Kanwar Yatra 2021, Kanwar Yatra In Ujjain, Kanwar Yatra In Haridwar, Facts About Kanwar Yatra In Hindi
શ્રાવણ:કોરોનાના કારણે ગંગોત્રી, યમુનોત્રી, હરિદ્વાર અને ઉજ્જૈનની પ્રસિદ્ધ કાવડ યાત્રા રદ, કાવડમાં જળ ભરીને શિવપૂજા કરવાની પરંપરા છે
12 કલાક પહેલા
કૉપી લિંક
હિંદી પંચાંગ પ્રમાણે આજથી શિવપૂજાનો મહિનો શ્રાવણ શરૂ થઈ ગયો છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થશે. આ મહિનામાં ભક્તો કાવડ યાત્રા કરે છે. કાવડ યાત્રામાં સામેલ કાવડિઓ કેસરી રંગના કપડા પહેરે છે. ખાસ કરીને ગોમુખ, ગંગોત્રી, ઇલાહાબાદ, હરિદ્વાર, ઉજ્જૈન જેવા તીર્થ સ્થાનોથી શિવ ભક્ત કવાડમાં ગંગાજળ ભરે છે અને વિવિધિ શિવ મંદિરમાં અભિષેક કરવા માટે પગપાળા યાત્રા કરે છે.
દેશભરમાં અનેક જગ્યાએ કાવડ યાત્રાઓ કાઢવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે મોટાભાગની જગ્યાએ કાવડ યાત્રા કાઢવા અંગે શાસને પ્રતિબંધ લગાવી દીધો છે. દર વર્ષે હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં લઈ જાય છે અને શિવલિંગ ઉપર અર્પણ કરે છે, પરંતુ આ વખતે ભક્તોને કાવડ યાત્રા માટે હરિદ્વાર જવાની ના પાડવામાં આવી છે.
દર વર્ષે હરિદ્વારથી લાખો ભક્ત કાવડમાં ગંગાજળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના શિવ મંદિરમાં લઈ જાય છે અને શિવલિંગ ઉપર અર્પણ કરે છે, પરંતુ આ વખતે ભક્તોને કાવડ યાત્રા માટે હરિદ્વાર જવાની ના પાડવામાં આવી છે
કાવડ યાત્રા પણ શિવપૂજા કરવાની એક રીત છે. શ્રાવણ મહિનામાં ભક્ત પવિત્ર નદીઓનું જળ કાવડમાં ભરે છે અને જે શિવ મંદિરમાં તેમની ઊંડી આસ્થા હોય છે, ત્યાં જઈને શિવલિંગ ઉપર જળ ચઢાવે છે. જેવી રીતે થોડા ભક્ત ઉજ્જૈનની શિપ્રા નદીથી કાવડમાં જળ ભરે છે અને ત્યાંથી લગભગ 140 કિમી દૂર ઓંકારેશ્વર જ્યોર્તિલિંગમાં ચઢાવે છે. થોડા ભક્તો ઓંકારેશ્વર પાસે નર્મદા નદીથી જળ ભરે છે અને ઉજ્જૈનના મહાકાળેશ્વર જ્યોર્તિલિંગ ઉપર જળ ચઢાવે છે.
- પં. મનીષ શર્મા, જ્યોતિષાચાર્ય, ઉજ્જૈન
દર વર્ષે શ્રાવણ મહિનામાં દેશભરથી કાવડ યાત્રા કાઢવા માટે ભક્તો ગંગોત્રી પહોંચે છે. ગંગોત્રીથી કાવડમાં જળ ભરીને પોત-પોતાના ક્ષેત્રના જ્યોતિર્લિંગમાં ગંગા જળ ચઢાવવા માટે કાવડ યાત્રા કરે છે. આ વર્ષે કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે કાવડ યાત્રા રથ કરી છે.
- સુરેશ સેમવાલ, અધ્યક્ષ, ઉત્તરાખંડ ગંગોત્રી મંદિર
યમુનોત્રી ધામથી દર વખતે હજારો ભક્ત દેશભરથી પહોંચે છે અને યમુના નદીનું જળ કાવડમાં લઇને પોત-પોતાના ક્ષેત્રના શિવાલય સુધી લઈ જાય છે. ઘણાં લોકો પગપાળા યાત્રા કરે છે, થોડા લોકો પોત-પોતાના વાહન દ્વારા જળ લઇને જાય છે. આ વખતે શાસને ક્ષેત્રમાં યાત્રા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
- કૃતેશ્વર ઉનિયાલ, સચિવ, યમુનોત્રી ધામ મંદિર
બિહારના મોટાભાગના કાવડ યાત્રી દેવધર પાસે સુલ્તાનગંજમાં ગંગા નદીથી જળ કાવડમાં ભરે છે અને ઝારખંડના બાબા બૈજનાથ મંદિરમાં શિવજીનો અભિષેક કરવા માટે પગપાળા યાત્રા કરે છે. સુલ્તાનગંજથી બૈજનાથ ધામનું અંતર લગભગ 110 કિમી છે. આ વખતે કોરોનાના કારણે અહીં પણ કાવડ યાત્રા ટાળવામાં આવી છે.
- ગોકુલ દુબે, બિહાર
કાવડ યાત્રાથી ભક્તોના મનમાં સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે.
કાવડ યાત્રા સાથે જોડાયેલાં ફેક્ટ્સઃ-
માન્યતા છે કે દેવશયની એકાદશી પછી બધા દેવતા શયન કરે છે, પરંતુ શ્રાવણ મહિનામાં શિવજી પોતાના ભક્તો ઉપર વિશેષ કૃપા વરસાવે છે. આ મહિનામાં કાવડ યાત્રા કાઢવાનું વિશેષ મહત્ત્વ છે. કાવડ યાત્રાથી ભક્તોના મનમાં સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે.
કાવડ યાત્રી માટે નશો વર્જિત રહે છે. માંસ-મદિરાનું સેવન પણ કરવામાં આવતું નથી.
સ્નાન કર્યા વિના કાવડ યાત્રી કાવડને સ્પર્શ કરી શકતા નથી. યાત્રા કરતી સમયે તેલ, સાબુ, કાંસકો અને અન્ય શ્રૃંગાર સામગ્રીનો ઉપયોગ પણ કાવડ યાત્રી કરી શકતા નથી.
કાવડ યાત્રી માટે પલંગ ઉપર સૂવું કે બેસવું વર્જિત રહે છે. ચામડાથી બનેલી કોઈ વસ્તુનો સ્પર્શ તથા રસ્તામાં કોઈ વૃક્ષ કે ઝાડ નીચે કાવડ રાખવામાં આવતું નથી.
કાવડ યાત્રા સાથે જોડાયેલી માન્યતાઃ-
કેટલાંક લોકો એવું પણ માને છે કે સૌપ્રથમ ત્રેતાયુગમાં શ્રવણ કુમારે કાવડ યાત્રાની કરી હતી. શ્રવણકુમારના અંધ માતા-પિતાએ હરિદ્વારમાં ગંગાસ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. શ્રાવણકુમારે તેમના માતાપિતાની તે ઈચ્છા પૂરી કરી. માતા-પિતાને કાવડમાં બેસાડીને હરિદ્વારમાં સ્નાન કરાવ્યું. કહે છે કે પરત ફરતી વખતે શ્રવણ કુમાર કાવડમાં જ ગંગાજળ લાવ્યા અને શિવલિંગને તે અર્પણ કર્યું. બસ, અહીંથી જ કાવડ યાત્રાની શરૂઆત થઈ.
અન્ય સમાચારો પણ છે...