Share
। નવી દિલ્હી ।
રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે રેલવે મંત્રાલયે મુંબઇ- અમદાવાદ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટના લોકેશન સર્વે અને જિયોટેક્નિકલ તપાસની કામગીરી પૂરી કરી છે. દેશનો આ એકમાત્ર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. જાપાનની સરકારની નાણાકીય અને કાર્યવાહક સહાય વડે તેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલ માટે નેશનલ હાઇ સ્પીડ કોર્પોરેશન લિમિટેડ નામે સ્પેશિયલ પરપઝ વિહિકલની રચના થઈ છે. નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા લોકેશન સર્વે અને જિયોટેક્નિકલ તપાસની કામગીરી પૂરી કરાઈ છે.
રેલવે મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, વન્યજીવન, કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અને જંગલ વિભાગ તરફથી પણ પ્રોજેક્ટને લીલી ઝંડી મળી ચૂકી છે. થોડા સમય પહેલાં જ રેલવે પ્રધાનપદ સંભાળી ચૂકેલા અશ્વિની વૈષ્ણવે ૧૩ જુલાઈના રોજ પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રોેજેક્ટને સાકાર કરવામાં કોઈ કસર ના રહી જાય તે હેતુસર આ સમીક્ષા કરવામાં આવી હતી. કુલ ૫૦૮.૧૭ કિ.મી.ની લંબાઈ ધરાવતા આ રેલવે કોરિડોર પ્રોજેક્ટ પૈકી ૩૪૮.૦૪ કિ.મી. ટ્રેક ગુજરાતમાં રહેશે, ૧૫૫.૭૬ કિ.મી. ટ્રેક મહારાષ્ટ્રમાં તો ૪.૩ કિ.મી. ટ્રેક દાદરા નગર હવેલીમાં રહેશે. કુલ ૨૭ કોન્ટ્રાક્ટ પેકેજમાં સમગ્ર પ્રોજેક્ટની કામગીરી વહેંચાયેલી છે. હાલમાં સાત પેકેજ કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યા છે ૧૦ પેકેજ માટે બોલીઓ મંગાવવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 24, 2021