દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સંગઠન(SAARC) દેશોના વિદેશમંત્રીઓની 25 સપ્ટેમ્બરે યોજાનારી બેઠક પાકિસ્તાનના તાલિબાન રાગને કારણે રદ કરવી પડી છે. ન્યૂઝ એજન્સી ANIનાં સૂત્રો પ્રમાણે, પાકિસ્તાન ઈચ્છતું હતું કે ન્યૂયોર્કમાં યોજાનારી મીટિંગમાં અફઘાનિસ્તાનના પ્રતિનિધિ તરીકે કોઈ તાલિબાન નેતાને સામેલ કરવામાં આવે, પરંતુ ભારત સહિત અન્ય દેશોએ એનો વિરોધ કર્યો. એવામાં સહમતી ન થવાને કારણે બેઠક રદ કરવામાં આવી છે. | SAARC Foreign Ministers Meet Cancelled Pakistan Wanted Taliban To Represent Afghanistan, Others Objected