Hindu Calendar 5 To 11 July 2021 Panchang: July 1st Week Holiday Festivals Vrat Upavas Teej Tyohar Parva Astrological Events Important Days
સાપ્તાહિક પંચાંગ:5 થી 11 જુલાઈ સુધી વ્રત અને પર્વના 5 દિવસ, આ સપ્તાહ અષાઢ મહિનો અને ગુપ્ત નોરતા શરૂ થશે
15 કલાક પહેલા
કૉપી લિંક
આ સપ્તાહ બુધ ગ્રહનું રાશિ પરિવર્તન થશે, ખરીદદારી અને નવા કાર્યોની શરૂઆત માટે 3 શુભ મુહૂર્ત રહેશે
આ સપ્તાહની શરૂઆત એકાદશી તિથિ સાથે થઈ રહી છે. તેના એક દિવસ પછી પ્રદોષ વ્રત રહેશે. પછી બુધવારે શિવ ચૌદશ એટલે માસિક શિવરાત્રિએ ભગવાન શિવની વિશેષ પૂજા અને વ્રત રાખવામાં આવશે. શુક્રવારે જેઠ મહિનાની અમાસ ઊજવાશે. અમાસ તિથિ શુક્રવારે આખો દિવસ અને પછી શનિવારે સવારે લગભગ 6:47 સુધી રહેશે. જેના કારણે વ્રત-પૂજા અને પિતૃઓ માટે શ્રાદ્ધ 9 જુલાઈના રોજ કરવામાં આવશે. પરંતુ સ્નાન-દાન માટે 10 જુલાઈના રોજ શનિવારે અમાસ શ્રેષ્ઠ રહેશે. આ દિવસે તિથિ-નક્ષત્રથી શનૈશ્ચરી અમાસનો શુભ સંયોગ રહેશે. ત્યાં જ, સપ્તાહના છેલ્લાં દિવસે એટલે રવિવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી રવિપુષ્ય યોગ બની રહ્યો છે. આ દિવસે ખરીદદારી અને વિશેષ પૂજા-પાઠ કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષીય દૃષ્ટિએ પણ આ સપ્તાહ ખાસ રહેશે. 7 જુલાઈ, બુધવારે જ બુધ ગ્રહ પોતાની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. જેથી સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય શુભયોગ બનશે. સાથે જ આ સપ્તાહ ખરીદદારી અને નવા કામની શરૂઆત માટે 3 શુભ મુહૂર્ત રહેશે.
5 થી 11 જુલાઈ સુધીનું પંચાંગઃ-
તારીખ અને વાર
તિથિ
જેઠ વદ પક્ષ એકાદશી
યોગિની એકાદશી
6 જુલાઈ, મંગળવાર
જેઠ વદ બારસ
7 જુલાઈ, બુધવાર
જેઠ વદ તેરસ
પ્રદોષ વ્રત
8 જુલાઈ, ગુરુવાર
જેઠ વદ ચૌદશ
માસિક શિવરાત્રિ
9 જુલાઈ, શુક્રવાર
જેઠ વદ અમાસ
હલહારિણી અમાસ
10 જુલાઈ, શનિવાર
જેઠ વદ અમાસ
સ્નાન-દાન અમાસ
11 જુલાઈ, રવિવાર
અષાઢ વદ એકમ
જ્યોતિષીય દૃષ્ટિએ આ સપ્તાહઃ-
6 જુલાઈ, મંગળવાર- સર્વાર્થસિદ્ધિ અને ત્રિપુષ્કર યોગ
7 જુલાઈ, બુધવાર- સર્વાર્થસિદ્ધિ યોગ
11 જુલાઈ, રવિવાર- સર્વાર્થસિદ્ધિ અને રવિપુષ્ય યોગ
અન્ય સમાચારો પણ છે...