comparemela.com


સરકાર સમક્ષ અર્થતંત્રને ફરી પાટા પર ચડાવવાનો મોટો પડકાર
104
Share
ઓવર વ્યૂ
કોરોના રોગચાળાના બીજા વેવથી સંકટમાં આવી ગયેલા અર્થતંત્રને રાહત આપવા માટે સરકારે હાલમાં ૬.૨૮ હજાર કરોડ રૂપિયાનાં આર્થિક પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. તેના હેઠળ સ્વાસ્થ્ય અને પર્યટન જેવાં ક્ષેત્રોના નાના કરજદારો માટે લોન ગેરેન્ટી યોજના ઉપરાંત ઇમર્જન્સી લોન સુવિધા યોજનાની રકમ ત્રણ લાખ કરોડથી વધારીને સાડા ચાર લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. સરકારે આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનો વિસ્તાર પણ વધારી દીધો છે. નોંધનીય છે કે કોરોનાના સેકંડ વેવના કારણે અર્થતંત્રમાં ઘટાડાની સાથોસાથ આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ પણ વધી છે. તેના લીધે વધુ એક રાહત પેકેજની જરૂરિયાત જણાઇ રહી છે. સ્થિતિ એ છે કે દેશમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોની આવકમાં ભારે ઘટાડાના કારણે ખર્ચશક્તિમાં ઘટાડો થયો છે. મોટી સંખ્યામાં લોકોની બચત ખતમ થઇ ગઈ છે અને તેઓ લોન લઇને જીવન ગુજારવા મજબૂર થયા છે. મોંઘવારી અને બેરોજગારીએ મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે. રોગચાળાના કારણે બગડેલી આર્થિક પરિસ્થિતિથી બેંકોની એનપીએ વધી ગઈ છે. રિટેલ એસેટ્સ અને નાના ઉદ્યોગોની સમસ્યાઓ વધતી જાય છે. ખાનગી રોકાણની ગતિ પણ ધીમી પડી ગઈ છે. સમગ્રતયા જોઈએ તો કન્ઝમ્પશન, વ્યાપાર, હોટેલ, પરિવહન, સંચાર અને સેવાઓ ઉપર વધારે અસર દેખાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે પોતાના અગાઉના ૧૦.૫ ટકાના વૃદ્ધિદરના અંદાજને ઘટાડીને ૯.૫ ટકા કરી દીધો છે. એસબીઆઈએ પણ આર્થિક વૃદ્ધિના પોતાના અનુમાનને ઘટાડીને ૭.૯ ટકા પર લાવી દીધું છે કે જે અગાઉ ૧૦.૪ ટકા હતું. નાણા મંત્રાલયના રિપોર્ટ અનુસાર વેક્સિનેશન કાર્યક્રમમાં યુદ્ધના ધોરણે ઝડપ લાવવાથી રોગચાળાની અસરોમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. સાથે માગ, કન્ઝમ્પશન અને રોકાણ વધવાના કારણે અર્થતંત્રમાં પણ જીવ આવશે. વૈશ્વિક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશન્સ અને ક્રેડિટ કેટિંગ એજન્સીઓના રિપોર્ટ પર નજર નાખીએ તો જણાય છે કે આ રિપોટ્ર્સમાં પણ વિકાસના દરમાં ઘટાડો થવાનો સ્પષ્ટ સંકેત મળે છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસિસે ભારતના વૃદ્ધિદરના અનુમાનને ઘટાડીને ૯.૬ ટકા કરી દીધો છે જે અગાઉ ૧૩.૯ ટકા અંદાજવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ઇકોનોમિક ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે સેકંડ વેવે એપ્રિલ અને મે મહિના દરમિયાન ભારતીય અર્થતંત્ર પર વિપરીત અસર કરી હતી. સેકંડ વેવના કારણે ૨૦૨૧ના વૃદ્ધિના અંદાજને લઇને અનિશ્ચિતતામાં વધારો થયો છે. રિપોર્ટમાં કોવિડના વેક્સિનેશનના નીચા દર અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જો કે સેકંડ વેવમાં દેશવ્યાપી કડક લોકડાઉન લાદવામાં આવ્યું નહીં. તેને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર વધારે વિપરીત અસર દેખાઇ નથી. પીએમઆઈ મે મહિનામાં ઘટીને ૫૦.૮ પર આવી ગયો હતો તેમ છતાં હજુ ૫૦ની ઉપર છે જે પોઝિટિવ છે. જો કે આ દરમિયાન કંપનીઓ પાસેનું નવું કામ પાછલા ૧૦ મહિનામાં સૌથી ઓછું હતું. અર્થતંત્રને ફરીથી પાટા પર ચડાવવા માટે વેક્સિનેશનની સફળતા જરૂરી છે. કેન્દ્ર તરફથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને મફત વેક્સિન આપવામાં આવી રહી છે, પરંતુ આ વર્ષના ડિસેમ્બર સુધીમાં તમામને વેક્સિન આપવા માટે રોજ લગભગ ૯૦ લાખ લોકોને વેક્સિન આપવી પડશે. સરકારે રાહતપેકેજ ઉપરાંત નવી માગના નિર્માણ માટે લોકોની ખર્ચશક્તિને વધારવાના ઉપાયો કરવાની જરૂર છે. જ્યાં સુધી લોકો પાસે નાણા નહીં હોય ત્યાં સુધી તેઓ કશું પણ ખરીદવાની સ્થિતિમાં નહીં આવી શકે અને તેની અસર માગ અને ઉત્પાદનનાં ચક્ર પર પડશે. તેથી જ અર્થતંત્રને પાટા પર ચડાવવા માટે સરકારે મધ્યમવર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

India , ,View Corona ,Private Investment ,Reserve Bank ,Ministry Report ,இந்தியா ,ப்ரைவேட் முதலீடு ,இருப்பு வங்கி ,அமைச்சகம் அறிக்கை ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.