Share
કોરોના વાયરસના નવા વેરિયન્ટ્સની ઉત્પત્તિના રહસ્યને શોધ્યાનો અલગ-અલગ સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે. પ્રીપ્રિન્ટ સર્વર MedRxiv પર 27 જુલાઈના પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે, વાયરસ એક સંક્રમિત વ્યક્તિના શરીરમાં બદલાવથી પસાર થાય છે અનેક વાર આવું થયા બાદ, તે પોતાના આ મ્યુટેશન સાથે નવા લોકોને સંક્રમિત કરે છે. આના પરિણામે નવા વેરિયન્ટ્સ બને છે.
વૈજ્ઞાનિકો પ્રમાણે લોકોમાં લગભગ 80 ટકા જીનોમ સીક્વન્સિંગ બાદ નવો વેરિયન્ટ અથવા સ્ટ્રેન ઉભરીને સામે આવ્યો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયની સાથે વ્યક્તિઓ અને વસ્તીમાં વાયરસના મ્યુટેશન પર નજર રાખવાથી એ સાઇટ્સના જરૂરી પુરાવા મળી શકે છે જે ફાયદો કે નુકસાન પહોંચાડનારા છે. સ્ટડી પ્રમાણે આ જાણકારી જનસંખ્યામાં ફેલાયેલા વાયરસના પ્રકારના ફેલાવા અને તેની સંક્રામકતાની ભવિષ્યવાણી કરવામાં ઘણી ઉપયોગી થશે.
નોવેલ કોરોના વાયરસ જીનોમની ઇન્ટ્રા-હોસ્ટ પરિવર્તનશીલતાની સાથે સંયુક્ત વિશ્લેષણ હવે આગામી પગલું હોવું જોઇએ. આ રિસર્ચમાં હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મૉલિક્યુલર બાયોલોજી સહિત ઇન્સ્ટિટ્યુટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટીગ્રેટિવ બાયોલોજી, દિલ્હી, ઇન્સ્ટીટ્યુટ ઑફ લાઇફ સાયન્સ, ભુવનેશ્વર, એકેડમી ફૉર સાયન્ટિફિક એન્ડ ઇનોવેટિવ રિસર્ચ, ગાઝિયાબાદ, નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ, નવી દિલ્હી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેકનોલોજી, જોધપુરના રિસર્ચર્સે ભાગ લીધો. રિસર્ચર્સે મહામારીના બે અલગ અલગ સમયગાળાના કોવિડ દર્દીઓના સેમ્પલ્સનું વિશ્લેષણ કર્યું.
પહેલા તબક્કામાં ટીમે ચીન, જર્મની, યુનાઇટેડ કિંગડમ, અમેરિકા અને ભારતની અલગ-અલગ જનસંખ્યાથી જૂન 2020 સુધી એકત્ર કરવામાં આવેલા 1,347 સેમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેથી કોવિડ-19 દર્દીઓમાં જીનોમ-વાઇડ ઇન્ટ્રા-હોસ્ટ સિંગલ ન્યુક્લિયોટાઇડ વેરિએશન મેપનો અનુભવ કરી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
47328
Views
36236
Views
26856
Views
22604
Views