comparemela.com


Share
અમદાવાદ સહિત ગુજરાતભરમાં અષાઢી બીજે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે સરકારે લીલીઝંડી આપી છે. ગુરૂવારે સત્તાવાર જાહેરાત કરતા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, ૧૨ જૂલાઈને સોમવારે રથયાત્રાના રૂટ ઉપર કરફ્યુ રહેશે. રથની સમક્ષ શ્રધ્ધાળુઓનુ ટોળુ એકત્ર ન થાય તેના માટે ટીવી, સોસિયલ મિડિયામાં જીવંત પ્રસારણના મધ્યામે દર્શનની થઈ શકશે. સોસિયલ ડિસ્ટન્સ જળવાય તે ઉદ્દેશ્યથી રથયાત્રાના સમગ્ર રૂટ પર પ્રસાદ વિતરણ ઉપર પ્રતિબંધ રહેશે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યુ કે, અમદાવાદ સહિતના સ્થાનિક વહિવટી તંત્રને સબંધિત મંદિર, ટ્રસ્ટ કે આયોજકો સાથે મિટિંગ યોજીને ટૂંકામાં ટૂંકો માર્ગ નક્કી કરવા સુચના આપી છે. યાત્રામાં વધુમાં વધુ પાંચ જ વાહનો જોડી શકાશે. પરંતુ, અખાડા, ટ્રક, હાથી, ભજન મંડળી, બેન્ડ ભાગ લઈ શકશે નહી. આ વાહનો વચ્ચે પણ યોગ્ય અંતર રાખવુ પડશે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના માત્ર ૧૩ કેસ નોંધાયાનું કહેતા તેમણે ઉમેર્યુ કે, હાલમાં ૮૮૪ એક્ટિવ કેસ છે.
નાગરીકોના સહકારથી સરકારી તંત્રએ ચેપના ફેલાવા ઉપર નિયત્રંણ મેળવ્યુ છે પણ કોરોના વાઈરસ ગયો નથી. આથી, સૌએ માસ્ક, સોસિયલ ડિસટન્સ અને સેનિટાઈઝેશનના નિયમનો ચૂસ્ત અમલ કરવો. અત્રે ઉલ્લેખનિય છે કે, ગતવર્ષે અષાઢી બીજે રથયાત્રા યોજવી કે નહી તે અંગે છેલ્લી ઘડી સુધી સરકારે કોઈજ નિર્ણય લીધો નહોતો. પરિણામે હાઈકોર્ટમાં આ અંગે પિટિશન કરવામાં આવી હતી.
જેમાં હાઈકોર્ટે ચુકાદો આપી રથયાત્રા પર  પ્રતિબંધ મૂક્યો હતો. સેકન્ડ વેવ બાદ ચેપનો ફેલાવો ઘટયો છે. આથી, કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો ચૂસ્ત પાલન સાથે સરકારે ગુજરાતમાં ૧૨૭ રથયાત્રા અને ૫૪ શોભાયાત્રાઓને લીલીઝંડી આપી છે. જો કે, નિયંત્રણો વચ્ચે તે ૧૮૧ પૈકી કેટલી યાત્રાઓ યોજાશે તે શનિવારે સ્પષ્ટ થશે. તેમ ગૃહ વિભાગમાંથી જાણવા મળ્યુ છે.
અમિત શાહ મંગળા આરતી,
રૂપાણી-પટેલ પહિંદવિધિ કરશે
અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં વહેલી પરોઢે ગૃહમંત્રી અમિત શાહ પરીવાર સાથે મંગળા આરતી કરશે. બાદમાં, નગરચર્યા પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પહિંદવિધીમાં જોડાશે. ગ.ૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહિથી પ્રસિધ્ધ જાહેરનામામાં રાજ્યભરમાં રથયાત્રા કે શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે અને પુનરાગમન બાદ થતી ર્ધાિમક વિધીમાં સરકારે નક્કી કરેલી સંખ્યાથી વધુ નાગરીકો એકત્ર ન થાય તેના માટે આયોજકોને કાળજી લેવા કહેવાયુ છે.
લાગણીના વહેણમાં ચેપનો ફેલાવો રોકવો પોલીસ સામે મોટો પડકાર
અમદાવાદ, ડાકોર, કડી, વિસનગર, સિધ્ધપુર સહિત જ્યાં પણ રથયાત્રા નિકળે છે એ તમામ વિસ્તારો અત્યંત ગીચ છે. કોરાનાને કારણે પહેલાથી જ સમાજજીવન આસ્થા અને શ્રધ્ધામાં ગળાડુબ છે. આ સ્થિતિમાં અષાઢી બીજે શ્રધ્ધાળુમાં લાગણીના વહેણ સામે નિયમોનુ પાલન કરાવવુ પોલીસ માટે પડકારરૂપ સાબિત થશે. આથી, પોળો- મહોલ્લાઓમાં રથયાત્રાના દિવસે બહારથી સગા-સબંધી, મિત્ર વર્તુળને દર્શન માટે ન બોલાવવા ગૃહમંત્રી જાડેજાએ અપિલ કરી છે.
વેક્સિનેટ ખલાસીને
RT
નો નેગેટિવ રિપોર્ટ આપવો ફરજિયાત
રથયાત્રામાં યાંત્રિક વાહનોના ચાલકોથી લઈને રથ ખેંચનારા ખલાસીઓને ૪૮ કલાક પહેલા RT-PCR ટેસ્સ કરાવવો પડશે. જેનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવશે તો જ રથ ખેંચી શકાશે. તેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવેલો હોવા જોઈએ. રથયાત્રામાં કોઈ પણ સંજોગોમાં ૬૦થી વધુ ખલાસીઓને રાખી નહી શકાય.
AMC
ખાતે મહંત-રથયાત્રાનું સ્વાગત કરવામાં નહીં આવે
શહેરના જમાલપુર સ્થિત જગદીશ મંદિરથી પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી તા. ૧૨મી જુલાઈને સોમવારના રોજ નીકળનાર છે પરંતુ દર વર્ષની જેમ આ રથયાત્રાનું આ વખતે મ્યુનિ. કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મધ્યસ્થ કચેરી ખાતે સ્વાગત કરવામાં નહીં આવે. રાજ્ય સરકારે શહેરમાં કોરોનાની મહામારીના કારણે સંપૂર્ણ રથયાત્રાને બદલે માત્ર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથને જ શહેરની પરિક્રમા માટે મંજૂરી આપી છે અને ત્રણેય રથ માત્ર સરસપુર રણછોડજી મંદિર ખાતે ટૂંકા રોકાણ બાદ ઝડપથી પરત ફરનાર છે તેવી જાહેરાતના પગલે મ્યુનિ. મધ્યસ્થ કચેરી ખાતે મંદિરના મહંત દિલીપદાસજી અને ત્રણેય રથનો સ્વાગત કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે. રથયાત્રા અને મહંતના સ્વાગત માટે દર વર્ષે મ્યુનિ. મધ્યસ્થ કચેરીમાં ચાર-પાંચ દિવસ પહેલાં એસી ડોમ બાંધવામાં આવે છે તે ડોમ બાંધવા પર પાબંધી ફરમાવી દેવામાં આવી છે. આ ડોમ અને સ્વાગત માટે મ્યુનિ. દ્વારા દરવર્ષે રૂ. ૧૮ લાખથી વધુ ખર્ચ કરવામાં આવતો હતો જેની બચત થશે.
પ્રભુ નગરચર્યાએ નીકળશે પણ લોકો માટે આટલા બંધનો રહેશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રાના દર્શન ઘરે રહીને જ કરવા ભકતોને પોલીસ કમિશનર સંજ્ય શ્રીવાસ્તવે અપીલ કરી
રથયાત્રાના દિવસે રૂટ પર સવારના ૭થી બપોરના ૨ વાગ્યા સુધી કરફ્યુ રહેશે
રથયાત્રા રૂટ પર થ્રી-લેયરમાં બેરીકેડીંગ લગાવવામાં આવશે
૨૩૦૦૦ પોલીસ અધિકારી અને કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રહેશે
૨૦-૨૦ ખલાસીઓ રથ ખેંચશે
આઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરફ્યુ રહેશે
કરફયુ દરમ્યાન કોઇપણ વ્યકિત અવર જવર કરશે તો તેની વિરૂદ્ધ ૧૮૮ મુજબ પોલીસ ગુનો નોંધશે
ક્રાઇમ બ્રાન્ચ, ચેતક કમાઉન્ડો સહિત ૨૫૦૦ પોલીસ કર્મીઓ ત્રણેય રથ સાથે તૈનાત રહેશે
જગન્નાથ અને સરસપુર મંદિર ખાતે આંમત્રિત લોકોને જ પરવાનગી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 9, 2021

Related Keywords

Ahmedabad ,Gujarat ,India ,Amit Shah Aarti ,Pradipsinh Jadeja ,Amit Shah ,Jagannath Temple ,Jagdish Temple ,Nitin Patel ,Pankaj Dave ,Office At Temple Mahant ,Crime Branch ,Minister Pradipsinh Jadeja ,Ahmedabad Jagannath Temple ,Minister Amit Shah ,Minister Jadeja Appeals ,Report Giving ,Report Corona ,God Jagannath ,Temple Mahant ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,பிரதிப்சின்ஹ ஜடேஜா ,அமித் ஷா ,ஜெகந்நாத் கோயில் ,ஜெகதீஷ் கோயில் ,நிடின் படேல் ,பங்கஜ் டேவ் ,குற்றம் கிளை ,அமைச்சர் பிரதிப்சின்ஹ ஜடேஜா ,அமைச்சர் அமித் ஷா ,இறைவன் ஜெகந்நாத் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.