જામનગર તા. ૧૨ઃ જામનગરના સુમેરકલબ રોડ પર ગયા શનિવારે સ્કૂટર પરથી પછડાઈ પડેલા એક પ્રૌઢનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. જ્યારે દડિયા પાસે એક મોટરે અકસ્માત સર્જતા મહિલા તથા બાઈકચાલક ઘવાયા છે અને સુભાષબ્રિજ પાસે ઈકોએ સાયકલને હડફેટે લેતાં એક વૃદ્ધનો પગ ભાંગી ગયો છે.