Share
અમદાવાદ ઃ અમદાવાદ સહિત રાજ્યભરમાં ૨૧મી જુલાઈના બુધવારે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવશે, આ પર્વે સવારે વિવિધ મસ્જિદોમાં ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવશે, એ પછી એકબીજાને ઈદની મુબારક બાદી પાઠવવામાં આવશે, કોરોના મહામારીના કારણે સતત બીજા વર્ષે ગુજરાતમાંથી એકેય હજયાત્રી મક્કા-મદીના ખાતે હજયાત્રાએ જઈ શક્યા નથી, સાઉદી સલ્તનતે ભારત સહિતના વિવિધ દેશોના યાત્રીઓ ઉપર પાબંદી ફરમાવી હતી.
મહત્ત્વનું છે કે, હઝરત ઈબ્રાહીમ (અ.સ.)એ અલ્લાહના હુકમથી તેમના પુત્ર હઝરત ઈસ્માઈલ (અ.સ.)ને કુરબાન કરવા તૈયાર થયા હતા, જોકે અલ્લાહે તેમની આ અદા પસંદ કરી પુત્રના સ્થાને જન્નતથી ઘેટાં જેવું પ્રાણી મૂકી દીધો હતો, ત્યાર બાદ તમામ મુસ્લિમો પર કુરબાની ફરજ થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 21, 2021