Share
અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે. જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નૂતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે.
કચ્છી નયે વરે – અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું
કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.
આજે સવારે પીએમ મોદીએ કચ્છી ભાષામાં એક ટ્વિટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કચ્છી નયે વરે – અષાઢી બીજ જો મેડે કચ્છી ભા ભેણે કે મુંજી લખ લખ વધાઈયું કચ્છજી ભાતીગળ કલા અને સાંસ્કૃતિક વારસેજો જતન કરીધલ કચ્છજી ખડતલ ખમીરવંતી પરજા ડેસ અને પરડેશ મેં વસધલ કચ્છી ભા ભેણે કે મું તરફ થી નયે વરે જા રામ રામ.
જ્યારે કચ્છ જેવા ભારતના છેવાડાના પ્રદેશનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે. જેમાં અનેક નૂતન અને ભાતીગળ પરંપરા દ્રશ્યમાન થયા વિના રહેતી નથી. ખેંગારજી પહેલાએ કચ્છ રાજ્યની સ્થાપના સંવત 1605માં માગસર સુદ-5ના રોજ કચ્છ રાજ્યની સ્થાપના કરી. કચ્છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થયું.
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો પ્રત્યક્ષ અને દૂરદર્શન પર કરી ધન્યતા અનુભવતા હોય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
ભારતમાં મુખ્ય રથયાત્રા અષાઢી બીજનાં દિવસે નીકળતી જગન્નાથપુરીની રથયાત્રા છે. આ દિવસે જગન્નાથપુરી ઉપરાંત અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.
જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે.
જો કે આ વખતે કોરોનાના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા પુરીમાં નીકળી છે પણ શરતોને આધીન તેમજ અમદાવાદમાં તો મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળી છે.
ભારતમાં અષાઢી બીજના મહાપર્વે ગુજરાતમાં અમદાવાદ અને જગન્નાથપુરીમાં અભૂતપૂર્વ રથયાત્રાના દર્શન પ્રતિવર્ષ લાખો-કરોડો લોકો ધન્યતા અનુભવે છે. અને તે દિવસે જગન્નાથપુરીમાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું આયોજન થાય છે જેમાં લાખો લોકો જોડાય છે. આ પ્રણાલી અનેક વર્ષોથી ચાલી આવે છે.
જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણ રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. જેની ઉંચાઇ લગભગ 45 ફુટ (4-5 માળ) જેટલી હોય છે. પુરીની રથયાત્રામાં જગન્નાથનાં રથનું નામ નંદીઘોષ છે. તેમજ અંગ્રેજી ભાષામાં, અતિશક્તિશાળી જેને રોકી ન શકાય તેવું, રસ્તામાં આવનાર તમામ અવરોધોને કચડી કાઢનાર, વગેરે અર્થમાં વપરાતો શબ્દ ‘જગરનોટ’ જગન્નાથપુરીનીં રથયાત્રા પરથી આવ્યો છે.
અષાઢી બીજ એવો તહેવાર છે જે હિંદુ અને મુસ્લિમ ધર્મનો સાથે ઉજવાતો તહેવાર છે. રથયાત્રાને દિવસે નાત જાતના ભેદ ભાવ વગર હર કોઈ ભગવાનનાં દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે. જો કે આ વખતે કોરોના મહામારીના કારણે ભગવાનની રથયાત્રામાં ભક્તો ઉમટી શક્યા નથી. અષાઢ મહિનો વર્ષારાણીના આગમનનો મહિનો ગણવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery