Share
મહારાષ્ટ્રનાં પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે મુંબઈ પોલીસના વડાને દર મહિને રૂ. ૧૦૦ કરોડની રકમ ખંડણી પેટે વસૂલવા આદેશ આપ્યો હતો. આ પછી સીબીઆઈ તેમજ ઈડી દ્વારા દેશમુખ સામે મની લોન્ડરિંગનો કેસ કરાયો છે. ઈડીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે દેશમુખને મુંબઈનાં ૧૦થી ૧૨ બાર માલિકો દ્વારા ત્રણ મહિનામાં રૂ. ૪ કરોડ આપવામાં આવ્યા હતા. દેશમુખે કરોડોની આ રકમ બોગસ કંપનીઓ ઊભી કરીને ડોનેશન સ્વરૂપે પોતાનાં ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી છે.
શ્રી સાઈ સંસ્થાન ટ્રસ્ટમાં કરોડોની બોગસ એન્ટ્રી
દેશમુખ નાગપુરમાં શ્રી સાંઈ શિક્ષણ સંસ્થા નામનાં ટ્રસ્ટ હેઠળ કોલેજ ચલાવે છે. તેમાં રૂ. ૪.૧૮ કરોડની બોગસ એન્ટ્રીઓ પાડવામાં આવી હોવાનું ઈડીને જણાયું હતું. ઈડીએ કહ્યું હતું કે આ કંપનીઓ ફક્ત કાગળ પર જ હતી અને કરોડોની રકમ ટ્રાન્સફર કરવા તેનો ઉપયોગ કરાયો હતો. દિલ્હીમાં આ કંપની સુરેન્દ્રકુમાર જૈન તેમજ વિરેન્દ્રકુમાર જૈનની માલિકીની હોવાનું દર્શાવાયું હતું. દેશમુખનાં પરિવારનાં સભ્યોનો ૧૧ કંપનીઓ પર અંકુશ હતો જ્યારે બીજી ૧૩ કંપનીઓ પરિવારનાં સભ્યો દ્વારા ચલાવાતી હતી. દેશમુખે પલાંદે અને શિંદેનો પૈસા એકઠા કરવા ઉપયોગ કર્યો હતો. બીજી તરફ પાર્ટીનાં નેતા સંજય રાઉતે સામના મુખપત્રનાં તંત્રીલેખમાં લખ્યું હતું કે રાજકીય હરીફોને હેરાન કરવા કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈ તેમજ ઈડીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Photo Gallery