MBBS Second Year Exams Postponed Due To Ragging Incident Of 60 Students
વડોદરા કોલેજ રેગિંગ કેસ:MBBSમાં SYની પરીક્ષા મોકૂફ, રેગિંગના 30 કલાક બાદ પણ કોઇ લેખિત ફરિયાદ નહીં!
વડોદરા17 કલાક પહેલા
કૉપી લિંક
એન્ટિ રેગિંગ કમિટીની બેઠક મળી હતી.
પોલીસને CCTV ફૂટેજ અપાશે, આજેે રજિસ્ટ્રાર અને વિદ્યાર્થીઓનાં માતા-પિતાને બોલાવાશે
ગોત્રી જીએમઇઆરએસ કોલેજની રેગિંગની ઘટનામાં સત્તાધીશોને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. શનિવારે મેડિકલ કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા 60 વિદ્યાર્થીનું ઉઠક-બેઠક કરાવી રેગિંગ કરાયું હતું. આ ફૂટેજ કોલેજ સત્તાધીશો દ્વારા પોલીસને અપાયા છે. ફૂટેજમાં ભોગ બનેલો સાઇકોલોજિકલ ટ્રીટમેન્ટ લેતો એક વિદ્યાર્થી ઉઠક-બેઠક બાદ ઢળી પડે છે. જ્યારે અન્ય વિદ્યાર્થીને ઊલટી થઈ હતી. રવિવારે એન્ટી રેગિંગ કમિટી સહિત ગોત્રી કોલેજ ડીન, હોસ્પિટલ સુપરિન્ટેન્ડેન્ટ અને અન્ય પ્રાધ્યાપકોની બેઠક યોજાઈ હતી.
ગોત્રી મેડિકલ કોલેજની ફાઇલ તસવીર
જ્યારે સેકન્ડ યર એમબીબીએસની પરીક્ષા પોસ્ટપોન કરાઈ છે. શનિવારે રેગિંગ માટે જવાબદાર 2 રેસિડન્ટ તબીબ ડો. નૈતિક પટેલ અને ડો. ભાર્ગવ બલદાણિયાને છૂટા કરાયા છે. કોલેજનાં ડીન ડો. વર્ષા ગોડબોલેએ કડક પગલાં લેવાનું જણાવી કહ્યું કે, અમે ગોરવા પોલીસને જાણ કરી છે અને ફૂટેજ આપીશું. પીઆઇને પત્ર પાઠવ્યો છે. સોમવારે વિદ્યાર્થીઓનાં માતા-પિતાને બોલાવાશે.’કોલેજમાં સિનિયરોનો ખોફ એટલો ફેલાયો છે કે, રેગિંગના 30 કલાક બાદ પણ કોઇ વિદ્યાર્થીએ લેખિત ફરિયાદ કરવાની હિંમત કરી નહીં. ગોરવા પીઆઇએ જણાવ્યું કે, ‘અમને ફૂટેજ અપાયા નથી. સોમવારે કોલેજની બેઠક મળ્યા તેઓ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.’
રેગિંગનું કારણ દૂધની થેલી કે પછી કંઈ બીજું?
સૂત્રોએ જણાવ્યું કે, ‘અઠવાડિયા અગાઉ બીજા વર્ષના એક વિદ્યાર્થીને કેટલાક સિનિયરોએ દૂધની થેલી લાવવા હુકમ કર્યો હતો.જેની વિદ્યાર્થીએ અવગણના કરી હતી. આ મુદ્દે સિનિયર અને જુનિયરોની બેઠક બોલાવાતાં જુનિયરો ઊભા થઇ નીકળી ગયા હતા. આ જ હોસ્ટેલમાં ગેરકાયદે રહેતા એક પૂર્વ વિદ્યાર્થીએ ડો. નૈતિક પટેલ અને ડો. ભાર્ગવ બલદાણિયા સાથે મળી ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને ઉઠાડ્યા અને સેકન્ડ યરના વિદ્યાર્થીઓને ભેગા કરવા જણાવ્યું હતું. ત્યારબાદ રેગિંગ થયું હતું. દૂધની થેલી ઉપરાંત કોઇ કારણ બહાર આવ્યું નથી.
30 કલાક બાદ પણ સત્તાધીશો સ્પષ્ટતા કરી શક્યા નથી
1. રેગિંગ બાદ લાઇબ્રેરી બંધ કરવાનું કારણ શું?ત્યાં એ રાત્રે કયા મુદ્દે ખટરાગ થયો હતો
2. માત્ર 15 વિદ્યાર્થીની પૂછપરછ કરાઈ. લેખિત કમ્પ્લેઇન કેમ ન લેવાઈ ? સેકન્ડ યરનો CR રવિવારે સત્તાધીશોને મળવા આવ્યો હતો.
3. સવારે 4 વાગ્યાનો બનાવ વિદ્યાર્થીઓ જમવા ગયા પછી બન્યો હતો. 4 વાગ્યે વિદ્યાર્થીઓ ક્યાં જમવા ગયા હતા અને કોણે જવા દીધા?
4. રેગિંગ વખતે સિક્યુરિટીવાળા ક્યાં હતા? તેમનાં નિવેદનો કેમ ન લેવાયાં?
અન્ય સમાચારો પણ છે...