comparemela.com


Share
૨૦૩૬ની ઓલિમ્પિક ઓસ્ટ્રેલિયામાં યોજવાનો નિર્ણય લેવાઈ ગયો છે. હવે સત્તાવાળાઓએ ૨૦૪૦ની ઓલિમ્પિક અમદાવાદમાં યોજવાનો ખયાલી પુલાવ ધ્યાને લઈ શહેરમાં ખુલ્લા પ્લોટની જરૃર પડશે તેમ ઠેરવીને છસ્ઝ્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં આવેલા ૧૬ પ્લોટની હરાજી મારફતે વેચાણ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.
અગાઉ, બોડકદેવમાં ્ઁ-૫૦માં એક પ્લોટનું રૃ. ૧૫૧ કરોડમાં હરાજીથી વેચાણ કરાયું હતું તે સોદો પણ રદ કરી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં વિશ્વ સ્તરીય ઓલિમ્પિક કક્ષાની રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવા ૧૬ પ્લોટની હરાજી મોકુફ રખાઈ છે. છસ્ઝ્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ૧૬ પ્લોટોનું હરાજીથી વેચાણ કરીને રૃ. ૧ હજાર કરોડ એકત્રિત કરીને તે રકમ શહેરના વિકાસ કાર્યો માટે ઉપયોગ કરવાનું નક્કી કરાયું હતું.
હવે હરાજી નહીં કરવાને કારણે રૃ. ૧ હજાર કરોડ મળશે નહીં અને તેના કારણે શહેરના રસ્તા, પાણી, ડ્રેનેજ, સહિત પાયાની સુવિધાઓ અને વિકાસ કાર્યોના આયોજન માટે હવે વૈકલ્પિક વ્યવસ્થા વિચારાશે.
ઓલિમ્પિક સ્પર્ધા યોજવા માટે આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરીને તે અંગેની વિગતો સુપરત કરાયા પછી ઓલિમ્પિક સ્પર્ધા યોજવાની સંમતિ મળી શકશે. ૨૦૩૬ માટે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિક યોજવાની મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળે છે. આમ, ભારતે ૨૦૪૦ સુધી ઓલિમ્પિક માટે રાહ જોવી પડે તેવી શક્યતા છે.   
છસ્ઝ્ર દ્વારા બોડકદેવના ટીપી સ્કીમ ૫૦ના પ્લોટની ઓનલાઇન હરાજીથી વેચાણ મારફતે મ્યુનિ.ને રૃ. ૧૫૧ કરોડની આવક થઇ હતી. આ પ્લોટની અપસેટ વેલ્યુ રૃ.૧,૮૮,૦૦૦ પ્રતિ ચો.મી.દીઠ રાખવામા આવી હતી અને હરાજીમાં પ્રતિ ચો.મી. દીઠ રૃ.૧,૮૮, ૩૦૦ ભાવ મળ્યો હતો.
સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન હિતેશ બારોટે આ મામલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં વિશ્વસ્તરની સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા હોવાથી મ્યુનિ. દ્વારા હરાજીથી પ્લોટોનું વેચાણ બંધ કરાયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને
પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન
Related Articles
July 23, 2021

Related Keywords

Australia ,Ahmedabad ,Gujarat ,India , ,Standing Committee ,The Development ,Olympic Australia ,Olympic Ahmedabad ,Ahmedabad World ,Australia Olympic ,Standing Committee Chairman ,ஆஸ்திரேலியா ,அஹமதாபாத் ,குஜராத் ,இந்தியா ,நின்று குழு ,ஏ வளர்ச்சி ,ஆஸ்திரேலியா ஒலிம்பிக் ,நின்று குழு தலைவர் ,

© 2025 Vimarsana

comparemela.com © 2020. All Rights Reserved.