Share
પેગાસસ જાસૂસીકાંડ, મોંઘવારી અને કૃષિ કાયદાઓ મુદ્દે બુધવારે પણ વિરોધપક્ષના સાંસદોએ સંસદમાં ભારે હંગામો કર્યો હતો. લોકસભામાં વિપક્ષી સાંસદોએ અધ્યક્ષની ખુરશી તરફ કાગળિયા ફેંકીને ખેલા હોબેના નારા લગાવ્યા હતા. જેના પગલે લોકસભાની કાર્યવાહી બપોરે બે વાગ્યા અને પછી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઇ હતી.
બીજીતરફ રાજ્યસભામાં પણ આખો દિવસ હંગામો જારી રહેતાં વારંવાર કાર્યવાહી મોકૂફ રખાયા બાદ બીજા દિવસ સુધી ગૃહ મોકૂફ કરી દેવાયું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્પીકરની ખુરશી તરફ કાગળિયા ઉછાળવા જેવા અપમાનજનક વ્યવહાર માટે વિપક્ષના ૧૦ સાંસદોને સસ્પેન્ડ કરાય તેવી સંભાવના છે. વિપક્ષી સાંસદોના સતત હંગામાના કારણે સંસદમાં ચર્ચા વિના જ ખરડા પસાર થઇ રહ્યાં છે. બુધવારે લોકસભામાં ચર્ચા વિના જ ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ સુધારા ખરડો હાથ ધરાયો હતો. રાજ્યસભામાં જુવેનાઇલ જસ્ટિસ એમેન્ડમેન્ટ બિલ ૨૦૨૧ પર કાર્યવાહી હાથ ધરાઇ હતી પરંતુ વિપક્ષના હંગામાના કારણે આ ખરડાને પણ કોઇપણ પ્રકારની ચર્ચા વિના જ પસાર કરી દેવાયો હતો.
પેગાસસકાંડ પર સમાધાન નહીં કરીએ ઃ રાહુલ ગાંધી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વિપક્ષોની સંયુક્ત બેઠક બાદ જણાવ્યું હતું કે, પેગાસસ જાસૂસીકાંડ પર ચર્ચા કરવાની માગ પર વિપક્ષ એકજૂથ છે. વિપક્ષ સંસદની કાર્યવાહી ખોરવી રહ્યો નથી પરંતુ ફક્ત તેની જવાબદારી નિભાવી રહ્યો છે. સરકાર દેશની લોકશાહીના આત્મા પર પ્રહાર કરી રહી છે. સંસદમાં વિપક્ષના અવાજને કચડવામાં આવી રહ્યો છે.અમે ફક્ત એક સવાલ કરીએ છીએ કે શું સરકારે પેગાસસ સ્પાયવેર ખરીદીને દેશના નાગરિકો પર જાસૂસી કરી છે? અમે આ મામલે કોઇ સમાધાન કરવાના નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
186048
Views
47616
Views
34260
Views
29000
Views