જામનગર તા. ૧૭ઃ ભાણવડના પાછતર ગામના એક યુવાનની પાંચ વર્ષ પહેલાં થયેલી સગાઈ તોડી નાખવા માટે સામેવાળા પક્ષે તજવીજ કરતાં માઠું લાગી આવવાથી આ યુવાને ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લીધું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના પાછતરના વાડી વિસ્તારમાં વસવાટ કરતાં વજશીભાઈ નારણભાઈ કારેણા નામના સગર પ્રૌઢના બાવીસ વર્ષના પુત્ર ભાવેશની