comparemela.com


Share
૨૧ જૂને ૧૦ કલાકમાં પ,૧૫,૦૦૯ નાગરીકોના વેક્સિનેશનમાં શૂરી ભાજપ સરકારનું પાણી આઠ જ દિવસમાં મપાઈ ગયુ છે. સોમવારે ગુજરાતમાં માંડ ૨,૪૯,૧૨૫નું જ રસીકરણ થયુ છે. નવો સ્ટોક ન મળતા ૨૯ જૂનને મંગળવારે અનેક શહેરોના સેંકડો સેન્ટરો બંધ કરવા પડયા છે. ૨૮ દિવસે બીજો ડોઝ શોધતા નાગરીકોને ૨૦-૩૦ કિલોમીટર દૂર સેન્ટરો શોધવા પડી રહ્યા છે. ડોઝ મેનેજમેન્ટમાં સરકાર સરેઆમ નિષ્ફળ રહી છે. જ્યાં ૩૦ જૂન પહેલા ‘વેક્સિન ફરજિયાત ‘ છે તેવા ૧૮ શહેરોમાં વેપારી અને નોકરીયાતોના જીવ અધ્ધર થયા છે. જો અહીં બે દિવસમાં વેક્સિન નહી મળે તો ૧લી જૂલાઈને ગુરૂવારથી વેપાર- ધંધા બંધ રાખવા પડશે એ નક્કી છે.
CM
કહ્યું,
કલેક્ટરોમાં ગણગણાટ- ડોઝ વગર શું ?
ર્સ્વિણમ સંકૂલમાં મળેલી કલેક્ટર- DDO કોન્ફન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરેકને પોતાના જિલ્લામાં વેક્સિનેશન કવરેજ વધારવા સુચના આપી હતી. બહાર આવેલા કેટલાક કલેક્ટરો એક બીજા સાથેની વાતચીતમાં ડોઝ વગર શુ ? વેક્સિન વગર કેવી રીતે કવરેજ વધે ? તેવા સવાલો કરતા પણ જોવા મળ્યા હતા.
૧૪૨ નાના શહેરોમાં ૧૦ જુલાઈ પહેલા વેક્સિન ફરજિયાત કરાઈ
અમદાવાદ સહિતના આઠેય મહાનગરો તેમજ વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ, ગાંધીધામ એમ ૧૮ શહેરોમાં વેપાર, ધંધો કે નોકરી કરવા સરકારે ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત કરી છે.
હકીકત
સરકાર ડોઝની વ્યવસ્થા કરી શકતી નથી
હાલમાં રોજ સાંજે ભારત સરકાર તરફથી ૨.૫૦ લાખથી ત્રણ લાખની વચ્ચે ડોઝ મળે છે. ૨૧ જૂનથી ફ્રી ફોર ઓલ અને વોક- થ્રુ વેક્સિનેશનની શરૂઆતે ત્રણ દિવસ સળંગ ભારત સરકારે સરેરાશ ૪.૫૦ લાખ ડોઝ આપ્યા હતા.
રસી ન હોવાથી જામનગરમાં આજે રસીકરણ બંધ
જામનગર શહેરમાં કોરોનાની રસીના ડોઝની ઓછી સપ્લાયને કારણે આગલા રવિવારે રર સ્થળોએ રસીકરણ યોજાયા બાદ સોમવારે માત્ર આઠ સ્થળોએ જ રસીકરણની કામગીરી થઈ હતી. શહેરના તમામ વયજુથના મોટીસંખ્યામાં લોકો આરોગ્ય કેન્દ્રો પર રસીકરણ બંધ છે તેવી નોટિસ જોઈને પાછા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
June 29, 2021

Related Keywords

Morbi ,Gujarat ,India ,Malta ,Vapi ,India General ,Gandhidham ,Bharuch ,Mehsana ,Patan ,Navsari ,Ahmedabad ,Bhuj ,Ankleshwar ,Jamnagar ,Valsad , ,Monday Gujarat ,Malta Tuesday ,June Free ,மொற்பி ,குஜராத் ,இந்தியா ,மால்டா ,வப்பி ,காந்திதம் ,பருச் ,மெஹ்சனா ,படான் ,நாவ்சரி ,அஹமதாபாத் ,பூஜ் ,கணுக்கால் ,ஜாம்நகர் ,வாழ்சாத் ,மால்டா செவ்வாய் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.