comparemela.com


Share
ભારતમાં 12થી 18 વર્ષના બાળકો માટેની સૌપ્રથમ કોરોના વેક્સિન ZyCoV-D વાસ્તવિકતાના આરે પહોંચી ગઇ છે. ઝાયડસ કેડિલાની કોરોના રસી ZyCoV-Dને ઇમર્જન્સી યૂઝ માટે મંજૂરી મળી જતાં 12થી 18 વર્ષના બાળકોમાં રસીકરણની શરૂઆત થઇ શકશે.  ધામીના મુખ્યમંત્રી બનવાને લઇને બીજેપીના કેટલાક સીનિયર નેતાઓ સહજ જોવા મળી રહ્યા નથી. પાર્ટી સૂત્રો પ્રમાણે સતપાલ મહારાજ, મદન કૌશિક, સુબોધ ઉન્યાલ, હરક સિંહ રાવત, બિશન સિંહ ચુફાલ અને યશપાલ આર્યા જેવા નેતાઓએ ઉત્તરાખંડ બીજેપી સહિત હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાગર ધનખડ હત્યાકાંડમાં તિહાડ જેલમાં બંધ પહેલવાન સુશીલ કુમારે અજીબ માંગો શરૂ કરી દીધી છે. તેની ડિમાન્ડ પર જેલ વહીવટીતંત્રએ અત્યારે કોઈ નિર્ણય નથી લીધો, સહિતના મહત્વના સમાચાર.
ભારતમાં 12થી 18 વર્ષના બાળકો માટેની સૌપ્રથમ કોરોના વેક્સિન ZyCoV-D વાસ્તવિકતાના આરે પહોંચી ગઇ છે. ઝાયડસ કેડિલાની કોરોના રસી ZyCoV-Dને ઇમર્જન્સી યૂઝ માટે મંજૂરી મળી જતાં 12થી 18 વર્ષના બાળકોમાં રસીકરણની શરૂઆત થઇ શકશે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમદાવાદમાં આવેલ ઝાયડસ કેડિલાની મુલાકાત લીધી હતી.
India Mart જેવી સોશ્યલ સાઇટ્સના પ્લેટફોર્મ મારફતે ફાર્મા કંપનીનો સંપર્ક કરીને દવાઓનું Duplicate રો-મટિરિયલ વેચવાના કેસમાં દમણ પોલીસે કાનપુરમાંથી 9 ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમોએ 15 જૂન 2021ના રોજ દમણની ફાર્મા કંપનીનો પેરાસીટામોલ મેડિસિનના રો મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ રો- મટિરિયલ પધરાવી 9.75 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.
સાગર ધનખડ હત્યાકાંડમાં તિહાડ જેલમાં બંધ પહેલવાન સુશીલ કુમારે અજીબ માંગો શરૂ કરી દીધી છે. તેની ડિમાન્ડ પર જેલ વહીવટીતંત્રએ અત્યારે કોઈ નિર્ણય નથી લીધો. સાગર પહેલવાન હત્યાકાંડના મુખ્ય આરોપી સુશીલ કુમારે તિહાડ જેલમાં TVની માંગ કરી છે. તિહાડ વહીવટીતંત્રને લખેલા પત્રમાં સુશીલ કુમારે કહ્યું છે કે, તેને ટીવીની જરૂર છે. તે દેશ-દુનિયામાં ચાલી રહેલી ગતિવિધિઓની જાણકારી ટીવી પર જોવા ઇચ્છે છે.
ઉત્તરાખંડમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે પુષ્કર સિંહ ધામીને ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા છે, જ્યારે તેઓ આજે સાંજે તીરથ સિંહ રાવતની જગ્યાએ ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી બનવાના શપથ લેશે. ધામીના મુખ્યમંત્રી બનવાને લઇને બીજેપીના કેટલાક સીનિયર નેતાઓ સહજ જોવા મળી રહ્યા નથી. પાર્ટી સૂત્રો પ્રમાણે સતપાલ મહારાજ, મદન કૌશિક, સુબોધ ઉન્યાલ, હરક સિંહ રાવત, બિશન સિંહ ચુફાલ અને યશપાલ આર્યા જેવા નેતાઓએ ઉત્તરાખંડ બીજેપી સહિત હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
આજે સમગ્ર દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. આ કોરોના વાયરસ (Corona Virus)થી બચવા માટે વેક્સિનેશન (Vaccination), માસ્ક (Mask)નો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ (Social Distance)છે. યૂકે (UK)માં થોડાસમયથી ડેલ્ટા વોરિએન્ટે કોરોનાના કેસોમાં ધરખમ વધારો કરી દીધો છે. જેના પગલે ત્યાંના લોકોને ફરી સતર્ક રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. હાલમાં જ ઈંગ્લેન્ડ (England)ના લિંકનશાયરની સામે આવેલા ડ્રોન ઈમેઝિસ દ્વારા જાણવા મળ્યું છે કે ત્યાં વિવાદિત સેક્સ ફેસ્ટિવલ (Sex Festival)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રોપર્ટીમાં રોકાણ કરવું એલોકોની પહેલી પસંદ હોય છે. બચત કરેલા પૈસાને પ્રોપર્ટીમાં રોકાણ કરીને ભવિષ્યને સુરક્ષિત કરવું સૌથી બેસ્ટ માનવામાં આવે છે. લોકો પ્રોપર્ટી ખરીદતા પહેલા તેનું ભવિષ્યની વેલ્યુને પણ જોતા હોય છે. આજકાલ પ્રોપર્ટી માર્કેટમાં ઈંગ્લેન્ડના ટેંગનમૌથમાં બનેલી એક ઝુંપડી ખુબ જ ચર્ચામાં આવી છે. આ ઝુંપડીં ડિવોનમાં એક કાર પાર્કિંગમાં છે. વાદળી રંગની આ નાના ઝુંપડીના બદલે લોકો તેને રૂ.46 લાખ આપવા તૈયાર છે. એક એસેસ્ટ એજન્ટનો દાવો છે કે કેટલાક લોકો આ કિંમત પર તે ઝુંપડી ખરીદવા તૈયાર છે.
આમિર ખાન અને કિરણ રાવની છૂટાછેડાની ઘોષણાના સમાચારથી બધાએ આશ્ચર્યચકિત કરી દીધા. ફેન્સને આ સમાચાર મળતાની સાથે જ તેમના હોશ ઉડી ગયા હતા. ફેન્સ સમજી શક્યા નહીં કે આ કેવી રીતે થયું. આમિર ખાન અને કિરણ રાવે સંયુક્ત નિવેદન જારી કરીને લોકોને છૂટાછેડા લેવાની તેમની યોજનાઓ વિશે માહિતી આપી હતી. આના થોડા સમય બાદ આમિર ખાનની પુત્રી આઈરા ખાને એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે.
આજકાલ સોશિયલ મીડિયા (Social Media)નો જમાનો ચાલી રહ્યો છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સોશિયલ મીડિયા (Social Media)ના આદી થઈ ગયા છે. તેમાં પણ ખાસ કરીને વોટ્સએપ (WhtasApp) ખુબ જ જાણીતું અને મોટાભાગના લોકો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે હવે તમને આજે વોટ્સએપ (WhatsApp)ને લઈને એવી જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જેનાથી લગભગ તમે અજાણ હશો. હાલના સમયમાં વોટ્સએપ (WhatsApp) પર ચેટિંગ,વીડિયો કોલ અને વોઈસ કોલનો ખુબ જ ઉપયોગ થઈ રહ્યો છે.
લોકો ઘરને સુંદર બનાવવા માટે ઘણી વ્યવસ્થા કરે છે. કોઈપણ પ્રકારની વાસ્તુ દોષથી બચવા માટે, તેઓ તેમના ઘરની અંદર ખાસ પ્રકારના વૃક્ષો અને છોડ રોપતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં એક ખાસ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમારા ઘરની સુંદરતામાં વધારો કરે છે. આ સિવાય તે ઘરની પ્રગતિમાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્લાન્ટનું નામ મની પ્લાન્ટ છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી અનેક પ્રકારની વાસ્તુ ખામી દૂર થાય છે.
હાલમાં ઈન્ટરનેટ ઉપર એક ચોંકવાનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સમુદ્રમાં આગના ગોળા દેખાઈ રહ્યા છે. આ ઘટના મેક્સિકોની છે. જ્યાં યુકાટનમાં શુક્રવારે સવારે સમુદ્રમાં પાણીમાં ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પરંતુ આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે તમે પણ ચોંકી જશો. જાણે કે સમુદ્રમાં પાણી નથી પરંતુ લાવા હોય. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો ઈન્ટરનેટ પર લોકો ખુબ જ વાયરલ કરી રહ્યા છે. જુઓ ચોંકાવનારો Video..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 4, 2021

Related Keywords

India ,Uttarakhand ,Uttaranchal ,Aamir Khan ,Satpal Maharaj ,Sushil Kumar Tihar ,Daman Pharma ,Sushil Kumar ,Sea Tihar , ,Cupid Kaushik ,Lion Rawat ,Mansukhbhai India ,Indiamart ,Monday June ,Uttarakhand Political ,Uttarakhand New ,Switch Planning ,Property Market England ,Ray Rao ,Fire Brigade ,இந்தியா ,உத்தராகண்ட் ,உத்தாரன்சல் ,அமீர் காந் ,சத்பால் மகாராஜ் ,சுஷில் குமார் ,திங்கட்கிழமை ஜூன் ,சொடுக்கி திட்டமிடல் ,தீ படைப்பிரிவு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.