Share
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની છે, ત્યારે આજે રાજનીતિને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2022માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. જેના કારણે ગુજરાતમાં એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાત તરફ વળી રહ્યા છે. અસુદ્દીન ઔવેસીની પાર્ટી AIMIM પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજન અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતમાં TMCના પગપેસારાના એંધાણ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં આજે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની વર્ચ્યુઅલ મીટિંગ યોજાનાર છે. જેના કારણે તેમના કાર્યકરો અમદાવાદમાં સક્રિય બન્યા છે. અમદાવાદમાં ગુજરાતી ભાષામાં મમતા બેનર્જીના પોસ્ટર લાગ્યા છે. આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાજકીય હલચલ તેજ બની છે, ત્યારે આજે દેશના કેટલાંય રાજ્યોમાં મમતાની વર્ચ્યુઅલ મીટિંગ રાખવામાં આવી છે.
બપોરે 2 કલાકે મમતાની વર્ચ્યુઅલ મીટિંગ શરૂ થનાર છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરશે જેમનું સંબોધન ગુજરાતમાં પણ દર્શાવાશે જે માટે TMC દ્વારા ગુજરાતના મોટા શહેરોમાં સ્ક્રીન લગાવવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે, મમતા બેનર્જી 21 જુલાઇએ શહીદ દિવસ મનાવે છે. 1993માં પ્રદર્શન દરમિયાન 13 કાર્યકરોના ગોળીથી મોત થયા હતા. કાર્યકરોની યાદમાં મમતા બેનર્જી દર વર્ષે શહીદ દિવસ મનાવે છે.
ગુજરાતમાં TMCનો વિસ્તાર વધારવા થશે પ્રયાસ
2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે તમામ પક્ષો તૈયારીમાં લાગેલા છે એવામાં વધુ એક પક્ષ ગુજરાતના રાજકારણમાં પગ પેસારાની તક શોધી રહ્યો છે. ગુજરાતમાં TMC પોતાનો વિસ્તાર વધરાવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 21, 2021