July 2021; Shopping Shubh Muhurat Dates Update | Auspicious Days For Purchase New Car, House Property, Gold, And More
શુભ મુહૂર્ત:જુલાઈમાં ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 31માંથી 17 દિવસ શુભ સંયોગ રહેશે
19 કલાક પહેલા
કૉપી લિંક
આ મહિને 11 અને 30 જુલાઈના રોજ મોટા શુભ યોગ રહેશે, વાહન ખરીદદારી માટે 4 વિશેષ મુહૂર્ત રહી શકે છે
જુલાઈમાં 31માંથી 17 દિવસ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે વિશેષ શુભ મુહૂર્ત બની રહ્યા છે. તેમાં રવિયોગ, સર્વાર્થસિદ્ધિ, અમૃતસિદ્ધિ, ત્રિપુષ્કર, દ્વિપુષ્કર અને રવિપુષ્ય જેવા મોટા યોગ બનશે. આ મહિને વાહન ખરીદદારી માટે 2, 7, 26 અને 29 જુલાઈના રોજ વિશેષ યોગ બની રહ્યો છે. સાથે જ, પ્રોપર્ટી ખરીદદારી માટે 9 અને 29 જુલાઈએ વિશેષ શુભ દિવસ રહેશે. તિથિ, વાર અને નક્ષત્રો મળીને બનતા આ શુભ યોગ દરમિયાન કરવામાં આવતા કાર્યોમાં સફળતા અને ફાયદો મળી શકે છે.
11 અને 30 જુલાઈ વિશેષ શુભઃ-આ મહિને 11 જુલાઈના રોજ એકસાથે રવિ પુષ્ય નક્ષત્ર, રાજયોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ આવવાથી બધા કામ વિશેષ ફળદાયી રહેશે. પુરૂના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં દરેક પ્રકારની ખરીદદારી ચીર સ્થાયી અને સમૃદ્ધ આપનારી રહે છે. આ યોગમાં સોનુ, ચાંદી, ઘરેણાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદદારીનું વિશેષ મહત્ત્વ રહે છે. ત્યાં જ, 30 જુલાઈના રોજ ત્રણ યોગ અમૃતસિદ્ધિ, સર્વાર્થસિદ્ધિ અને રવિયોગનો સંગમ રહેશે.
જ્યોતિષ વિદ્વાનો પ્રમાણે સર્વાર્થસિદ્ધિ યોગમાં કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ, ઘરેણાની ખરીદદારી અને વેચાણ કરવું જોઈએ
સર્વાર્થસિદ્ધિ યોગઃ- 2, 4, 6, 7, 11, 24, 29 અને 30 જુલાઈના રોજ આ યોગ બની રહ્યો છે. આ વિશેષ સંયોગ તિથિ, વાર અને નક્ષત્રોને મળીને બને છે. જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત ચિંતામણિમાં જણાવવામાં આવ્યું છે કે આ શુભ યોગમાં કરવામાં આવતું દરેક કામ સફળ અને ફાયદો આપનાર રહે છે. જ્યોતિષ વિદ્વાનો પ્રમાણે આ યોગમાં કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ, ઘરેણાની ખરીદદારી અને વેચાણ કરવું જોઈએ. જોબ કે બિઝનેસના ખાસ કામ પણ આ મુહૂર્તમાં શરૂ કરી શકો છો.
અમૃતસિદ્ધિ યોગઃ 2 અને 30 જુલાઈના રોજ આ શુભ સંયોગ બની રહ્યો છે. નામ પ્રમાણે આ શુભ યોગમાં કરવામાં આવતા કામ લાંબા સમય સુધી ફાયદો આપે છે. અમૃતસિદ્ધિ યોગમાં કરવામાં આવતા દાન અને પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે. આ યોગમાં માંગલિક કાર્યો કરવામાં આવી શકે છે. બિઝનેસને લગતા સમજોતા, નોકરી માટે આવેદન, જમીન, વાહન, કિંમતી ધાતુઓની ખરીદદારી અને વિદેશ યાત્રા આ શુભ મુહૂર્તમાં કરવી જોઈએ.
દ્વિપુષ્કર યોગ વાર, તિથિ અને નક્ષત્રને મળીને બનતો એવો યોગ છે, જેમાં એકવાર કરવામાં આવતું કામ ફરીથી કરવાનો યોગ બને છે
દ્વિપુષ્કર યોગઃ આ મહિને આ શુભ યોગ માત્ર એક જ દિવસ રહેશે. 25 જુલાઈના આ યોગ બનશે. દ્વિપુષ્કર યોગ વાર, તિથિ અને નક્ષત્રને મળીને બનતો એવો યોગ છે, જેમાં એકવાર કરવામાં આવતું કામ ફરીથી કરવાનો યોગ બને છે. એટલે આ મુહૂર્તમાં કોઈપણ શુભ કામ, રોકાણ, બચત, ખરીદદારી અને ફાયદો આપતું કામ કરવું જોઈએ. બસ સાવધાની એ જાળવવી કે આ યોગ દરમિયાન કોઈ અશુભ કે એવું કામ કરવું જોઈએ નહીં, જેમાં નુકસાન થવાની શક્યતાઓ હોય.
ત્રિપુષ્કર યોગઃ 6 જુલાઈના આ શુભ યોગ બની રહ્યો છે. આ યોગ દ્વિપુષ્કર જેવો જ હોય છે. આ શુભ મુહૂર્ત ત્રણ ગણો ફાયદો આપનાર હોય છે. એટલે તેને ત્રિપુષ્કર કહેવામાં આવે છે. કેમ કે, આ યોગ દરમિયાન કરવામાં આવતા કામને બે વાર ફરી કરવા પડે છે. આ પ્રકારે આ કામનો ત્રણગણો ફાયદો મળે છે. આ યોગમાં પણ સાવધાની રાખવી જોઈએ કે કોઈ અશુભ કે એવું કામ કરવું જોઈએ નહીં, જેમાં નુકસાન થવાની શક્યતાઓ હોય.
રવિ પુષ્ય યોગઃ 11 જુલાઈ, રવિવારે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોવાથી રવિપુષ્ય યોગ બનશે. જ્યોતિષના મુહૂર્ત ગ્રંથો પ્રમાણે તેમાં દરેક પ્રકારના કામ કરવામાં આવી શકે છે. તેને ગુરુ પુષ્ય યોગ જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. રવિ પુષ્ય યોગમાં ઔષધીઓની ખરીદદારી કે દાન કરવું શુભ હોય છે. માન્યતા પ્રમાણે આવું કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.
અન્ય સમાચારો પણ છે...