Brajeshwari Dham Of Kangra Is One Of The 51 Shaktipeeths, The Last Day Of Gupt Navratri.
આજે ગુપ્ત નવરાત્રિનો છેલ્લો દિવસ:કાંગડાનું બ્રજેશ્વરી ધામ 51 શક્તિપીઠોમાંથી એક છે
7 કલાક પહેલા
કૉપી લિંક
માન્યતાઃ પાંડવોના સપનામાં દેવી દુર્ગા આવ્યાં તે પછી તેમણે અહીં મંદિર બનાવ્યું હતું
દેવ ભૂમિ હિમાચલ પ્રદેશમાં અનેક દેવી-દેવતાઓના મંદિર છે જેમનો પોતાનો ઇતિહાસ, પરંપરા અને માન્યતાઓ છે. તેમાંથી જ એક છે માતા બ્રજેશ્વરી મંદિર, જે 51 શક્તિપીઠોમાંથી એક છે. આ મંદિરનું વર્ણન દુર્ગા સ્તુતિમાં કરવામાં આવ્યું છે. બ્રજેશ્વરી માતાનું મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નગરકોટમાં સ્થિત છે. બ્રજેશ્વરી દેવી મંદિરને નગરકોટ, કોટ કાંગડાવાળી માતા, ભૌણાવાલી માતા (ભવનવાળી)ના નામથી પણ ઓળખવામાં આવે છે.
આ મંદિર પાડવોને સંબંધિત છેઃ-
મંદિર સાથે જોડાયેલી લોક કથા પ્રમાણે, મહાભારત કાળમાં પાંડવોએ સપનામાં માતા દુર્ગાને જોયા હતાં. દુર્ગા માતાએ તેમને જણાવ્યું કે તેઓ નગરકોટ ગામમાં સ્થિત છે, તેમણે આ ક્ષેત્રમાં તેમનું એક મંદિર બનાવવું જોઈએ ત્યારે તેઓ સુરક્ષિત રહેશે. કહેવાય છે કે તે રાતે પાંડવોએ નગરકોટ ગામમાં માતાનું આ મંદિર બનાવ્યું હતું. તે પછી આ મંદિરને મુઘલ શાસકોએ અનેકવાર લૂટ્યું, જ્યારે અકબરે તેનાથી અલગ મંદિરમાં પોતાનું યોગદાન આપ્યું. મહારાજા રણજીત પણ અનેકવાર મંદિર આવ્યાં. 1905માં આ મંદિર ભૂકંપના કારણે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું હતું, જેને પ્રશાસન દ્વારા 1920માં ફરી બનાવવામાં આવ્યું હતું.
એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. પરંતુ આ મંદિરમાં માતા એકાદશી સ્વયં ઉપસ્થિત છે, એટલે તેમને પ્રસાદ સ્વરૂપમાં ચોખા જ ચઢાવવામાં આવે છે
પિંડી સ્વરૂપમાં માતા વિરાજમાન છેઃ-
બ્રજેશ્વરી મંદિરમા માતા પિંડી સ્વરૂપમાં વિરાજમાન છે, મંદિરના ગર્ભગૃહમાં ત્રણ પિંડી છે, પહેલી માતા બ્રજેશ્વરી, બીજી માતા ભદ્રકાળી, ત્રીજી સૌથી નાની પિંડી એકાદશી માતાના સ્વરૂપમાં છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. પરંતુ આ મંદિરમાં માતા એકાદશી સ્વયં ઉપસ્થિત છે, એટલે તેમને પ્રસાદ સ્વરૂપમાં ચોખા જ ચઢાવવામાં આવે છે. મંદિરમાં વિશાળકાળ મુખ્યદ્વાર છે, તેની અંદર જતાં જ વાદ્ય વાદકોને બેસવા માટે ઊંચું સ્થાન છે. મંદિરનો સભા મંડપ અનેક થાંભલા ઉપર ટકેલો છે. મંદિરના ગુંબજ, કળશ, સ્તંભ અને મુખ્ય દ્વાર મધ્યકાળની વાસ્તુ કાળાનો પરિચય આપે છે. મુખ્યદ્વાર ચાંદીથી મઢેલો છે, જેના ઉપર દેવી-દેવતાઓના ચિત્ર છે. દ્વારની નજીક જ ગંગા અને યમુનાની મૂર્તિઓ સ્થાપિત છે.
મંદિરના એક રૂમમાં જાલંધર દૈત્યને પોતાના પગ નીચે રાખ્યો હોય તેવી મુદ્રામાં દેવી પ્રતિમા છે. મંદિરના આ પ્રાંગણમાં ભૈરવ બાબાની પાંચ હજાર વર્ષ જૂની મૂર્તિ પણ છે.
માતાએ માખણનો લેપ કર્યો હતોઃ-
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે દૈત્ય મહિષાસુરના વધ પછી દેવી માતાએ અહીં પોતાના શરીરના ઘાવ ઉપર માખણનો લેપ કર્યો હતો. જે દિવસે માતાએ માખણ લગાવ્યું હતું, તે દિવસે દેવીની પિંડીને સંપૂર્ણ રીતે માખણથી ઢાંકવામાં આવે છે અને અઠવાડિયાના સાતેય દિવસ ઉત્સવ ઊજવવામાં આવે છે. મંદિરના એક રૂમમાં જાલંધર દૈત્યને પોતાના પગ નીચે રાખ્યો હોય તેવી મુદ્રામાં દેવી પ્રતિમા છે. મંદિરના આ પ્રાંગણમાં ભૈરવ બાબાની પાંચ હજાર વર્ષ જૂની મૂર્તિ પણ છે. મંદિરના મુખ્ય દ્વાર ઉપર ધ્યાનુ ભગતે અકબરના સમયમાં દેવીને પોતાનું માથું ચઢાવ્યું હતું.
આ સ્થાને સતીનો એક અંગ કપાઈને પડ્યો હતો અને આ શક્તિપીઠ બન્યું. અહીં માતા, ભગવાન શિવના ભૈરવનાથ સ્વરૂપ સાથે વિરાજમાન છે
પૌરાણિક કથાઃ-
પૌરાણિક કથા પ્રમાણે જ્યારે દેવી સતી પોતાના પિતા દ્વારા પોતાના પતિ શિવના અપમાનને કારણે યજ્ઞમાં કૂદી ગયાં હતાં, જેના કારણે શિવજીએ સતીના શરીરને પોતાના ખભા ઉપર લીધું અને ગુસ્સે થઈને તાંડવ કરવા લાગ્યાં. ત્યારે શિવના ગુસ્સાથી સૃષ્ટિનો સંહાર રોકવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરને 51 ભાગમાં વહેંચી દીધું. જ્યાં-જ્યાં સતીના અંગ કપાઈને પડ્યાં ત્યાં શક્તિપીઠ બન્યાં. આ સ્થાને સતીનો એક અંગ કપાઈને પડ્યો હતો અને આ શક્તિપીઠ બન્યું. અહીં માતા, ભગવાન શિવના ભૈરવનાથ સ્વરૂપ સાથે વિરાજમાન છે. મંદિર પાસે જ બાણગંગા છે, જેમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે.
અન્ય સમાચારો પણ છે...