Share
ઇસ્ટર્ન લદ્દાખના ડેમચોક પાસેના ભારતીય ગામડામાં લોકો દલાઇ લામાનો બર્થ ડે ઉજવી રહ્યા હતા ત્યારે એલએસી નજીક સરહદ પર ઇન્ડુસ રિવર પાસે ચાઇનીઝ નાગરીકોએ બેનરો બતાવ્યા હતા. સ્થાનિકના જણાવ્યા અનુસાર ૬ જુલાઇના રોજ સવારના ૧૧ વાગ્યા આસપાસ ડેમચોક સેકટરના ડોલા ટેમ્ગોમાં ચાઇનીઝ આર્મી અને ચાઇનીઝ નાગરીકો પાંચ વાહનોમાં આવ્યા હતા અને દલાઇ લામાનો બર્થ ડે ઉજવાઇ રહ્યો હતો ત્યાંથી ૨૦૦ મીટર દૂર બેનરો દર્શાવ્યા હતા અને અડધો કલાક જેવો સમય તેઓ અહીં રોકાયા હતા. જોકે સ્થાનિકો ચાઇનીઝ ભાષા જાણતા ના હોવાના કારણે તેમાં શું લખ્યું હતું તે જાણી શકાયું નહોંતું. આ પહેલા ૧૦ દિવસ પહેલા પણ સ્થાનિકો જ્યારે સોલાર પંપ લગાવી રહ્યા હતા ત્યારે ચાઇનીઝોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૬ જુલાઇના રોજ તિબ્બતી ઘર્મગુરૃ દલાઇ લામાના ૮૬માં જન્મ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેઓને ફેન કરીને શુભકામનાઓ આપી હતી. ચીને તિબ્બત પર કબજો કર્યો છે જેના કારણે લાંબા સમયથી દલાઇ લામા ભારતમાં વસવાટ કરી રહ્યા છે.ઔઔ—ઔઔ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
17264
Views
15836
Views
13548
Views
10072
Views