પરંતુ હું કશુંક કરીશ.
સોનિયાએ અમિતાભનો ચેક પાછો મોકલ્યો હતો
લેખકે પુસ્તકમાં દાવો કર્યો છે કે અમિતાભે સોનિયા ગાંધીની ચિંતાને ધ્યાનમાં રાખીને બે દિવસ બાદ તેમને એક હજાર ડોલરનો ચેક મોકલ્યો હતો, જો કે સોનિયાએ તેને પરત મોકલી દીધો હતો. પુસ્તક અનુસાર સોનિયા ગાંધી આ ઘટનાને ક્યારેય ભૂલી શક્યા નથી અને તેને પોતાનં અપમાન સમજીને બચ્ચનને હંમેશ માટે પોતાની લાઇફમાંથી બહાર કરી દીધા હતાં.
બચ્ચનને સંજય ગાંધીએ રૂ. ૨૦ લાખ આપ્યા ન હતાં : લેખક
જો કે લેખક લખે છે કે સોનિયા ગાંધીને એ બાબતની યાદ નહીં હોય કે એક સમયે અમિતાભ બચ્ચને સંજય ગાંધી પાસેથી રૂ. ૨૦ લાખની માગણી કરી હતી પણ સંજયે પોતાની પાસે એટલા નાણાં નથી એમ કહી ઇનકાર કરી દીધો હતો. જો કે તે પછી અમિતાભે સંજય સાથેનો સંબંધ ઓછો કરી નાખ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 2, 2021