Share
ખનિજતેલ અને નેચરલ ગેસ વિભાગે સાત નવી કંપનીઓને દેશમાં ઓટો ફ્યૂઅલ(પેટ્રોલ-ડીઝલ વગેરે)નું વેચાણ કરવાના અધિકાર આપ્યા. ૨૦૧૯માં વાહનવ્યવહાર બળતણ વેચવાની માર્ગર્દિશકામાં કરવામાં આવેલા સુધારા હેઠળ આ અધિકાર આપવામાં આવ્યા હતા. આ સાત કંપનીઓ ચેન્નઈની IMC ગ્રૂપ્સ, આસામ રાજ્ય સરકારની આસામ ગેસ કંપની, નવી રચાયેલી ઓનસાઈટ એનર્જી, MK એગ્રો ટેક, માનસ એગ્રો ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિલાયન્સની ઇમ્સ્ન્ સોલ્યુશન્સ ઈન્ડિયા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને આપવામાં આવેલા અધિકાર RBML ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા ત્યાર પછી રિલાયન્સને નવેસરથી અધિકાર મંજુર કરવામાં આવ્યા હતા. ભારતમાં પેટ્રોલ-ડીઝલના છૂટક વેચાણમાં હરીફાઈનું તત્ત્વ ઉમેરવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલ વેચનાર ૯૦ ટકા કંપનીઓ સરકારી માલિકીની છે. બાકીના ૧૦ ટકા બજાર ઉપર મહદઅંશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. અને નયારા એનર્જીનું નિયંત્રણ હતું.
નવી કંપનીઓને અધિકાર એ શરતે અપપવામાં આવ્યા છે કે અરજી કરતી વખતે તેમની નેટવર્થ ઓછામાં ઓછી ૨૫૦ કરોડ હોય, જો કંપની છૂટક અને જથ્થાબંધ બંને વેચાણ કરવા માગતી હોય તો તેની નેટવર્થ ઓછામાં ઓછી ૫૦૦ કરોડ હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 20, 2021