comparemela.com


Share
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બૉર્ડ (CBSE) દ્વારા ધોરણ-10ના પરિણામ જાહેર થઈ ગયા છે. આ સાથે જ CBSE 10માંના વિદ્યાર્થીઓને પોતાના પરિણામનો ઇંતઝાર ખત્મ થઈ ગયો છે. જે વિદ્યાર્થીઓએ CBSE ધોરણ-10ની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ પરિણામ જાહેર થયા બાદ cbseresults.nic.in પર જઇને પોતાનું રિઝલ્ટ જોઈ શકે છે. આ વર્ષે 10મામાં 99.04 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.
આ વખતે પણ છોકરીઓએ બાજી મારી છે. પાસ થનારા છોકરાઓની સરખામણીએ છોકરીઓની ટકાવારી 0.35 ટકા વધારે રહી છે. CBSE પ્રમાણે 57 હજાર 824 વિદ્યાર્થીઓને 95 ટકાથી વધારે માર્ક્સ મળ્યા છે. તો 2 લાખ વિદ્યાર્થીઓનો સ્કોર 90થી 95 ટકાની વચ્ચે રહ્યો છે. 10માંની પરીક્ષા માટે 21 લાખ 13 હજાર 767 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમાંથી 20 લાખ 97 હજાર 128 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. તો 16 હજાર 639 વિદ્યાર્થીઓનું પરિણામ અત્યારે તૈયાર નથી થયું. આમનું પરિણામ જાહેર કરવાની તારીખ બાદમાં જણાવવામાં આવશે.
આ વર્ષે રિઝલ્ટ માટે છેલ્લા 3 વર્ષમાં સ્કૂલના સૌથી સારા પરિણામવાળા વર્ષને આધાર વર્ષ (રેફરન્સ યર) માનવામાં આવ્યું છે. વિષયવાર માર્ક્સ નક્કી કરવાની પણ આ જ રીત રહી. રેફરન્સ યરમાં તમામ વિદ્યાર્થીઓના સરેરાશ અંક પ્રમાણે જ આ વર્ષનું રિઝલ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જો કે વિદ્યાર્થીઓના વિષયવાર માર્ક્સથી 2 અંક ઓછા અથવા વધારે હોઈ શકે છે. વિદ્યાર્થીઓના 100 માર્ક્સ 20 માર્ક્સ- ઇન્ટરનલ અસેસમેન્ટ, 10 માર્ક્સ- યુનિટ ટેસ્ટ/પીરિયોડિક ટેસ્ટ, 30 માર્ક્સ- મિડટર્મ/હાફ યરલી ટેસ્ટ, 40 માર્ક્સ- પ્રી બૉર્ડ એક્ઝામિનેશનથી જોડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત રિઝલ્ટ અન્ય ડિજિટલ પ્લેટફોર્મ જેવા કે Digilocker અને UMANG એપ પર પણ જોઈ શકાશે. સાથે જ Digilockerથી પોતાની માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકો છો. રિઝલ્ટ ચેક કરવા માટે વિદ્યાર્થીઓએ પોતાના રોલ નંબરની સાથે લોગિન કરવાનું રહેશે. કોરોના વાયરસના કારણે 10માં ધોરણની પરીક્ષાઓ રદ્દ કરી દેવામાં આવી હતી. આવામાં 10માંના વિદ્યાર્થીઓનું વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિથી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
TRENDING NOW
69884
Views
54544
Views
35700
Views
26568
Views

Related Keywords

India , ,Central Secondary Education ,இந்தியா ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.