Share
આઇસીએમઆરના એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં ઓગસ્ટના અંતમાં કોરોનાનો થર્ડ વેવ આવી શકે છે. પરંતુ આંકડા દર્શાવે છે કે ભારતમાં કોરોનાના થર્ડ વેવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ૭ જુલાઇએ ૫૫ દિવસ બાદ ભારતમાં એક્ટિવ કેસમાં ૭૪૮નો વધારો થયો હતો. ૧૪ જુલાઇએ ફરી એક્ટિવ કેસમાં ૨૦૯૫નો વધારો થયો હતો. દેશના ૪૭ જિલ્લામાં હજુ પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી ઉપર રહે છે. જૂનના છેલ્લા સપ્તાહથી એક્ટિવ કેસમાં ઘટાડાની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૪ જૂને એક્ટિવ કેસમાં ૨૩.૨૬ ટકાનો ઘટાડો થયો હતો જે ૧૫ જુલાઇએ પૂરા થયેલા સપ્તાહમાં ૬.૧૭ ટકા પર આવી ગયો છે. ૧૨ જુલાઇએ સૌથી ઓછા ૩૨,૯૦૬ દૈનિક કેસ નોંધાયા પછી ફરી એકવાર દૈનિક કેસ ૪૦,૦૦૦ની આસપાસ પહોંચી ગયાં છે.
દેશમાં રિકવર થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. ૨૦ મેના રોજ નવા કેસની સરખામણીમાં ૩૬.૬૬ ટકા વધુ દર્દી રિકવર થયાં હતાં. ૧૫મી જુલાઇએ આ સંખ્યા ૩.૮૪ ટકા પર આવી ગઇ છે. મે મહિનામાં કોરોનાના પ્રસારની આર વેલ્યૂ નિમ્ન સ્તરે પહોંચી હતી જે હવે જુલાઇના અંત સુધીમા ઝડપથી વધી રહી છે. તેનો અર્થ એ થયો કે કોરોના વાઇરસ ફરી એકવાર સમગ્ર દેશમાં પ્રસરી રહ્યો છે. ૨૦ જૂનથી ૭ જુલાઇ વચ્ચે આર વેલ્યૂ ૦.૭૮થી વધીને ૦.૮૮ પર આવી ગઇ છે. ૧૬ જુલાઇના રોજ આર વેલ્યૂ ૦.૯૫ ઉપર પહોંચી છે. કેટલાંક રાજ્યોમાં આર વેલ્યૂ ભયજનક ૧.૦નું સ્તર વટાવી ગઇ છે.
કેરળમાં આકરા લોકડાઉન છતાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે કેરળમાં છેલ્લા એક મહિનાના સૌથી વધુ ૧૬,૧૪૮ દૈનિક કેસ નોંધાયા હતાં અને ૧૧૪ દર્દીનાં મોત થયાં હતાં. રાજ્યમાં સૌથી વધુ ૨૧૦૫ કેસ કોઝિકોડમાં નોંધાયાં હતાં. રાજ્યમાં પોઝિટિવિટી રેટ ૧૦.૭૬ ટકા રહ્યો હતો.
ભારત ઃ કોરોના મીટર
૩૮,૦૭૯ નવા કેસ ૨૪ કલાકમાં
૫૬૦ દર્દીનાં મોત ૨૪ કલાકમાં
૪૩ ,૯૧૬ દર્દી રિકવર ૨૪ કલાકમાં
૬,૩૯૭ એક્ટિવ કેસ ઘટયાં ૨૪ કલાકમાં
૩,૧૦,૬૪ ,૯૦૮ દેશમાં કુલ સંક્રમિત
૪,૧ ૩,૦૯૧ મહામારીનો કુલ મૃતાંક
૩,૦૨,૨૭ ,૭૯૨ કુલ દર્દી રિકવર
૪,૨૪ ,૦૨૫ કુલ એક્ટિવ કેસ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
27104
Views
24596
Views
19280
Views
17408
Views