Share
પેગાસસ જાસૂસીકાંડ વાઈરલ થયા બાદ દેશમાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે. જાસૂસી અંગે કોંગ્રેસના નેતાઓ અધીર રંજન ચૌધરી
,
મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે
,
આ ભારતીય જાસૂસી પાર્ટી છે. વિપક્ષી નેતાઓની આ હદે જાસૂસી કરવામાં આવી તે અયોગ્ય અને દેશની સુરક્ષા સામે ગંભીર બાબત છે. આ મુદ્દે ગૃહમંત્રીએ રાજીનામંુ આપવું જોઈએ.
પેગાસસ દ્વારા વીઆઈપીઓનાં ફોન ટેપિંગ મુદ્દે કોંગ્રેસનાં લોકસભામાં વિપક્ષનાં નેતા અધીર રંજન ચૌધરીએ આક્ષેપ કર્યો હતો કે પેગાસસ જાસૂસી કેસથી રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો સર્જાયો છે. અમે આ મુદ્દો સંસદનાં બંને ગૃહમાં ઉઠાવીશું. પેગાસસ દ્વારા ફોન ટેપિંગથી પછી કોઈની ગુપ્તતા જળવાઈ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
53508
Views
37244
Views
18824
Views
17304
Views