comparemela.com


Certificate Of Orphan Parents Of More Than 3 Thousand Children In India. Difficulty Getting
મહામારીનો કેર:ભારતમાં 3 હજારથી વધુ બાળકો અનાથ મા-બાપનું સર્ટિ. મેળવવામાં મુશ્કેલી
પટ્ટાપુર, ઉડીસા19 કલાક પહેલાલેખક: સુહાસિની રાજ
કૉપી લિંક
સમયની સાથે અનેક બાળકોનું શોષણ થવાની આશંકા છે
સુહાસિની રાજભારતના પૂર્વ કિનારે આવેલા પટ્ટાપુર ગામમાં એક નાનકડા પરંતુ રંગોથી ચમકતા મકાનમાં સોનાલી રેડ્ડી પોતાના નાના ભાઈ-બહેનોને જમવાનું બનાવીને ખવડાવે છે. રાત્રે લોરી ગાઈને ઊંઘાડે છે. તે વિચારે છે કે, માતા જેવા લાડ કરીને તેમની ભાવનાઓને શાંત કરી શકશે. 14 વર્ષની સોનાલી પરિવારના પાલકની ભૂમિકામાં છે.
થોડા વર્ષ પહેલા વ્યવસાયમાં નુકસાન થતાં તેના પિતાએ આત્મહત્યા કરી હતી. મે મહિનામાં કોરોનાની લહેરમાં તેની માતાનું પણ નિધન થઈ ગયું. રાજ્ય સરકારો અનુસાર સોનાલી એ ત્રણ હજારથી વધુ બાળકોમાં સામેલ છે, જે મહામારીમાં અનાથ થયા છે. જેમાંથી અસંખ્ય બાળકો સામે મુશ્કેલીઓનો પહાડ તુટી પડ્યો છે.
રાજ્ય સરકારોએ દરેક અનાથ બાળક માટે રૂ.500થી રૂ.5000 દર મહિને મદદની જાહેરાત કરી છે. મફત ભોજન અને શિક્ષણની વ્યવસ્થા અલગથી. વડાપ્રધાન મોદીએ બાળકો માટે સન્માનની જિંદગી અને સારી તકો ઉપલબ્ધ કરાવવાનું વચન આપ્યું છે. જોકે, વકીલો અને એક્ટિવિસ્ટોને આશંકા છે કે, જ્યારે લોકોનું ધ્યાન દૂર થશે ત્યારે અનાથ બાળકો ઉપેક્ષા અને શોષણનો ભોગ બનશે. વ્યથિત બાળકોને સરકારી મદદ મેળવવા માટે મૃત્યુ પ્રમાણપત્ર મેળવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે.
આ બાજુ પટ્ટાપુરમાં સોનાલીની દાદી બાળકો સાથે રહેવા આવ્યાં છે. સોનાલી કહે છે કે, માતાએ અમને સૌને તમામ મુશ્કેલીઓમાં સુરક્ષિત રાખ્યા હતા. સરકારે બાળકોને અનાથ પેન્શન ચુકવી દીધું છે. તેમના નામના બેન્ક ખાતા ખોલાયા છે. તેમને અનેક બોરી ચોખા પણ આપ્યા છે. પટ્ટાપુરથી અસંખ્ય કિમી દૂર હૈદરાબાદમાં 13 વર્ષની સાત્વિક રેડ્ડીની સ્થિતિ પણ સોનાલી જેવી જ છે. તેની ત્રણ વર્ષની બહેન હનવી મમ્મી-ડેડી અંગે પુછે છે. સાત્વિકના પિતા ગોપાલ, માતા ગીતા અને દાદીનું મે મહિનામાં વાઈરસથી એક પછી એક મોત થઈ ગયું.
ઉત્તરપ્રદેશના મુરાદનગરમાં 18 વર્ષના શાવેજ સૈફી અને તેની નાની બહેન કહકશાં પર પણ કોરોના કેર બનીને આવ્યો છે. શાવેઝના માતા-પિતા શબનમ અને શમશાદ એપ્રિલમાં બીમાર પડ્યા હતા. તેમની પાસે ઈલાજના પુરતા પૈસા ન હતા. ભાડું ન ચુકવવાને કારણે શાવેઝને મકાન પણ ખાલી કરવું પડ્યું છે. હવે કાકા તેની મદદ કરે છે. તે કહેકશાંને ભણાવવા માગે છે. પટ્ટાપુરની સોનાલી, હૈદરાબાદના સાત્વિક અને મુરાદનગરના શાવેઝ જેવા અનેક અનાથ બાળકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
દુનિયામાં સૌથી વધુ બાળવધૂ ભારતમાં
બીજી અનેક સમસ્યાઓ છે. અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારોમાં અનેક અનાથ બાળકો વેચાવાનું અને તેમના બાળ-લગ્નનો ભય સેવાઈ રહ્યો છે. દેશમાં મોટા પ્રમાણમાં બાળકની દાણચોરી થાય છે. યુનિસેફ અનુસાર દુનિયામાં સૌથી વધુ બાળવધૂ ભારતમાં છે.
કેટલીક સામાજિક માન્યતાઓને કારણે બાળકોને દત્તક લેવાનો વિકલ્પ પણ મુશ્કેલ છે. મહામારીને લીધે ઊભા થયેલા સામાજિક મુદ્દા પર લખતી દિલ્હી યુનિવર્સિટીની કાયદાની વિદ્યાર્થિની મેધા પાંડે કહે છે, દેશમાં ભયાવહ આપત્તિ વચ્ચે સરકાર છબી બચાવવાના પ્રયાસ કરી રહી છે. મુસીબતમાં મુકાયેલા બાળકો માટે સરકારે એક નાનકડી પેટા સમિતિ બનાવી છે.
અન્ય સમાચારો પણ છે...

Related Keywords

Uttar Pradesh ,India ,Delhi ,Hyderabad ,Andhra Pradesh ,Sonali Reddy ,Hera Bank Department ,Issue On Delhi University Law ,Subcommittee ,East Coast ,Indoors Sonali Reddy ,Prime Minister Modi ,Bank Department ,Corona Care ,Delhi University Law ,Government Image ,உத்தர் பிரதேஷ் ,இந்தியா ,டெல்ஹி ,ஹைதராபாத் ,ஆந்திரா பிரதேஷ் ,கிழக்கு கடற்கரை ,ப்ரைம் அமைச்சர் மோடி ,வங்கி துறை ,கொரோனா பராமரிப்பு ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.