જામનગર તા. ૭ઃ ભારતમાં કોરોના મહામારીના કપરા સમયમાં યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીને ધ્યાને લઈને ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ભારતમાંથી ૨૦૦ અને ગુજરાતમાંથી પાંચ યુવા નેતાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ દિલ્હીમાં પક્ષના મુખ્ય કાર્યાલયમાં યોજાયો હતો.