comparemela.com


Jagannath Rath Yatra First Chariot Worship, Followed By The Ritual Of Sweeping With A Gold Broom, Then After Adding Horses To The Chariot, The Journey Begins.
જગન્નાથ રથયાત્રા:રવિયોગ, બુધાદિત્ય યોગ અને અખંડ લક્ષ્મીયોગમાં "જય રણછોડ માખણચોરના નાદ" સાથે રથયાત્રા શરૂ થઈ
6 કલાક પહેલા
કૉપી લિંક
આજે સૂર્ય-ગુરૂનો કેન્દ્ર યોગ હોવાથી કોઇ પણ શુભ કામકાજ કરવા માટે આજનો દિવસ લાભદાયી નીવડશે
સ્કંદ પુરાણ આધારિત આજના દિવસે દાન, પુણ્ય, જાપ હોમના સ્વાધ્યાય પિતૃ તર્પણ કરવાનું વિશેષ શુભ કર્મ આજના દિવસે ફળપ્રાપ્તિ થાય છે
અમદાવાદ શહેરમાં આજે 144મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિયંત્રણો સાથે કાઢવામાં આવી રહી છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજી સાથે જમાલપુર ખાતેના મંદિરમાં વહેલી સવારે આરતીનો કાર્યક્રમ સંપન્ન થયા પછી ભગવાનનો રથ ખલાસીઓ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ "જય રણછોડ માખણચોરના નાદ" સાથે કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હિંદુ પંચાંગ મુજબ નૂતન વર્ષ, વસંત પંચમી, ગુડીપડવો, લાભપાંચમ અને અખાત્રીજના દિવસને વણમાગ્યું, વણજોયું, શુકનવંતુ, સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાય છે. જ્યારે ગુજરાત, ઓરિસ્સા, બિહાર અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં ઉપરોક્ત મુહૂર્ત સાથે રથયાત્રા, ધનતેરસ, દશેરા અને ધુળેટી જેવા દિવસને પણ વણમાગ્યું મૂરતની ગણનો સમાવેશ થાય છે.
આજે રવિયોગ ગ્રહ ગોચર સ્થિતિ મુજબ સૂર્ય-બુધનો બુધાદિત્ય યોગ, ચંદ્ર-મંગળનો અખંડ લક્ષ્મીયોગ. ચંદ્ર અને શુક્રની સ્થિતિ શુભ. સૂર્ય-ગુરૂનો કેન્દ્ર યોગ હોવાથી કોઇ પણ શુભ કામકાજ કરવા માટે લાભદાયી નીવડશે. આજના દિવસે લગ્ન પ્રસંગો યોજાશે તેમજ નવા વાહનની ખરીદી થશે ઉપરાત માલ-મિલકતના દસ્તાવેજો કરાશે. સ્કંદ પુરાણ આધારિત આજના દિવસે દાન, પુણ્ય, જાપ હોમના સ્વાધ્યાય પિતૃ તર્પણ કરવાનું વિશેષ શુભ કર્મ આજના દિવસે ફળપ્રાપ્તિ થાય છે.
આજના દિવસે લગ્ન પ્રસંગો યોજાશે તેમજ નવા વાહનની ખરીદી થશે ઉપરાત માલ-મિલકતના દસ્તાવેજો કરાશે
આજ માટે અંકશાસ્ત્ર મુજબ વિચાર કરતાં તા.12 /૦7/2021 સોમવાર જેનો વાંરાક 2 છે
આજની તારીખ દિનાંક=12=1+2=3=ગુરૂ
માસંક=૦7=0+7=7=નેપચ્ચુન
વર્ષ-આંક 2021=2+૦+2+૦=1=બુધ બને છે. આ તારીખનો કુલ સરવાળો 1+2+૦+7+2+૦+2+1=15=1+5=6=શુક્ર
આજની તારીખમાં દિનાંક=૩, માસંક=7 જ્યારે વર્ષ અંક= 5 આવે છે.
આ તારીખમાં આવતા અંકો 1,2,7,આવે છે જેમાં એકી અંક 1, 7 આવે છે જ્યારે બેકી અંક ફક્ત 2 એક જ આવે છે.એકી અંકો પુરૂષ માટે ગણાય છે માટે મિશ્ર અંકોનો સમન્વય થવાથી ભગવાનની રથયાત્રા શાંતિથી સંપન્ન થશે. જેમાં અંક 1= સૂર્ય, અંક 2=ચંદ્ર (Positive), અંક 7=નેપચ્ચુન (Negative) ઉપરોકત અંકોમાં સહસંબધ ધરાવે છે. વિશેષમાં ચંદ્ર અને નેપચ્ચુનના સંબંધ સાથે ભાગ્યાંક થવાથી રથયાત્રાનું સ્વાગત માટે વરસાદ પડી શકે છે. વિશેષમાં બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, શેર બજાર, મિચ્યુઅલ ફંડ ક્ષેત્રેમાં કરેલાં વ્યવહારો આર્થિકમાં ધનલાભ કરી શકે!! ગુપ્ત નવરાત્રિ હોવાથી કોઇ પણ માતાજીની ઉપાસના, આરાધના કે વિષ્ણુ ભગવાનની પૂજા, ગાયત્રી મંત્ર કરવાથી વધુ લાભદાયી નીવડશે. પશુ-પંખીઓને ચણ નાખવું, ગાયને ઘાસ ખવડાવવું, ગરીબોને ભોજન કરાવવું તેનાથી ભાગ્ય ઉન્નતિ થઈ શકે! વેપારીઓ માટે વેપાર વ્યવસાયમાં ધનલાભ થઈ શકે છે.
દેશ, વિદેશમાં રથયાત્રા ભક્તોની લાગણી, પરંપરા અને યોગ્ય માર્ગદર્શનથી ધામધૂમથી ઊજવાય છે જેમાં ક્યારેક કેટલાક નિર્ણયો, ધાર્મિક બાબતો માર્ગદર્શન મંડળ સહયોગી બનતા હોય છે
અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયાના જણાવ્યા પ્રમાણેઃ-
ભગવાન જગન્નાથનો મહિમા, ઉત્સવ, રથયાત્રા દેશ, વિદેશમાં પ્રચલિત છે અને ભક્તજનોમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે જેમા પુરીની રથયાત્રામા ભક્તોની શ્રદ્ધાનો ધોધ વહેતો જોવા મળે છે, એક કથા મુજબ મહારાજ ઈન્દ્રધૂમનને ભગવાન જગન્નાથે મંદિર પાસેના એક વૃક્ષ પાસે કૂવો ખોદાવી તે જળ વડે સ્નાન કરાવવાનું કહ્યું ત્યારે રાજાએ તે મુજબ કુવો બનાવ્યો અને તેની આસપાસ મોહક રંગભૂમિ, શુશોભિત દ્વારા, ધજા, અને ફૂલો, મોતી, અમૂલ્ય રત્નોની સજાવટ કરી ભગવાનને રથમાં બેસાડી કુવાના શીતળ જળને ચંદનથી સુવાસિત કરી સુવર્ણ કુંભ વડે સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરાવ્યા હતાં.
સ્કંદ પુરાણ પ્રમાણે જેઠ સુદ પૂનમ ભગવાન જગન્નાથનો પ્રાગટ્ય દિવસ છે અને આ દિવસે સ્નાનયાત્રા યોજાય છે, ભગવાન જગન્નાથ શ્રીકૃષ્ણ સ્વરૂપ મનાય છે. જેઠ માસની ગરમીને કારણે ભગવાનને તાવ અને નેત્રપીડા થઈ હોવાથી ભગવાન આરામ હેતુ એકાંતમાં રહે છે જ્યાં અંગત સેવક સિવાય અન્યને પ્રવેશ અનુમતિ નથી. પંદર દિવસ બાદ સ્વાસ્થ્યમા સુધારો થવાથી વિભિન્ન ફળો અને ઔષધી અર્પણ કરવામાં આવે છે, બાદમા ભગવાન ભક્તો સમક્ષ પુન:પ્રગટ થાય છે ભક્તોને આ પ્રસંગ અતિશય પ્રિય હોય છે અષાઢ માસની બીજ તિથિએ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રાને રથમાં બેસાડી યાત્રા કરાવવામાં આવે છે જેને ભાવિકો રથયાત્રા તરીકે પણ ઓળખે છે.
દેશ, વિદેશમાં રથયાત્રા ભક્તોની લાગણી, પરંપરા અને યોગ્ય માર્ગદર્શનથી ધામધૂમથી ઊજવાય છે જેમાં ક્યારેક કેટલાક નિર્ણયો, ધાર્મિક બાબતો માર્ગદર્શન મંડળ સહયોગી બનતા હોય છે.
આ સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયા અને એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Orissa ,India ,Ahmedabad ,Gujarat ,Bihare Uttar Pradesh ,Ashish Rawal ,Jagannath Krishna , ,Extra Good ,Monday God ,Uttar Pradesh State ,Issue Sun ,Extra Moon ,Vishnu God ,Guide Board ,Sud First Quarter God ,God Jagannath Krishna ,God Jagannath ,ஓரிஸ்ஸ ,இந்தியா ,அஹமதாபாத் ,குஜராத் ,ஜெகந்நாத் கிருஷ்ணா ,திங்கட்கிழமை இறைவன் ,உத்தர் பிரதேஷ் நிலை ,வழிகாட்டி பலகை ,இறைவன் ஜெகந்நாத் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.