comparemela.com


Don't Be So Serious Without Debt, Bapu Explained To Be Happy With The Example Of Doctor And Gandhiji
મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ:લેવાદેવા વગર આટલા ગંભીર ન રહો, ડૉક્ટર અને ગાંધીજીના દૃષ્ટાંતથી બાપુએ મોજથી રહેવા સમજાવ્યું
13 કલાક પહેલા
કૉપી લિંક
કોઈ વિદ્વાને કહ્યું છે કે મોટિવેશન તો સ્નાન જેવું હોય, દરરોજ લેવું જોઇએ. એમાંય દિવસની શરૂઆત જો જીવન બદલતા શુભ વિચાર, ચિંતનાત્મક ક્વોટ, કોઈ પ્રેરણાત્મક પ્રસંગ, બોધકથા કે વેદ-ઉપનિષદના મહામૂલા રત્ન જેવા શ્લોકથી થાય, તો આખો દિવસ તે સારા વિચારની ઊર્જા આપણને મળતી રહે.
આ જ પ્રયાસના ભાગરૂપે ‘દિવ્ય ભાસ્કર’ એપ પર શરૂ થઈ છે નવી પોડકાસ્ટ શ્રેણી, ‘મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ’. દિગ્ગજ રામકથાકાર મોરારિબાપુ કોઈ પરિચયના મોહતાજ નથી. એમના શબ્દે શબ્દમાં રામકથાનો પ્રસાદ, અનુભવનો અર્ક અને જીવન જીવવાની જડીબુટી સમાયેલી હોય છે. દાયકાઓથી બાપુએ હજારો રામકથાઓ થકી વિશ્વભરના કરોડો લોકોનાં જીવનમાં આધ્યાત્મિકતા, આશા અને નવી ઊર્જાનો સંચાર કર્યો છે. હવે તેનો લાભ ‘દિવ્ય ભાસ્કર’ એપના વાચકોને પણ મળશે, અને તે પણ દરરોજ, ઓડિયો પોડકાસ્ટ સ્વરૂપે.
દરરોજ વહેલી સવારે ‘દિવ્ય ભાસ્કર’ એપમાં મોરારિબાપુના સ્વમુખેથી ઉચ્ચારાયેલી રત્નકણિકાઓનું પોડકાસ્ટ સાંભળવા મળશે ‘મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ’ શ્રેણીમાં. તેમાં દરરોજ એક વિચાર, એક દૃષ્ટાંત રજૂ થશે જેને અમલમાં મૂકવાથી જીવનમાં નક્કર પરિવર્તન આવશે તે નક્કી વાત છે.
‘મોર્નિંગ મોટિવેશન વિથ મોરારિબાપુ’ આપ દરરોજ સવારે 6-30 વાગ્યાથી 11 વાગ્યા સુધી ‘દિવ્ય ભાસ્કર’ એપના હોમપેજ પર અને ત્યારબાદ આખો દિવસ ‘ધર્મદર્શન’ વિભાગમાં સાંભળી, માણી અને શૅર કરી શકશો.
અન્ય સમાચારો પણ છે...
એપ ખોલો

Related Keywords

Gandhi Bapu , ,Divya Bhaskar App ,காந்தி பாபு ,

© 2024 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.