Share
‘સંદેશ’ના નશાખોરી વિરોધી અભિયાન – ડ્રગ્સનો દમ જિંદગી ખતમ શૃખંલામાં પ્રસિધ્ધ થયેલા સ્ટ્રીંગ ઓપરેશનને સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્વર્ણિમ સંકૂલ-૨માં બુધવારે રાજ્ય પોલીસ વડા- DGP આશિષ ભાટીયા સહિત ટોચના ૭ IPS સાથે બેઠક યોજી હતી. અઢી કલાકની આ બેઠકને અંતે તેમણે ડ્રગ્સ પેડલર, માફિયા અને તેમના નેટવર્કને નેસ્તોનાબૂદ કરવા આદેશો આપ્યા છે.
કેબિનેટની બેઠક બાદ તુરંત જ શરૂ થયેલી ઉપરોક્ત બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ- ACS પંકજકુમાર, સેક્રેટરી નિપૂર્ણા તોરવણે સહિત ૭ ટોચના IPS પાસે ગૃહમંત્રીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ, નશાખોરીના વેપલા સંદર્ભે કેટલા કેસ નોંધાયા અને તેમાંથી કેટલા આરોપીઓ, નશાખોરો જેલમાં છે અને કેટલાને પકડવાના બાકી છે તેની માહિતીની સમિક્ષા કરી હતી.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, ગઈકાલે આ સંદર્ભે મુખ્યમંત્રી સાથે બેઠક મળી હતી. રાજ્ય સરકાર નશાખોરી અટકાવવા કટિબધ્ધ છે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઈકોટ્રોપિક સબસ્ટાન્સની ગેરકાયદે હેરફેરની અટકાયતનો કાયદો એટલે કે PIT NDPS એક્ટ- ૧૯૮૮ હેઠળ સમાજને રંજાડતા તત્વોને જેલભેગા કરવા પોલીસને સુચના આપી છે.
રાજ્યભરની પોલીસ માટે નશાખોરોને પકડવાના મશીનની ખરીદી કરાશે
ડ્રગ્સના બંધાણીએ નશો કર્યો હોય તો તેનો ટેસ્ટ કરવો જટિલ છે. જો કે, વડોદરા પોલીસે બંધાણીએ ડ્રગ્સનો નશો કર્યો હોય તો તે ૧૦ મિનિટમાં પકડી પાડતું મશીન વસાવ્યું છે. આ સંદર્ભે ગૃહમંત્રી જાડેજાએ કહ્યુ કે, નશાખોરોને પકડવા માટેના રાજ્યભરની પોલીસ માટે આ મલ્ટીડ્રગ્સ સ્કિનિંગ ડિવાઈસિસના પ્રોક્યોરમેન્ટની પ્રક્રિયા અધિક મુખ્ય સચિવ- ACS સ્તરે આજથી જ ચાલુ કરવામાં આવી.
ડ્રગ્સના પ્રવેશ દ્વારા કોસ્ટલ રેન્જમાં
ATS
ને ખાસ ટાસ્ક
ગુજરાતમાં અધિકાંશ ચરસ, ગાંજા ઉપરાંત MD ડ્રગ્સ કોસ્ટલ રેન્જ અર્થાત દરિયાકાંઠેથી પ્રવેશ થાય છે. આ વિસ્તારના નેટવર્કને નશ્યત કરવા આંતકવાદ વિરોધી દળ- ATSને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
હાઈલેવલ બેઠકમાં ૭
IPS
ટી.એસ.બિસ્ટ, DG, સ્ટેટ CID ક્રાઈમ.
સંજય શ્રીવાસ્તવ, કમિશનર, અમદાવાદ.
અમિત વિશ્વકર્મા, IG, ATS
હિમાંશુ શુક્લા, DIG, ATS
અશ્વિન ચૌહાણ, DIG, સ્ટેટ ક્રાઈમ.
નિપૂર્ણ તોરવણે, સચિવ, ગૃહ વિભાગ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery