comparemela.com


Megharaja's Thunderous Batting In Navsari, 6 Inches Of Rain Fell In Two Hours In Jalalpore
બારેમેઘ ખાંગા:નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, જલાલપોરમાં બે કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો, ગણદેવી અને બીલીમોરાને જોડતા બ્રિજ પર પાણી ફરી વળ્યા
નવસારી13 કલાક પહેલા
કૉપી લિંક
ગણદેવી અને બીલીમોરાને જોડતા આ બ્રિજ પર પાણી ફરી વળ્યાં
બ્રિજની બીજી બાજુ રહેતા લોકોનો ગણદેવી નગરથી સંપર્ક તૂટ્યો
નવસારી જિલ્લામાં છેલ્લા અનેક દિવસોથી બફારા અને ગરમીથી ત્રાસેલા લોકોને રાહત મળી છે રાતથી વરસી રહેલા વરસાદને કારણે નવસારી શહેર અને અન્ય તાલુકા રોડ રસ્તા અને ઘરોમાં પાણી ભરાયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ગણદેવી નગરમાં આવેલા બંધારા ઉપર મિંઢોળા નદીના પાણી ફરી વળ્યાં હતા. ચાર ઇંચથી વધુ વરસાદ પડતાં મીંઢોળા ખાડીમાં પાણીનું જળ સ્થળ વધતા લો લાઈન બ્રિજ પાણીમાં ગરકાવ થયું હતું. ગણદેવી અને બીલીમોરાને જોડતા આ બ્રિજ પર પાણી ફરી વળતાં બીજી બાજુ રહેતા લોકોનો ગણદેવી નગરથી સંપર્ક તૂટ્યો હતો.
નવસારી શહેરની વાત કરવામાં આવે તો વિજલપુરના વિઠ્ઠલ મંદિર શિવાજી ચોક અને શ્રુશૂશા સર્કલ પાસે પાણી ભરાતા વાહન ચાલકોને માર્ગથી પસાર થવાની મુશ્કેલીઓ ઊભી થઇ હતી જેને લઇને વહેલી સવારે કામ ધંધા નથી જતા વર્ગને બે કલાક વધુ સૌથી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
નવસારી જિલ્લામાં રાત્રિના 2 થી સવારે 10 સુધીનો વરસાદ
નવસારી આઠ ઈંચ
જલાલપોર આઠ ઈંચ
ગણદેવી સાડા નવ ઈંચ
ચીખલી આઠ ઈંચ
ખેરગામ સાડા સાત ઈંચ
વાંસદા અડધો ઈંચ
નીચાણવાળા વિસ્તારોમાં પણ ઘરમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મારુતિ નગર, કાશીવાડી, દશેરા ટેકરી, તીઘરા, તરોટ બાઝર અને સેન્ટ્રલ બેન્ક પાસેનો રસ્તો બ્લોક થયો હતો. જ્યારે ચારપુલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયા હતાં. સમગ્ર શહેરમાં ઘૂંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ઉભી થઇ હતી.
વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાના બે કલાકમાં વલસાડના ઉમરગામમાં 8.46 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દમણમાં છેલ્લા 24 કલાકમાં 9.48 ઇંચ વરસાદ વરસ્યો છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Navsari ,Gujarat ,India ,Temple Shivaji ,Dussehra Hill , ,Navsari District ,Law Line Bridge ,நாவ்சரி ,குஜராத் ,இந்தியா ,நாவ்சரி மாவட்டம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.