John Abraham's 'Satyamev Jayate 2' Hopes To Make Money On Single Screens
ભાસ્કર સિને પ્રીમિયર:જ્હોન અબ્રાહમની 'સત્યમેવ જયતે 2'ને સિંગલ સ્ક્રીન્સ પર કમાણીની આશા
મુંબઈ12 કલાક પહેલાલેખક: મનીષા ભલ્લા
કૉપી લિંક
જ્હોન અબ્રાહમની ફિલ્મ નાના સેન્ટર પર વધુ ચાલતી હોય છે.
બોલિવૂડના ઘણાં એવા સ્ટાર્સ છે, જેમની ફિલ્મ સિંગલ સ્ક્રીનમાં ધમાલ મચાવી દે છે. જ્હોન અબ્રાહમની ફિલ્મ 'સત્યમેવ જયતે 2' આવી જ એક ફિલ્મ છે. માનવામાં આવે છે કે આ ફિલ્મ જ્યારે પણ રિલીઝ થશે ત્યારે પ્રોડ્યૂસર તથા સ્ક્રીન ઓનર્સને ફાયદો કરાવશે. આ જ આશામાં આ ફિલ્મ થિયેટર ક્યારે ખુલે તેની રાહમાં છે.
આત્મવિશ્વાસ એટલો હતો કે સલમાન સામે ટક્કર લેવા તૈયાર
કોરોનાની બીજી લહેર પહેલાં જ્યારે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થતી હતી ત્યારે 'સત્યમેવ જયતે 2' ઈદના દિવસે સલમાનની 'રાધે' સામે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મેકર્સને વિશ્વાસ હતો કે સલમાનની ફિલ્મ હોવા છતાંય 'સત્યમેવ..' બોક્સ ઓફિસ પર દમદાર પ્રદર્શન કરશે.
ત્રણ વર્ષ બાદ પાર્ટ 2 આવી રહ્યો છે
'સત્યમેવ જયતે' 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જ્હોનની સાથે મનોજ વાજપેઈ હતો. જ્હોનના સિરિયલ કિલર અંદાજને ચાહકોએ પસંદ કર્યો હતો. ફિલ્મ 2500 સ્ક્રીન પર રિલીઝ થઈ હતી.
38 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 79 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને બીજો ભાગ બનાવવામાં આવ્યો. જોકે, ફિલ્મના પહેલાં ભાગ સાથે બીજા ભાગને કોઈ સંબંધ નથી. ફિલ્મની વાર્તા નવી છે.
જ્હોન પહેલી જ વાર ડબલ રોલમાં
'સત્યમેવ જયતે 2'ની સૌથી ખાસ વાત એ છે કે જ્હોન ડબલ રોલમાં જોવા મળશે. જ્હોન પોતાની કરિયરમાં પહેલી જ વાર ડબલ રોલમાં જોવા મળશે. એક રોલમાં તે સીધો સાદો વ્યક્તિ છે તો બીજા રોલમાં દમદાર એક્શન કરતો જોવા મળશે.
મિલાપ ઝવેરીને વધુ એક તક
ડિરેક્ટર તરીકે મિલાપ ઝવેરીની 'સત્યમેવ જયતે' બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. કરિયરમાં મિલાપ ડિરેક્ટર કરતાં રાઇટર તરીકે વધુ સફળ રહ્યો છે. રાઇટર તરીકે મિલાપે 'શૂટ આઉટ એટ વડાલા', 'દેસી બોય્ઝ', 'ગ્રાન્ડ મસ્તી', 'એક વિલન', 'હાઉસફુલ', ' હે બેબી' જેવી ફિલ્મ લખી છે. 'સત્યમેવ જયતે 2' પણ મિલાપે જ લખી છે.
OTT કરતાં થિયેટરમાં વધુ ફાયદો
ફિલ્મ ડિરેક્ટર મિલાપ ઝવેરીએ ફિલ્મ રિલીઝ અંગે કંઈ પણ કહેવાની ના પાડી હતી. ફિલ્મ સાથે જોડાયેલા સૂત્રોના મતે, ભાગ એકની સફળતા પછી મેકર્સને આશા છે કે થિયેટર રિલીઝથી વધુ ફાયદો મળી શકે છે. ડિજિટલ પ્લેટફોર્મ પર જેટલી પણ ડીલ મળી હતી, તેનાથી વધુ કમાણીની સંભાવના થિયેટર રિલીઝમાં છે.
જ્હોને કહ્યું હતું, ડિજિટલ પ્લેટફોર્મ પર મોટાભાગે બકવાસ ફિલ્મ આવે છે
થોડાં મહિના પહેલાં જ્યારે કેટલીક ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી ત્યારે જ્હોને કહ્યું હતું કે ડિજિટલ પ્લેટફોર્મ પર સીધી રિલીઝ થનારી ફિલ્મ મોટાભાગે બકવાસ હોય છે. આ ફિલ્મને થિયેટરમાં કંઈ કમાણીની આશા હોતી નથી.
નાના શહેરોમાંથી કમાણીની આશા
ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ વાનખેડેએ કહ્યું હતું કે જ્હોન અબ્રાહની ફિલ્મ B તથા C ટાઉનમાં ચાલે છે. એક્શન તથા વાર્તાને કારણે સિંગલ સ્ક્રીન પણ સારો બિઝનેસ કરે છે. દેશપ્રેમ હોવાને કારણે આ ફિલ્મને ફાયદો થશે. થિયેટર રિલીઝ માટે આ યોગ્ય કેલક્યુલેશન હોઈ શકે છે.
જ્હોનના ચાહકોનો અલગ વર્ગ
ફિલ્મ પ્રોડ્યૂસર તથા ટ્રેડ એનલિસ્ટ ગિરીશ જૌહરે કહ્યું હતું કે જ્હોનનો પોતાનો આગવો ચાહક વર્ગ છે. જ્હોન સિંગલ સ્ક્રીનનો હીરો છે. જ્હોનની 'મુંબઈ સાગા', 'સત્યમેવ જયતે 1', 'બાટલા હાઉસ', 'જિસ્મ', 'અટેક', 'ધૂમ', 'શૂટઆઉટ એટ વડાલા', 'મદ્રાસ કાફે', 'ટેક્સી નંબર 9211' વગેરે ફિલ્મ નાના સેન્ટર પર વધુ ચાલી છે.
અન્ય સમાચારો પણ છે...