comparemela.com


Share
મુંબઇમાં કોરોના મહામારી બાદ અતિભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. શુક્રવારે ૧૦ ઇંચ વરસાદના મારામાંથી માંડ ઉગરેલી મુંબઇ નગરીમાં શનિવારે રાત્રે અતિભારે વરસાદ પડતાં સર્જાેયેલા ભૂસ્ખલનના કારણે દીવાલો અને મકાનો ધસી પડતાં ઓછામાં ઓછા ૩૦ લોકોનાં મોત થયાં હતાં. મુંબઇના ચેમ્બુરના માહુલ વિસ્તારમાં શનિવારે મધરાત બાદ રાતના એક કલાકે ભારતનગર વસાહતમાં પર્વત પરથી થયેલા ભૂસ્ખલનના કારણે એક દીવાલ ધરાશાયી થઇ કેટલાંક મકાનો પર પડતાં દટાઇ જવાના કારણે ૨૧ લોકોનાં મોત થયાં હતાં. દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૭ લોકોને નજીકની રાજાવાડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. ત્યાર બાદ રાતના ૨ઃ૩૦ કલાકે મુંબઇના વિક્રોલી વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ૬ ઝૂંપડીઓ દટાઇ જતાં તેમાં રહેતાં ૭ લોકોનાં મોત થયાં હતાં અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. ભાંડુપ વિસ્તારમાં વનવિભાગની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં દટાઇ જવાના કારણે ૧૬ વર્ષના સગીરનું મોત થયું હતું.
અંધેરીમાં એક મીઠાઇની દુકાનમાં વીજળીનો કરંટ લાગવાના કારણે એક યુવાનનં મોત થયું હતું.  (અનુસંધાન પેજ ૧૩ પર)
મુંબઇમાં શનિવારે સાન્તાક્રુઝ સ્થિત ભારતીય હવામાન વિભાગની ઓબ્ઝર્વેટરી ખાતે ૨૩૫ મીમી (૯.૨૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. રવિવારે છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪.૫ મીમી (૮.૦૫ ઇંચ) વરસાદ પડયો હતો. સમગ્ર મુંબઇ શહેર અને પરાવિસ્તારોમાં રવિવાર સવાર સુધીમાં ૧૮૦ મીમીથી ૨૭૦ મીમી સુધી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પરોઢે ૩ઃ૩૦ કલાક સુધીમાં મુંબઇના તમામવિસ્તારોમાં ૧૫૦ મીમી કરતાં વધુ વરસાદ થયો હતો જેના કારણે સંખ્યાબંધ વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં હતાં. આઇઆઇટી બોમ્બેના હવામાન નિષ્ણાતે જણાવ્યું હતું કે, મુંબઇમાં શનિવારે મધરાતથી રવિવાર પરોઢના ૩ વાગ્યા સુધીના ફક્ત ૩ કલાકના ગાળામાં ૨૫૦ મીમી કરતાં વધુ વરસાદ વરસ્યો હતો અને રવિવાર સવાર સુધીમાં ૩૦૫ મીમી સુધી પહોંચી ગયો હતો.   ભારતીય હવામાન વિભાગે મુંબઇમાં કેટલાક સ્થળોએ ભારેથી  અતિભારે વરસાદની સંભાવના જોતાં રેડ એલર્ટની જાહેરાત કરી છે.
લોકલ ટ્રેનો રવિવારે સવારે રદ કરી દેવાઈ, ૧૧૮ રૃટ પર બેસ્ટની બસો ડાયવર્ટ કરાઈ
અતિભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર અને સ્ટેશનો પાણીમાં ગરકાવ થઇ જતાં પિૃમ રેલવે અને મધ્ય રેલવેએ મુંબઇની સબર્બન ટ્રેન સેવા બંધ કરી દીધી હતી. લાંબા અંતરની ઘણી ટ્રેનો રદ કરી દેવાઇ હતી અથવા અલગ અલગ સ્ટેશનો પર રોકી રખાઇ હતી. રેલવે ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ સબર્બન ટ્રેન સેવા ફરી શરૃ કરાઇ હતી. મુંબઇમાં ૩૪ જેટલા વિસ્તારો જળબંબાકાર થઇ જતાં ૧૧૮ રૃટ પર બેસ્ટની બસો ડાયવર્ટ કરી દેવાઇ હતી. મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મધરાતથી સવારના ૫ઃ૨૪ કલાક સુધી ફ્લાઇટ ઓપરેશન રદ કરી દેવાયાં હતા જેના કારણે ૯ ફ્લાઇટ અન્ય શહેરો તરફ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી.
મહારાષ્ટ્ર સરકારે મૃતકોના વારસોને રૃપિયા પાંચ લાખની સહાય જાહેર કરી
મુંબઇમાં ભૂસ્ખલન અને દીવાલો ધસી પડવાના કારણે થયેલા મોતથી વ્યથિત થયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને રૃપિયા બે લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મુંબઇના ચેમ્બુર અને વિક્રોલીમાં દીવાલો પડવાના કારણે થયેલાં મોતથી ઘણો દુઃખી થયો છું. હું ઇજાગ્રસ્તોની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યો છું. ઇજાગ્રસ્તોને રૃપિયા ૫૦,૦૦૦ની સહાય અપાશે. બીજીતરફ મહારાષ્ટ્ર સરકારે મૃતકોના પરિવારજનોને રૃપિયા પાંચ લાખની આર્િથક સહાય અને ઇજાગ્રસ્તોને વિનામૂલ્યે સારવાર આપવાની ઘોષણા કરી હતી.
મુંબઇ પર છવાયેલાં એવરેસ્ટ કરતાં વધુ ઊંચાઈ ધરાવતાં વાદળોથી રવિવાર સવાર સુધીમાં ૧૮૦ મીમીથી ૨૭૦ મીમી સુધી વરસાદ નોંધાયો. હવામાન નિષ્ણાતો મુંબઇ શહેર પર છવાયેલાં વાદળોથી ઘણા આૃર્યચકિત થયાં હતાં.હવામાન વિભાગના ડોપલર રડાર દ્વારા લેવાયેલી તસવીરો અનુસાર આ મોનસ્ટર થંડરસ્ટોર્મના વાદળોની ઊંચાઇ ૧૮ કિમી અથવા તો ૬૦,૦૦૦ ફૂટ હતી. આ મોનસ્ટર વાદળો રવિવારે ધીમી ગતિથી દક્ષિણ ગુજરાત તરફ આગળ વધ્યાં હતાં.
વોટર પ્યોરિફિકેશન કોમ્પ્લેક્સમાં પાણી ઘૂસી જતાં મુંબઇગરા પાણી માટે ટળવળ્યાં
મુંબઇમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભાંડુપમાં આવેલા વોટર પ્યોરિફિકેશન કોપ્લેક્સમાં વરસાદી પાણી ઘૂસી જતાં કેટલાક કલાકો સુધી મુંબઇને અપાતો પાણીનો પુરવઠો સ્થગિત કરી દેવાયો હતો. બીએમસીએ મુંબઇગરાઓને પાણી ઉકાળીને પીવા સલાહ આપી છે. ભાંડુપનું વોટર કોમ્પ્લેક્સ મુંબઇને પીવાનું પાણી પૂરું પાડતું સૌથી મોટા મથકો પૈકીનું એક છે. વરસાદી પાણી ઘૂસી જવાના કારણે પમ્પિંગ અને ફિલ્ટરેશન પ્રોસેસ કન્ટ્રોલ કરતા ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ ખોટકાઇ જતાં આ સલાહ અપાઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Mumbai ,Maharashtra ,India , ,Train Service ,Mumbai Chhatrapati Shivaji Maharaj International Airport On ,Mumbai Suburban Train Service ,Mumbai Corona ,Nearby Hospital ,Compound Wall ,Mumbai Saturday ,May Given ,Suburban Train Service ,Monday Maharashtra ,Allegro South Gujarat ,மும்பை ,மகாராஷ்டிரா ,இந்தியா ,தொடர்வண்டி சேவை ,மும்பை சத்ரபதி சிவாஜி மகாராஜ் சர்வதேச விமான ஆன் ,மும்பை கொரோனா ,அருகிலுள்ள மருத்துவமனை ,கலவை சுவர் ,மும்பை சனிக்கிழமை ,திங்கட்கிழமை மகாராஷ்டிரா ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.