જામનગર તા. ૧૦ઃ જામનગરના રેલવે સ્ટેશન પાસેના ઓવરબ્રીજ પરથી ગઈકાલે સવારે જામજોધપુરના સતાપર ગામના એક લોહાણા યુવાને અગમ્ય કારણસર મોતની છલાંગ લગાવી હતી. આ યુવાનનું બન્ને પગ તેમજ માથા, કપાળમાં ઈજા થવાથી સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધી આત્મહત્યા પાછળનું કારણ જાણવા