Share
ઓગસ્ટનો મહિનો એ કેલેન્ડરનો આઠમો મહિનો છે. આ મહિનામાં ગુજરાતી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ માસ બેસી જશે આથી ધાર્મિક દૃષ્ટીએ આ મહિનો ખાસ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકો ઓગસ્ટ મહિનામાં જન્મે છે તેમના સ્વભાવમાં કેટલાક ખાસ ગ્રહોની અસર જોવા મળે છે. સૂર્ય ગ્રહની અસર ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો પર ખાસ જોવા મળે છે. તેમની રાશિ સિંહ રાશિ છે. આ મહિનામાં જન્મેલા દરેક વ્યક્તિ કાર્યમાં સફળતા મેળવતા હોય છે તેમની નેતૃત્વ શક્તિ હંમેશા દેખાય છે.
મિથુન અને કન્યા રાશિના લોકો તેમના સારા મિત્રો છે. ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો વહીવટી નોકરીઓમાં સફળતા મેળવતા હોય છે. તેઓ કોઈપણ વસ્તુને પોતાની બાજુએ ફેરવવાનું સારી રીતે જાણે છે. તેમની વાણી પરથી તેમની ચતુરાઈ સ્પષ્ટ જોઈ શકાય છે.
ઓગસ્ટ મહિનામાં જન્મેલા લોકો સ્વભાવે કંજૂસ હોય છે. તેમનો આ સ્વભાવ તેમને સમૃદ્ધ બનાવે છે. આ મહિનામાં જન્મેલા લોકો બુદ્ધિશાળી હોય છે. તેઓ બુદ્ધિના બળ પર, સમાજમાં એક અલગ અસર છોડે છે. આ જાતકોને સમાજની ભલાઈના કાર્યોમાં ઘણી સક્રિયતા જોવા મળે છે. જો કે સ્વાર્થવાળો સ્વભાવ હોવાથી ગમે તે વાતમાં ક્યાંક ને ક્યાંક પોતની ભલાઇ શોધે.
આ લોકો વધુ લોકો સાથે મિત્રતા કરવામાં માનતા નથી. તમે મિત્રોની પસંદગી ખુબ ચીવટથી કરો છો. તે નકારી શકાય નહીં કે તમારી પાસે અદ્ભુત પ્રતિભા છુપાયેલી છે. તમે કલા, સાહિત્ય અને વિવિધ સર્જનાત્મક શૈલીમાં તમારી છાપ ઉપસાવો છો. તમારી અંદર સુંદરતાની અદભૂત ભાવના છે તમે તમારી પોતાની ઇચ્છાના ધણી છો. તમે સીધા જ છો. કેટલીકવાર તમારી આ આદત તમને મુશ્કેલીમાં મૂકે છે.
આર્થિક મામલામાં તેઓ ખૂબ ગંભીર હોય છે તમારો પૈસા કમાવવાનો પ્રબળ દૃષ્ટિકોણ છે. તમે તમારા પૈસાનો નાનામાં નાનો હિસાબ રાખો છો. જ્યાં સુધી પ્રેમની વાત છે, તમે સંબંધને વધારે મહત્વ આપતા નથી. કેટલીકવાર સંબંધ કરતાં પૈસા તમને વધુ પ્રિય હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 28, 2021