Share
ઇઝરાયેલના પેગાસસ સ્પાઇવેરના ફેન હેકિંગના પગલે ભારતમાં વિવાદ સર્જાયો છે. હવે પાકિસ્તાનમાં પણ તેની અસરો અનુભવાય રહી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર હેક કરાયેલા ફેનના લિસ્ટમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનનો પણ એક નંબર છે. પાકિસ્તાનના ડોન અખબારમાં ધ પોસ્ટના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે આ નંબરોમાં એક નંબર એવો હતો જેનો પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ઉપયોગ કરતાં હતા. નંબર હેક થયો કે નહીં તેની સ્પષ્ટતા કરાઈ નથી.
બીજી તરફ સોફ્ટવેર તૈયાર કરનાર એનએસઓ ગ્રુપે મૌન તોડયું છે. ન્યૂઝ એજન્સીના સવાલોનો જવાબ આપતા તેણે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. શું ભારત સરકાર સાથે કામ કરવા માટે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે કે પેગાસસ સોફ્ટવેયર ભારત સરકાર કે તેની સાથે સંકડાયેલી અન્ય સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવ્યું છે તેવું પુછવામાં આવતા ગ્દર્જીંએ જણાવ્યું હતું કે અમે કસ્ટમર અંગે જણાવી શકીએ નહીં જેમને અમે આ સોફ્ટવેર વેચીએ છીએ તેમની યાદી ગુપ્ત રાખવાની હોય છે. અમે ફ્ક્ત સરકારોને જ આ સોફ્ટવેર વેચીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 20, 2021