Share
। નવી દિલ્હી ।
દેશમાં જૂનના છેલ્લા ૧૫ દિવસમાં દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત તેમજ ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં ચોમાસાનું આગમન થયા પછી છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોમાસાની ગતિવિધિ સ્થગિત થઈ ગઈ છે. ચોમાસું દેશના અન્ય વિસ્તારોમાં આગળ વધતું અટકી ગયું છે. ચોમાસામાં પડેલા આ બ્રેકને કારણે દેશમાં જુદાજુદા પાકનાં વાવેતરમાં અવરોધો સર્જાશે તેવી આશંકા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
IMDએ જણાવ્યું છે કે આગામી ૭થી ૧૦ દિવસ ચોમાસું સક્રિય બને તેવી સંભાવના નહીંવત્ છે. જુલાઈ મહિનામાં ૧૦થી ૧૨ તારીખની આસપાસ તે સક્રિય બનશે અને લાંબાગાળાની સરેરાશ મુજબ ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડશે. ચોમાસું જુલાઈના બીજા અઠવાડિયામાં સક્રિય બને તેવો વરતારો છે.
ખેતીવાડીને માઠી અસર
આવનારા સાત દિવસમાં ચોમાસું ધીમું પડવાને કારણે દેશમાં ખેતીવાડીને માઠી અસર થશે. વાવણીમાં વિલંબ થશે તેમજ સિંચાઈના શિડયુલ્ડ પણ ખોરવાઈ જશે. વીજળીની માગમાં પણ અસાધારણ વધારો થશે. જેમણે વહેલી વાવણી કરી છે તેમણે પાક સુકાઈ ન જાય તે માટે સિંચાઈ દ્વારા પાણી આપવું પડશે. જો કે ડાંગરનાં વાવેતરને તેની ખરાબ અસર થશે નહીં. મધ્ય ભારતમાં સામાન્ય કે તેથી વધુ ૧૦૫ ટકા જેટલો વરસાદ પડી શકે છે. હિન્દ મહાસાગરમાં જો અલ નીનોની સ્થિતિ સર્જાશે તો જુલાઈથી સપ્ટેમ્બરમાં તે ચોમાસાની ગતિવિધિને અસર કરશે તેવી ભીતિ છે.
કાળઝાળ ગરમીમાં શેકાતા દિલ્હી,
પંજાબ,
એમપીના વિસ્તારો
આગામી એક અઠવાડિયા સુધી ઉત્તરપિૃમ ભારતમાં હીટવેવ ચાલુ રહેશે તેવી ધારણા છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, યુપી, નોર્થ રાજસ્થાન, નોર્થવેસ્ટ મધ્યપ્રદેશમાં કેટલાક દિવસ સુધી લોકોને ગરમીમાં રાહત મળશે નહીં. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઉત્તર અને પિૃમનાં કેટલાંક રાજ્યોમાં હજી થોડા દિવસ હીટવેવ ચાલુ રહી શકે છે. આને કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, રાજસ્થાન, યુપી અને એમપીના કેટલાક વિસ્તારો કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે.
મોડી સાંજે દિલ્હીમાં આંધી સાથે વરસાદ
છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમીમાં શેકાતા દિલ્હીવાસીઓને શુક્રવારે સાંજે આંધી સાથે ભારે વરસાદ પડવાથી ગરમીમાં રાહત મળી હતી. શુક્રવારે સાંજે હવામાને અચાનક પલટો લીધો હતો અને વાતાવરણ બદલાયું હતું. ગાઝીયાબાદ, નોઈડા, હરિયાણાનાં કેટલાક શહેરોમાં પણ વરસાદ પડતા લોકોમાં આનંદ વ્યાપ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી આગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગુરુવારે ગરમીએ ૯૦ વર્ષનો રેકોર્ડ તોડયો હતો. શુક્રવારે મંગેશપુરમાં પારો ૪૫.૨ ડીગ્રી અને નઝફગઢમાં ૪૪ તેમજ પીતમપુરામાં ૪૪.૩ ડીગ્રી હતું. દેશમાં વીજળીની માગ રેકોર્ડબ્રેક ૪૩૦૩ મેગા યુનિટ સુધી પહોંચી છે.
પંજાબમાં વીજસંકટ : સરકારી કચેરીઓને સવારના ૮થી બપોરના બે સુધી કામ કરવા આદેશ
ઉત્તરભારતમાં પ્રવર્તી રહેલા હીટવેવના કારણે વીજવપરાશમાં વધારો થતાં પંજાબમાં મોટું વીજસંકટ સર્જાયું છે. પંજાબમાં ગુરુવારે રાત્રે વીજળીની માગ ૧૪,૫૦૦ મેગાવોટ પર પહોંચી જતાં ૧૩૩૦ મેગાવોટ વીજળીની અછત સર્જાઇ હતી. પંજાબના વિવિધ વિસ્તારોમાં ૧૨થી ૧૪ કલાકનો વીજકાપ લદાયો છે. આ સાથે જ સરકારી કચેરીઓને સવારના ૮થી બપોરના બે સુધી જ ચાલુ રાખવાના આદેશ આપ્યા છે. લોકોને ૩ જુલાઈ સુધી એસી બંધ રાખવા અપીલ કરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 2, 2021