comparemela.com


Share
જમ્મુ એરપોર્ટના એરફોર્સ સ્ટેશન પર આતંકવાદીઓએ ડ્રોન હુમલા બાદ વધુ એક નાપાક હરકતને અંજામ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ એક પોલીસકર્મીના પરિવારને નિશાન બનાવ્યા છે. આતંકીઓએ એસપીઓ ફૈયાઝ અહમદની ગોળી મારી હત્યા કરી દીધી. એસપીઓ, તેમની પત્ની અને દીકરીને આતંકીઓએ ગોળી મારી છે. તેમની પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું છે જ્યારે તેમની દીકરી ગંભીર રીતે ઘાયલ થઇ છે.
Terrorists shot dead a former special police officer (SPO) of Jammu and Kashmir Police in his home at Hariparigam village in Pulwama district
કાશ્મીર ઝોન પોલીસના જણાવ્યા અનુસાર અવંતીપોરામાં હરિપરિગામના એસપીઓ ફૈઝ અહેમદના ઘરમાં ઘૂસીને આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ આતંકી ઘટના સમયે તેઓ તેમની પત્ની અને પુત્રી સાથે હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત અહેમદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીનું સારવાર દરમિયાન મોત થયું. અત્યારે સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
જબરદસ્તી ઘરમાં ઘૂસી આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીએ એસપીઓ ફૈઝ અહેમદના ઘરે બળજબરીથી પ્રવેશ કર્યો હતો અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એસપીઓ સહિત તેમની પત્ની અને પુત્રીને ગોળી વાગી હતી. તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે ફૈઝ અહેમદનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્ની રાજા બેગમનું મોત જીએમસી અનંતનાગમાં થયું હતું. દીકરી રાફિયાને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. તેની હાલત પણ ગંભીર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery

Related Keywords

Jammu ,Jammu And Kashmir ,India , ,Kashmir Ali ,ஜம்மு ,ஜம்மு மற்றும் காஷ்மீர் ,இந்தியா ,காஷ்மீர் அலி ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.