In Delhi, A 9 year old Girl Was Raped, Murdered And Cremated There
નરાધમ કૃત્ય:દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે સ્મશાનમાં દુષ્કર્મ, હત્યા કરીને ત્યાં જ અંતિમક્રિયા કરી
નવી દિલ્હીએક દિવસ પહેલા
કૉપી લિંક
સ્મશાનકર્મી સહિત 4ની ધરપકડ
દિલ્હીમાં 9 વર્ષની બાળકી સાથે સ્મશાનમાં જ દુષ્કર્મ કરાયા પછી તેની હત્યા કરી ચૂપચાપ તેના અગ્નિ સંસ્કાર પણ કરી દેવાયા હતા. આ ઘટના પ્રકાશમાં આવતાં પોલીસે અંતિમ સંસ્કાર કરાવનાર તથા સ્મશાનના કર્મચારી સહિત 4ની ધરપકડ કરી છે. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ ઘટનાની તપાસ શરૂ કરીને દક્ષિણ પશ્ચિમ દિલ્હીના ડીસીપીને બોલાવ્યા છે.
આ બાળકી સ્મશાનમાં વોટર કુલરનું પાણી લેવા ગઈ હતી ત્યારે તેના પર દુષ્કર્મ કરાયું હતું. સાંજે દુષ્કર્મ કરનારાઓએ બાળકીની માતાને ફોન કરી બોલાવી હતી અને કહ્યું હતું કે કુલરમાંથી પાણી લેતા દરમિયાન કરંટ લાગતા બાળકીનું મોત થયું છે. મામલો પોલીસમાં જશે તો પોસ્ટ મોર્ટમ કરવું પડશે અને તેના શરીરમાંથી મહત્ત્વના અંગ કાઢી વેચી દેશે. આવું કહી તેમને ડરાવી-ધમકાવી અંતિમ સંસ્કાર માટે રાજી કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...