Share
ગુજરાત હાઈકોર્ટ એ દેશની એવી પ્રથમ કોર્ટ બની રહી છે કે, જ્યાં ૧૯ જુલાઈથી કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ થશે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એન. વી. રમણે ગુજરાત હાઈકોર્ટની તમામ કોર્ટનુ જીવંત પ્રસારણ કરવાના પ્રોજેક્ટનો શુભારંભ કર્યો છે. આ ઉપરાંત, ગુજરાત હાઈકોર્ટના લાઈવ સ્ટ્રિમિંગ રુલ્સને પણ જનતા સમક્ષ મૂક્યા છે. ઝ્રત્નૈંએ તેમના સંબોધનમાં કહ્યું છે કે, ‘ટૂંક સમયમાં જ સુપ્રીમ કોર્ટની કેટલીક કોર્ટની કાર્યવાહીનુ જીવંત પ્રસારણ કરાશે. કોર્ટ કાર્યવાહીના જીવંત પ્રસારણથી જ્યુડિશિયરીમાં લોકોનો વિશ્વાસ વધશે.
કોર્ટની કાર્યવાહી એ વકીલો, અરજદારો અને જાહેરહિતમાં હંમેશા ખુલ્લી રહેલી છે. જો કે, કડવી વાસ્તવિકતા એ છે કે, ગરીબી, સામાજિક અસમાનતા, જાગૃતતાનેા અભાવ સહિત વિવિધ મુદ્દાને લઈ મોટા ભાગના લોકો કોર્ટની કાર્યવાહીમાં અસરકારક રીતે ભાગ લઈ શકતા નથી.
આઝાદીના ૭૪ વર્ષ બાદ પણ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમને અનુલક્ષીને લોકોમાં ખોટી ધારણા જોવા મળી રહી છે. આ પ્રકારની કલ્પના અને ખોટી ધારણા ન્યાય મેળવવામાં અવરોધરુપ બને છે.’ જસ્ટિસ એમ. આર. શાહે કહ્યું છે કે, આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. લોકોને કોર્ટ પ્રક્રિયામાં ભાગ લેવામાં મદદ મળશે. સંબોધનના મુખ્ય મુદ્દા
ઔમિડીયા મારફતે કોર્ટ કામગીરીની વિગત લોકોેને મળે છે
ઘણીવાર કોર્ટના અવલોકનોનુ ખોટુ અર્થઘટન થાય છે
જીવંત પ્રસારણથી લોકોને સીધી વિગતો મળશે
જીવંત પ્રસારણથી તમામ કાર્યવાહી લોકો સમક્ષ થશે
જજને મુશ્કેલી પડશે, તણાવમાં આવી શકે છે
જીવંત પ્રસારણ એ બેધારી તલવાર
જજે પબ્લિક ઓપિનિયનમાં ન જાય, તેના ઉદ્દેશથી ભટકે નહીં
વકીલો પ્રોફેશનની ગરિમા જાળવે અને પ્રસિદ્ધિ માટે દોડે નહીં
જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના સંબોધનના અંશ
કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણથી ઓપન કોર્ટનો વિચાર ફળીભૂત
સંદેશો જશે કે કોર્ટ એ લોકો માટે છે
જજની કામગારી અંગે લોકો જાણી શકશે
કોરોનાના સમયમાં ગુજરાતમાં ૧૨.૨૩ લાખ કેસ રજીસ્ટર, ૮.૦૭ લાખ કેસનો નિકાલ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 16, 2021