comparemela.com


Complaint Against 11 Hotels In Ahmedabad For Charging Double Price Of Bottled Water, Two Years After The Case Was Filed, Hotels Were Fined
કાર્યવાહી:અમદાવાદની હયાત રિજન્સી, નોવાટેલ, રમાડા સહિતની હોટલોએ રૂ.20ની પાણીની બોટલના રૂ.110થી રૂ.160 વસૂલ્યા, 11 હોટલને દંડ ફટકારાયો
અમદાવાદ8 કલાક પહેલા
કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર.
સામાજિક કાર્યકર રોહિત પટેલે બમણા ભાવ વસૂલતી હોટલો સામે 2017માં ફરિયાદ કરી હતી
હોટલો અને રેસ્ટોરાંમાં મિનરલ વોટરની બોટલ પર છાપેલી કિંમત ઉપરાંત કોઈ વધારાના ચાર્જ લઇ શકાતો નથી. તેમ છતાં ઘણી હોટલો બેફામ ભાવ વસૂલી રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી હતી. આવી હોટલો સામે અમદાવાદના એક સામાજિક કાર્યકરે ફરિયાદ નોંધાવી હતી, જેમાં કેટલીક હોટલો વિરુદ્ધ કાર્યવાહી થઈ અને કેટલીક સામે કેસ કાર્યવાહી હજી ચાલુ છે.
6 વર્ષ થયાં, પણ ઘણી હોટલો સામે હજી કેસ ચાલુ છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદમાં સાયન્સસિટી વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રોહિત પટેલે તોલમાપ વિભાગમાં ફોર અને ફાઇવ સ્ટાર હોટલ સામે ફરિયાદ કરી હતી કે હોટલમાં મિનરલ પાણીની બોટલ પર લખેલી MRP કરતાં વધારે ભાવ લેવામાં આવે છે. એ બોટલ પર નોટ ફોર રિટેલ સેલ લખ્યું હોય છે. આમ છતાં ગ્રાહક પાસેથી વધુ પૈસા લેવામાં આવ્યા હતા. રોહિત પટેલ દ્વારા શહેરની 11 હોટલો સામે વર્ષ 2015માં તોલમાપ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી. એ બાદ વારંવાર ફરિયાદ કર્યા પછી કેટલીક હોટલને બે વર્ષ પછી દંડ ફટકારવામાં આવ્યો હતો છતાં પણ ઘણી હોટલની સામે ફરિયાદ કર્યા ને છ વર્ષ થયાં છતાં હજુ કોર્ટ મેટર ચાલતી હોવાનું તોલમાપ વિભાગ દ્વારા રોહિત પટેલને કહેવામાં આવ્યું હતું.
આટલી હોટલોએ રોહિત પટેલ પાસેથી બમણા ભાવ વસૂલ્યા.
11 હોટલ સામે ફરિયાદ કરી હતી
રોહિત પટેલના કહેવા પ્રમાણે, દરેક હોટલને કેટલો દંડ કર્યો એની મેં RTI કરી હતી, એનો જવાબ મને મળ્યો છે. મેં આ 11 હોટલ સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં પણ ફરિયાદ કરી હતી.કોર્ટે ઘણી હોટલોને પણ દંડ કર્યો હતો. આમ, મારી પાંચ વર્ષની ઝુંબેશથી અત્યારે લગભગ બધી જ હોટલોવાળા પાણીની બોટલ પર લખેલી MRP મુજબ ભાવ લેતા થઇ ગયા છે, તેથી મારી મહેનત સફળ થઇ છે એનો મને આનંદ થયો છે.
આટલી હોટલો સામે માંડવાળ રકમ લઈને કાર્યવાહી કરવામાં આવી.
એક મિનરલ વોટરની બોટલના 100 રૂપિયા લીધા
રોહિત પટેલે જણાવ્યું હતું કે 2017માં હું મારા પરિવાર સાથે આશ્રમ રોડ ખાતેની એક હોટલમાં જમવા માટે ગયો હતો. આ સમયે મેં મિનરલ વોટરની પાંચ બોટલ મગાવી હતી, જે બોટલ પર 20 રૂપિયાની એમઆરપી છાપેલી હતી, એમ છતાંય તેના બિલમાં એક બોટલના 100 રૂપિયા લેખે ગણવામાં આવ્યા હતા. મેં જ્યારે બિલ જોયું તો હું ચોંકી ગયો હતો. મેં હોટલના મેનેજર સાથે આ મુદ્દે વાત કરી અને બંને તરફે 50-50 ટકા રકમ ભોગવી લેવાની વાત કરી પણ તેમણે મને કહ્યું હતું કે આ તો ફાઈવ સ્ટાર હોટલ છે, અહીં ભાવમાં કોઈ ફેર નહીં પડે, તમારે ચૂકવવા જ પડશે. ત્યાર બાદ મેં આવી હોટલો સામે કાર્યવાહી થાય એ માટે એક ઝુંબેશ ઉપાડી અને અલગ અલગ ફાઈવ સ્ટાર અને ફોર સ્ટાર હોટલમાં જમવા માટે ગયો, ત્યાં પણ મને આવું જ જોવા મળ્યું. આખરે આ બાબતે મેં ગ્રાહક સુરક્ષા તથા તોલમાપ વિભાગમાં ફરિયાદ કરીને લડાઈ શરૂ કરી.
અમદાવાદના સામાજિક કાર્યકરે ઝુંબેશ આદરી હતી.
હોટલો સામે માત્ર માંડવાળ રકમ લઈને કાર્યવાહી કરાઈ
રોહિત ભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મેં કરેલી ફરિયાદ બાદ હું સતત વિભાગોની તપાસ ક્યાં સુધી પહોંચી એની જાણકારી મેળવતો હતો. ઘણી વાર મેં RTI કરીને પણ જાણકારી મેળવી છે, જેમાં ચોંકાવનારી વાત મારી સામે આવી હતી. ગ્રાહક સુરક્ષા અને તોલમાપ તરફથી એમઆરપી કરતાં વધુ ભાવ લેતી હોટલોમાં મારી ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ બાદ હોટલો સામે માંડવાળ ફી લેવામાં આવી હતી, જેમાં હોટલ મેરિયોટને 12 હજાર, રિજેન્ટા હોટલને 6 હજાર, હયાત રિજન્સી પાસેથી 24 હજારની માંડવાળની રકમ લઈને દંડ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Ahmedabad ,Gujarat ,India , ,Star Hotel ,Court Matter ,I Hotel ,Luxury Star Hotel ,Carnival Price ,Ashram Road ,Luxury Star ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,நட்சத்திரம் ஹோட்டல் ,நீதிமன்றம் விஷயம் ,நான் ஹோட்டல் ,ஆசிரமம் சாலை ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.