Capt Amarinder Also Agrees With Opponents To Cut Sidhu Off, Old Congressman's Strategy
પંજાબ કોંગ્રેસના કેપ્ટન બદલાયા:નવજોતસિંહ સિદ્ધુ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા, 4 કાર્યકારી અધ્યક્ષોની પણ નિમણૂક
નવી દિલ્હી5 કલાક પહેલા
કૉપી લિંક
કોંગ્રેસના 10 ધારાસભ્યોએ કહ્યું- અમે સિદ્ધુની વિરુદ્ધ નથી પરંતુ તેમણે અમરિંદરની માંફી માંગવી જોઈએ
કોંગ્રેસ નેતા હરીશ રાવતે પણ શનિવારે કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી
પંજાબ કોંગ્રેસના સંકટ વચ્ચે મોટો નિર્ણય અંતે લેવાયો છે. કોંગ્રેસ પાર્ટીએ નવજોતસિંહ સિદ્ધુને પંજાબ પ્રદેશના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભા ચૂંટણીને જોતા ચાર વર્કિંગ પ્રેસિડેન્ટ પણ બનાવવામાં આવ્યા છે. જે અંગેનો એક પત્ર કેસી વેણુગોપાલ દ્વારા જાહેર કરાયો છે.
જે લોકોને પ્રદેશમાં વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે તેમાં સંગત સિંહ, સુખવિંદર સિંહ ડેની, પવન ગોયલ અને કુલજીતસિંહ નાગરાનું નામ સામલે છે. એટલે કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે અને રાજ્યમાં કોંગ્રેસની કમાન નવજોતસિંહ સિદ્ધુના હાથમાં હશે.
સિદ્ધુ માફી માગે તેવી ધારાસભ્યોની માગ
આ પહેલા પંજાબ કોંગ્રેસમાં સિદ્ધુ-કેપ્ટનને લઈને ચાલતી ખેંચતાણમાં પાર્ટીના અન્ય ધારાસભ્યો પણ કૂદી પડ્યા હતા. કોંગ્રેસના 10 ધારાસભ્યોએ રવિવારે નિવેદન જાહેર કરીને નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની માંફી માંગવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે કેપ્ટને પંજાબ કોંગ્રેસમાં આપેલા યોગદાનની અવગણના ન કરી શકાય. સિદ્ધુએ ટ્વિટ અને ઈન્ટરવ્યુમાં લગાવેલા આરોપથી પાર્ટીની છબીને નુકસાન પહોંચ્યું છે. આ દરમિયાન હાલના પ્રધાન સુનીલ જાખડે સોમવારે ચંદીગઢમાં જિલ્લા પ્રધાનો અને ધારાસભ્યોની મહત્ત્વની બેઠક બોલાવી છે.
વિરોધીઓને પણ ગળે લગાવી રહ્યાં છે કેપ્ટન
સિદ્ધુનું પત્તુ કાપવા માટે કેપ્ટન અમરિંદરે જુના વિરોધીઓને રણ ગળે લગાવવા તૈયાર છે. ગત રાતે પંજાબના સીએમ કેપ્ટન અરમિંદર સિંહના સિસવાં ફાર્મ હાઉસમાં થયેલી બેઠકમાં કેપ્ટનના જુના વિરોધી પ્રતાપ સિંહ બાજવાની વચ્ચે વાતચીત થઈ અને સહમતિ બની. સિદ્ધુને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બનવાથી રોકવા માટે હવે પાર્ટીમાં જુના કોંગ્રેસી નેતાઓને પણ મહત્ત્વ આપવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
પ્રતાપ સિંહ બાજવાના પક્ષમાં પણ કેટલાક કોંગ્રેસી
કોંગ્રેસના કેટલાક નેતા કોંગ્રેસ પાર્લિયામેન્ટ્રી કમિટીમાં આ મુદ્દો ઉઠાવવાની તૈયારીમાં છે. કેપ્ટન અને અન્ય જુના કોંગ્રેસી ઈચ્છે કે જો પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ બદલવા હોય તો કમાન પ્રતાપ સિંહ બાજવાને આપવામાં આવે. હાઈકમાન સુધી આ વાત ઉઠાવવાને લઈને ગત રાતે કેપ્ટન અને બાજવા વચ્ચે રણનીતી બની છે.
પ્રતાપ સિંહ બાજવાના ઘરે સાંસદોની બેઠક
નવજોત સિંહ સિદ્ધુના મુદ્દે પંજાબના કોંગ્રેસ સાંસદ આજે બેઠક કરવાની તૈયારીમાં છે. દિલ્હીમાં કોંગ્રેસના પંજાબના લોકસભા, રાજ્યસભાના સાંસદ પ્રતાપ સિંહ બાજવાના ઘરે બેઠક કરવાની તૈયારીમાં છે. આ બેઠકમાં નવજોત સિંહ સિદ્ધુના પ્રદેશ અધ્યક્ષ બનાવવાને લઈને ચર્ચા થશે. સાંસદ સિદ્ધુને લઈને સોનિયા ગાંધીને મળવા સમય માંગીશું. સૂત્રોના જણાવ્યા મુજબ, સોનિયા ગાંધીને મળીને અપીલ કરીશું કે નવજોત સિંહ સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે.
હરીશ રાવતે પણ કરી હતી કે કેપ્ટન અમરિંદર સાથે મુલાકાત
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા હરીશ રાવતે પણ શનિવારે કેપ્ટન અમરિંદર સિંહ સાથે મુલાકાત કરી હતી. તે પછી રાવતે નિવેદન આપ્યું હતું કે કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તેઓ આલાકમાનનો નિર્ણય માનશે. રાવતે કહ્યું કે કેપ્ટને પોતાનું બીજુ નિવેદન રિપીટ કર્યું છે અને કહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષ નિર્ણય લેશે, તેઓ તેનું પાલન કરશે. જોકે બાજવા સાથેની મીટિંગના સમાચારોના કારણે સતત એવુ લાગે છે કે અમરિંદર સિંહ, સિદ્ધુને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવાના પક્ષમાં નથી.
અન્ય સમાચારો પણ છે...