comparemela.com


Is It Treason To Question A Decision Of The Prime Minister Or The Chief Minister? Why Doesn't The Central Government Want To Repeal The Law Made By Whites?
ભાસ્કર એક્સપ્લેનર:શું વડાપ્રધાન કે મુખ્યમંત્રીના કોઈ નિર્ણય પર સવાલ ઉઠાવવા રાજદ્રોહ છે? આખરે ગોરાઓએ બનાવેલ કાયદાને કેન્દ્ર સરકાર ખતમ શા માટે કરવા માગતી નથી?
15 કલાક પહેલાલેખક: રવીન્દ્ર ભજની
કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની સેક્શન 124-Aને પડકારતી અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી બે સપ્તાહમાં જવાબ માગ્યો છે. આ કાયદો રાજદ્રોહના કેસમાં સજા નક્કી કરે છે. સુપ્રીમ કોર્ટ 27 જુલાઈના રોજ તેની કાયદેસરતા પર સુનાવણી કરવાની છે.
મે મહિનામાં મણિપુરના 41 વર્ષીય કિશોરચંદ્ર વાંગખેમચા અને છત્તીસગઢના 53 વર્ષીય કનૈયાલાલ શુક્લાએ અરજી દાખલ કરી હતી. બંને પત્રકાર છે. બંનેની વિરુદ્ધ આ સેક્શન અંતર્ગત કેસ નોંધાયા છે અને બંનેને જેલમાં પણ રહેવું પડ્યું છે. પત્રકારોનો આરોપ છે કે સરકારો ટીકા પણ સાંભળવા તૈયાર નથી. જો કોઈ ટીકા કરે છે તો સેક્શન 124-A અંતર્ગત તેમની ધરપકડ કરી લેવાય છે.
દેશદ્રોહના કાયદાને રદ કરવા પર પ્રથમવાર ચર્ચા છેડાઈ નથી. અગાઉ પણ આના વિશે ખૂબ ચર્ચા થઈ છે. ગત મહિને પત્રકાર વિનોદ દુઆના મામલે પણ સુપ્રીમ કોર્ટે સરકારોની આકરી ઝાટકણી કાઢી હતી. આવો સમજીએ કે આ કાયદો શું છે? ક્યારે લાગુ થયો? સરકારો કઈ રીતે તેનો દુરુપયોગ કરે છે?
IPCની કલમ 124-A આખરે છે શું? તેના પર આટલો હોબાળો શા માટે?
ભારતીય દંડ સંહિતા કે ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 124-Aમાં રાજદ્રોહની સજાનો ઉલ્લેખ છે. પરંતુ એ કેવી રીતે ખ્યાલ આવશે કે કોઈ વ્યક્તિએ રાજદ્રોહ કર્યો છે કે નહીં. તેના પર કાયદામાં રાજદ્રોહ સહિત ચાર સ્ત્રોત જણાવાયા છેઃ બોલાયેલા શબ્દો, લખાયેલા શબ્દો, સંકેત કે કાર્ટૂન, પોસ્ટર અથવા અન્ય કોઈ પ્રકારે પ્રસ્તુતિ. જો દોષ સાબિત થઈ ગયો તો ત્રણ વર્ષની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે. મહત્તમ સજા આજીવન કેદની છે.
આ સેકશનની સાથે ત્રણ સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યા છે. અસંતોષમાં દેશદ્રોહી અને દુશ્મનીની તમામ ભાવનાઓ સામેલ છે. બીજું અને ત્રીજું સ્પષ્ટીકરણ કહે છે કે કોઈપણ વ્યક્તિ સરકારના નિર્ણયો કે ઉપાયો અંગે ટિપ્પણી કરી શકે છે. પરંતુ તેમાં તેનું અપમાન કે નફરત ન હોવી જોઈએ. જો તમે કહ્યું કે આ સરકાર સારી છે પરંતુ વેક્સિન પોલિસી ખરાબ છે તો એ રાજદ્રોહ નથી. પરંતુ જો તમે માત્ર એટલું લખ્યું કે કહ્યું કે સરકારની વેક્સિન પોલિસી ખરાબ છે તો એ રાજદ્રોહ બની શકે છે. હાલના ઉદાહરણો તો આવા જ પ્રકારના જોવા મળી રહ્યા છે.
આ કાયદો કોણે અને શા માટે બનાવ્યો હતો?
1870માં IPC બન્યો અને લાગુ થયો. આ કાયદો જેમ્સ સ્ટીફને લખ્યો હતો. રાજદ્રોહ સાથે સંકળાયેલા કાયદા પર જેમ્સનું કહેવું હતું કે સરકારની ટીકા સહન નહીં થાય. તેણે તો એ નિર્ણય પણ પોલીસ પર છોડી દીધો હતો કે કઈ હરકતને દેશદ્રોહ માની શકાય અને કોને નહીં. સ્પષ્ટ છે કે ગોરાઓ ભારતની આઝાદીના આંદોલનને દબાવવા માગતા હતા અને તેના માટે કાયદો લાવવામાં આવ્યો હતો. જેથી આંદોલનકારીઓને દબાવી શકાય.
આ કાયદા અંગે 1891નો બાંગોબાસી કેસ, 1897 અને 1908માં બાલ ગંગાધર તિલકના કેસ અને 1922માં મહાત્મા ગાંધીના કેસમાં અદાલતોએ કહ્યું કે જરૂરી નથી કે હિંસા ભડકે. જો અધિકારીઓને લાગે છે કે કોઈ નિવેદનથી સરકાર વિરુદ્ધ અસંતોષ ભડકી શકે છે તો રાજદ્રોહ અંતર્ગત ધરપકડ કરીને સજા ફટકારી શકાય છે. તિલકના કેસમાં તો જસ્ટિસ આર્થર સ્ટ્રાચીએ કહ્યું હતું કે અસંતોષ ભડકાવવાની કોશિશ કરવી પણ રાજદ્રોહ છે.
શું મોદીએ કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી કેસ વધ્યા?
હા. આર્ટિકલ-14 ડોટ કોમે 2020માં એક રિસર્ચમાં દાવો કર્યો છે. રિસર્ચ પોર્ટલનો દાવો છે કે 2010થી 2020 દરમિયાન લગભગ 11 હજાર લોકોની વિરુદ્ધ દેશદ્રોહના 816 કેસ નોંધાયા. તેમાં 65% લોકોને મોદીના વડાપ્રધાન બન્યા પછી આરોપી બનાવવામાં આવ્યા. તેમાં વિપક્ષના નેતા, વિદ્યાર્થી, પત્રકાર, લેખક અને શિક્ષણવિદ્દ સામેલ છે.
405 ભારતીયોની વિરુદ્ધ નેતાઓ અને સરકારોની ટીકા કરવા પર રાજદ્રોહના આરોપ લાગ્યા. તેમાં 96% કેસ 2014 પછી રજિસ્ટર થયા. તેમાં પણ 149 પર મોદીની વિરુદ્ધ ગંભીર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ છે. 144 કેસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીકા કરવાના છે.
મનમોહનસિંહની યુપીએ-2 સરકારની તુલનામાં 2014થી 2020 દરમિયાન દર વર્ષે રાજદ્રોહના કેસમાં 28% જેટલો વધારો થયો છે. મોટાભાગના કેસો સરકારની વિરુદ્ધ થયેલા આંદોલનોને લઈને દાખલ કરાયા. તેમાં મોટાભાગના કેસો નાગરિકતા કાયદામાં સંશોધન તથા હાથરસમાં દલિત કિશોરીના દુષ્કર્મના વિરોધમાં થયેલા આંદોલનો અંગે નોંધાયા.
શું છે કેદારનાથ સિંહ વિ. બિહાર સરકાર કેસ, જેને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે?
આજે સુપ્રીમ કોર્ટના સામે જે પ્રશ્ન છે, તે છ દાયકા અગાઉ પણ હતો. 1962માં સુપ્રીમ કોર્ટે બિહાર સરકાર વિરુદ્ધ દાખલ કેદારનાથ સિંહની અરજી પર રાજદ્રોહના કાયદા એટલે કે સેક્શન 124-Aને યથાવત્ રાખી હતી. તેના પછી દરેક કેસમાં આ નિર્ણયનો ઉલ્લેખ આવે છે.
1953માં કેદારનાથ સિંહ બિહારમાં ફોરવર્ડ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા હતા. બેગુસરાયની એક રેલીમાં તેમણે સત્તાધારી કોંગ્રેસની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે સીબીઆઈના કૂતરા બેગુસરાય આસપાસ ઘૂમી રહ્યા છએ. અનેક ઓફિશિયલ કૂતરા આ રેલીમાં પણ છે. ભારતના લોકોએ જે રીતે અંગ્રેજોને દેશમાંથી બહાર કાઢ્યા અને કોંગ્રેસી ગુંડાઓને ગાદી પર બેસાડી દીધા. જે રીતે આપણે ગોરાઓને ભગાડ્યા, એ જ રીતે આપણે કોંગ્રેસીઓને પણ ભગાડી દઈશું.
કેદારનાથના આવા તીખા ભાષણ પછી શાસન સક્રિય થયું. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટે કેદારનાથને રાજદ્રોહના દોષિત મન્યા અને સજા સંભળાવી. પટણા હાઈકોર્ટે પણ તેમની અપીલ નકારી. ત્યારે 1962માં સુપ્રીમ કોર્ટમાં કેદારનાથ સિંહે સેક્શન 124-Aની બંધારણીય કાયદેસરતાને ખતમ કરવાની માગણી કરી હતી. તેમના કહેવા પ્રમાણે બંધારણની કલમ 19માં તેમને બોલવાની આઝાદી મળી છે અને આ કાયદો તેમને એ અધિકારથી વંચિત કરી રહ્યો છે.
ત્યારે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે આ કાયદાની કાયદેસરતાને યથાવત્ રાખી પરંતુ તેનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવામાં આવે તેના માટે નિયમ નક્કી કરી દીધા. નક્કી થયું કે સરકારની ટીકા કરવી એ રાજદ્રોહ નથી. જો લખેલા કે કહેવાયેલા શબ્દો સરકારની વિરુદ્ધ હિંસા ભડકાવવાનું કે કાયદો વ્યવસ્થા બગાડવા માટે છે તો જ રાજદ્રોહનો દોષ બનશે, નહીંતર નહીં.
પણ શું કેદારનાથ સિંહ કેસ પછી દુરુપયોગ અટકી ગયો?
નહીં. લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી અચારી કહે છે કે કેદારનાથ સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈને હિંસા કે બળવો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા નથી તો આ રાજદ્રોહ નથી. પરંતુ તેના પછી પણ કાયદાના દુરુપયોગના માર્ગો બંધ થયા નથી. કોઈ પોલીસવાળાને લાગે છે કે કોઈ કાર્ટૂન કાયદો-વ્યવસ્થાને ખરાબ કરી શકે છે તો એ કાર્ટૂનિસ્ટની ધરપકડ કરાશે.
અચારીના અનુસાર એ પોલીસવાળાનું વ્યક્તિગત મંતવ્ય બની જાય છે. કેદારનાથ જજમેન્ટે લૉ એન્ફોર્સમેન્ટ મશીનરીને નાગરિકોનાં અધિકાર ઝૂંટવવાનો માર્ગ સ્પષ્ટ કરી દીધો છે. લોકતંત્રમાં લોકોને સરકાર બદલવાનો અધિકાર છે. જો સરકાર નિષ્ફળ રહે છે તો તેમને અસંતોષ દર્શાવવાનો અધિકાર મળવો જોઈએ. સરકાર પ્રત્યે નફરત કરવાથી દંડિત કરનારા રાજદ્રોહના કાયદાથી અધિકારોનું હનન થાય છે. મોટી બેન્ચે હવે કેદારનાથ જજમેન્ટને રિવ્યૂ કરવો અત્યંત જરૂરી બની ગયું છે.
દુનિયાભરમાં રાજદ્રોહ કાયદાઓની શું સ્થિતિ છે?
દુનિયાને રાજદ્રોહ અંગેના કાયદા આપનારા યુકેમાં તેને 2009માં ખતમ કરી દેવાયો છે. આ રીતે મોટાભાગના દેશ કે તેને ખતમ કરી ચૂક્યા છે અથવા તો દુરુપયોગ રોકવા માટે શબ્દોમાં ફેરફાર કરી ચૂક્યા છે. આવો જાણીએ કે ક્યાં શું સ્થિતિ છે-
યુનાઈટેડ કિંગડમઃ 2008માં રાજદ્રોહ કાયદો રદ થઈ ગયો. આ ફેરફાર 12 જાન્યુઆરી 2010થી લાગુ થયો. પરંતુ એવી વ્યક્તિની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ ચાલી શકે છે જે યુકેનો નાગરિક નથી.
ન્યૂઝિલેન્ડઃ સંસદે 2007માં રાજદ્રોહ સાથે સંકળાયેલા કાયદાને રદ કર્યો. આ ફેરફાર 1 જાન્યુઆરી 2008થી લાગુ થયો.
સ્કોટલેન્ડઃ ક્રિમિનલ જસ્ટિસ એન્ડ લાયસન્સિંગ એક્ટ 2010ની સેક્શન 51ના હવાલાથી 28 માર્ચ, 2011થી રાજદ્રોહ અંતર્ગત તમામ જોગવાઈઓને હટાવી દેવાઈ.
-ઈન્ડોનેશિયાઃ 2007માં ઈન્ડોનેશિયાએ રાજદ્રોહ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો.
ઘાનાઃ સંસદે ક્રિમિનલ લિબલ એન્ડ સિડેશિયસ લૉને રદ કર્યો. તેનાથી રાજદ્રોહનો કાયદો રદ થઈ ગયો.
ઓસ્ટ્રેલિયાઃ ક્રાઈમ એક્ટ 1920માં રાજદ્રોહ ગુનો હતો. 1984 અને 1991માં તેની સમીક્ષા થઈ. 2010માં રાજદ્રોહ શબ્દની જગ્યાએ ‘હિંસક અપરાધો માટે ઉશ્કેરણી’ લખવામાં આવ્યું.
અમેરિકાઃ કાયદામાં એટલા ફેરફાર થઈ ચૂક્યા છે કે એ હવે ડેડ લૉ છે. કાયદામાં ‘યુઝ ઓફ ફોર્સ’ અને ‘કાયદાનું ઉલ્લંઘન’ જેવા શબ્દોનો ઉપયોગ રાજદ્રોહને પરિભાષિત કરવા માટે કરાયો છે.
ભારતમાં શું છે સ્થિતિઃ લૉ કમિશનના 2018ના રિપોર્ટમાં સેક્શન 124-A પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તેમાં સૂચન છે કે સેક્શન 124-Aનો ઉપયોગ તેમના કેસમાં થવો જોઈએ જ્યાં કાયદો-વ્યવસ્થાને બગાડવા કે સરકારને હિંસક કે ગેરકાયદે હટાવવાની ઈચ્છા દેખાય છે. સિવિલ રાઈટ એક્ટિવિસ્ટ, વકીલ અને અનેક એકેડેમિશિયન પણ તેની માગ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Manipur ,Uttar Pradesh ,India ,Patna ,Bihar ,Chhattisgarh ,United Kingdom ,Mahatma Gandhi ,Supreme Court Bihar Government ,Supreme Court July ,Law Commission ,Supreme Court ,Congressv Front ,Center Government ,Supreme Court Indian Code ,Modi Center Government ,Prime Minister ,Indian Code ,Act Who ,Pact James ,Whites India Independence ,Modi Prime Minister ,Fact Research ,Area Lion ,Bihar Government ,Area Lion Bihar Forward Communist ,English Country ,First Class ,Area Singh ,Lok Sabha East General Secretary Achari ,Area Law ,Area Review ,Criminal Justice ,Parliament Criminal ,Crime Act ,Dead Law ,Civil Wright ,மணிப்பூர் ,உத்தர் பிரதேஷ் ,இந்தியா ,பாட்னா ,பிஹார் ,சத்தீஸ்கர் ,ஒன்றுபட்டது கிஂக்டம் ,மகாத்மா காந்தி ,உச்ச நீதிமன்றம் ஜூலை ,சட்டம் தரகு ,உச்ச நீதிமன்றம் ,மையம் அரசு ,ப்ரைம் அமைச்சர் ,இந்தியன் குறியீடு ,நாடகம் ஹூ ,பரப்பளவு சிங்கம் ,பிஹார் அரசு ,ஆங்கிலம் நாடு ,முதல் வர்க்கம் ,பரப்பளவு விமர்சனம் ,குற்றவாளி நீதி ,குற்றம் நாடகம் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.